• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને મુખ્યમંત્રી ના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિમાચિન્હ :- નીતિ આયોગે જાહેર કરેલા એક્ષપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-ર૦ર૦માં
Gujarat

ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને મુખ્યમંત્રી ના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિમાચિન્હ :- નીતિ આયોગે જાહેર કરેલા એક્ષપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-ર૦ર૦માં

News Jamnagar August 27, 2020

ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને મુખ્યમંત્રી ના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિમાચિન્હ :- નીતિ આયોગે જાહેર કરેલા એક્ષપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-ર૦ર૦માં

ગુજરાત
મુખ્યમંત્રી ના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિમાચિન્હ :-
નીતિ આયોગે જાહેર કરેલા એક્ષપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-ર૦ર૦માં
ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને

એક્ષપોર્ટ પ્રમોશન પોલિસી-ઇન્સ્ટીટયુશનલ ફ્રેમવર્ક-બિઝનેસ ઇકોસિસ્ટમ-બિઝનેસ એન્વાયરમેન્ટ-ઇન્ફ્રાસ્ટ્રકચર-ટ્રાન્સપોર્ટ કનેકટીવિટી સહિતના
પ૦ જેટલા પેરામીટર્સમાં અગ્રીમ સ્થાને ગુજરાત રહ્યું

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં પારદર્શી-નિર્ણાયક અભિગમ-રિકમન્ડેશન નહિ-
રિફોર્મ્સ-પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે

મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલી નવી ઊદ્યોગ નીતિ-ર૦ર૦માં પણ ૧૦૦ ટકા
એક્ષપોર્ટ ઓરિએન્ટેડ યુનિટસને થ્રસ્ટ સેકટર તરીકે આઇન્ડેટીફાય કરવામાં આવ્યુ છે

૧૬૦૦ કિ.મી. દરિયા કિનારા સાથે દેશની કુલ એક્ષપોર્ટના ર૦ ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે-૧૮૦ થી વધુ દેશોમાં નિકાસ માલ-સામાન વહનની માળખાકીય સુવિધાની શ્રેષ્ઠતા માટે ર૦૧૮-૧૯માં LEADS ઇન્ડેક્ષમાં પણ ગુજરાત પ્રથમ રહ્યું છે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દ્દષ્ટિવંત આયોજન અને દિશા-દર્શનમાં ગુજરાતે વધુ એક ક્ષેત્રે દેશમાં નંબર વનનું સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે.
નીતિ આયોગે આજે બહાર પાડેલા એક્ષપોર્ટ પ્રિપ્રેર્ડનેસ ઇન્ડેક્ષ – ૨૦૨૦માં ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહેવાની ગૌરવ સિદ્ધિ મેળવી છે.આ ઇન્ડેક્ષ રેંકીંગ ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસના આધાર પર કરવામાં આવેલું દેશનું પ્રથમ એક્ષપોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઇન્ડેક્સ રેન્કિંગ છે અને તેમાં ગુજરાતે દેશના બધા જ ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ માનાંક મેળવીને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે
આ એક્ષપોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઇન્ડેક્ષ રેંકીંગ માટે ૫૦ જેટલા માપદંડ નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતે આ ઇન્ડેક્ષમાં જુદા જુદા પેરામીટર્સના જે મહત્વપૂર્ણ પેરામીટર્સમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે તેમાં એક્ષપોર્ટ પ્રમોશન પોલિસી, બિઝનેસ એન્વાયરમેન્ટ આર.એન્ડ ડી સપોર્ટ, એક્ષપોર્ટ ડાયવર્સીફીકેશન, ઇન્ફ્રાસ્ટ્કચર તથા ટ્રાન્સપોર્ટ કનેક્ટીવીટી વગેરેનો સમાવેશ થાય છે દેશના ભૌગોલીક ભૂ-ભાગના ૬ ટકા અને કુલ વસ્તીના પાંચ ટકા ધરાવતા ગુજરાત અને ગુજરાતીઓમાં ઊદ્યોગ સાહસિકતા અને વેપાર કુશળતાના જન્મજાત ગુણ DNA પડેલા છે.
વેપાર-ઊદ્યોગ કુશળતાની આગવી પરિપાટીએ ગુજરાત દેશના GDPના ૮ ટકા અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપૂટના ૧૭ ટકા હિસ્સો ધરાવે છે.
રાજ્યમાં ૧૬૦૦ કિ.મી.નો વ્યૂહાત્મક દિરયા કિનારો સામૂદ્રીક વૈશ્વિક વેપાર-વણજ માટે ‘‘ગેટ વે ટુ ધ વર્લ્ડ’’ બન્યો છે. ૪૮ જેટલા મોટા બંદરગાહ સાથે દેશની કુલ નિકાસ-એક્ષપોર્ટ ના ર૦ ટકા હિસ્સો એકલું ગુજરાત આપે છે. એટલું જ નહિ, વિશ્વના ૧૮૦ થી વધુ દેશોમાં માલ-સામાન અને સેવાઓ-સર્વિસીસની જરૂરિયાત ગુજરાત પુરૂ પાડે છે.
દેશની કુલ કાર્ગો વહન ક્ષમતાના ૪૦ ટકા ગુજરાત વહન કરે છે. ભારતનું સૌથી મોટું કોમર્શિયલ પોર્ટ મૂન્દ્રા પણ ગુજરાતમાં આવેલું છે અને તેણે વિશાળકાય કન્ટેઇનર જહાજોના આવા-ગમનથી ગુજરાતને કાર્ગો વહન કેપેસિટીમાં અગ્રીમતા અપાવેલી છે.
વિશ્વની પ૦૦ ફોરચ્યુન કંપનીઝમાંથી ૬૦ જેટલી કંપનીઓએ પોતાના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કારોબાર માટે ગુજરાત પર પસંદગી ઉતારી પોતાના એકમો કાર્યરત કર્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે માલ-સામાન વહન માટેની માળખાકીય સુવિધા લોજીસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવીને વેપાર-ઊદ્યોગોને સમયસર અને સરળતાએ માલ-સામાન મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાવી છે.આના પરિણામ સ્વરૂપે ગુજરાતે સતત બે વર્ષ ર૦૧૮ અને ર૦૧૯માં લોજીસ્ટીકસ ઇઝ અક્રોસ ડીફરન્ટ સ્ટેટસ LEADS ઇન્ડેક્ષમાં પણ પ્રથમ સ્થાન મેળવેલું છે.મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં જાહેર કરેલી ઊદ્યોગ નીતિ ર૦ર૦માં પણ એક્ષપોર્ટ -નિકાસલક્ષી બાબતોનું મહત્વ સ્વીકારી ૧૦૦ ટકા એક્ષપોર્ટ ઓરિએન્ટેડ યુનિટસને થ્રસ્ટ સેકટર તરીકે આઇડેન્ટીફાય કરેલા છે તેમજ વધારાની કેપિટલ સબસીડી માટે પણ પાત્ર ણેલા છે.ઔદ્યોગિક આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ નિકાસને પણ વેગ આપનારી હોય છે. ઇન્વેસ્ટ ઇન્ડીયાએ મે-ર૦ર૦માં બહાર પાડેલા ગ્રેટ પ્લેસીસ ઓફ મેન્યૂફેકચરીંગ ઇન ઇન્ડીયા ફોર મલ્ટીનેશનલ્સમાં પણ ગુજરાતના વિવિધ સ્થળોને ઊદ્યોગ સંસ્થાપન માટે શ્રેષ્ઠ જાહેર કરેલા છે.તેમાં દહેજનો ભારતનો પ્રથમ પી.સી.પી.આઇ.આર,સાણંદ-માંડલ બેચરાજીમાં ઓટો મોબાઇલ એન્ડ ઓટો કમ્પોનન્ટસ તેમજ હાલોલમાં ડ્રગ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ તથા સાણંદમાં ઇલેકટ્રોનિકસ અને કન્ઝયુમર એપ્લાયન્સીસ પ્રોડકટ ઉત્પાદન વગેરે સ્થળોને આવરી લેવાયા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સિંગલવીન્ડો કલીયરન્સ સિસ્ટમ, પારદર્શી પ્રશાસન અને રિકમન્ડેશન નહિ રિફોર્મ્સની જે નીતિ અપનાવી છે તેના પરિણામે રાજ્યમાં વિદેશી ઔદ્યોગિક રોકાણો પણ મોટા પાયે પ્રેરિત થયા છે અને ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે.
આ રોકાણો પણ એક્ષપોર્ટ -નિકાસના વ્યાપક વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ કરે છે.ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ-DPIITના અહેવાલો મુજબ ગુજરાતે આવા ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેનીયોર મેમોરેન્ડમ IEM મેળવવામાં પણ લીડ લીધી છે. ર૦૧પ થી ર૦૧૯ના વર્ષ દરમ્યાન આવા IEMમાં પાંચ ગણો વધારો થયો છે.
ગુજરાતે ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાં પણ ર૦૧૯-ર૦ના વર્ષમાં ર૪૦ ટકાનો વધારો મેળવીને વિક્રમ સ્થાપિત કર્યો છે. મુખ્યમંત્રી ના કુશાગ્ર નેતૃત્વ અને ત્વરિત નિર્ણાયકતાને પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ બન્યું છે તેમાં નીતિ આયોગ દ્વારા એક્ષપોર્ટ પ્રીપેર્ડનેસ ઇન્ડેક્ષમાં મળેલું આ પ્રથમ સ્થાન નવું બાળ પૂરશે.સર્વગ્રાહી વિકાસ યાત્રા દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતામાં આ રેન્કીંગ એક વધુ સિમાચિન્હ બન્યું છે.

Share:
Tags :
News Jamnagar

You may also like

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

ખેતીપ્રધાન રાષ્ટ્રમા ગુજરાતના કૃષીમંત્રીએ જણાવી ખુશખબર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક ર...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગાંધીનગર ખાતે પુનઃનિર્મિત ગાંધ...

સૌરાષ્ટ્રના ૬ હજારથી વધુ ધરતીપુત્રોને મળ્યો ઓફ ગ્રીડ સોલા...

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરત સ્થિત ગુજરાતના પ્રથ...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

બેટ દ્વારિકા પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્...

36માંથી 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત રાત્રિ કર્ફ્યૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach