મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અમેરીકન નાગરીકોની સાથે છેતરપીંડી કરતી ગેંગનું સૌરાષ્ટ્રમાં સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ કરતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar August 27, 2020
રાજકોટ
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુર્શીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન – ૧ શ્રી પ્રવિણકુમાર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન – ૨ મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ શહેર વિસ્તારમાં ગે.કા. પ્રવૃતી અટકાવવા સારુ સચોટ હકિકતો મેળવી રેઇડો કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે અમો પોલીસ ઇન્સ્પેકટર વી કે.ગઢવી ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ડી .સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.બી.ધાંધલ્યાની ટીમના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોસ્ટેબલ રાજેશભાઇ બાળા ,રઘુવીર સિંહ વાળા ,સિધ્ધરાજસિંહ જાડેજા તથા સુભાષભાઇ ઘોઘારીને ચોકકસ બાતમી હકીકત ના આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ ,રૈયા ટેલીફોન એક્ષચેન્જ નજીક આવેલ આલ્ફા પ્લસ કોમ્પલેક્ષમાં આઠમા માળે ઓફીસ ને ૮૦૪ / એ રાજકોટ ખાતેથી અમેરીકન નાગરીકોની સાથે છેતરપીંડી કરતી ગેંગ કોલ સેન્ટર પકડેલ હતું
પકડાયેલ આરોપીઓ ( ૧ ) ધીરેન ઉર્ફે ચીકુ જેઠાલાલ કાટુવા ઉ વ ૨૯ રહે .પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ રાજકોટ મુળ રહે .આર.સી. બેરેક ૨૩/૨૬ ચેમ્બર ઇન્સેન્સ હોસ્પીટલ પાસે મુંબઇ જે ધોરણ – ૧૨ પાસ સુધી ભણેલ છે .( ૨ ) સુમેર કિશોરભાઇ સોલંકી ઉ.વ ૨૪ રહે .પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ ,રાજકોટ મુળ રહે .આર.સી. બેરેક ૩૫ રૂમ નં .૩૧૫ ચેમ્બર કોલોની મુંબઇ જે અગાઉ રસીયા ,ગેબોન ,આરબ અમીરાત યુ.એ.ઇ.વર્કીગ વિઝા ઉપર ગયેલ છે .જે કોલસેન્ટરમાં કોલ રીસીવર તરીકે કામ કરે છે તેમજ અગાઉ બી પી ઓ માં કામ કરેલ છે .જેણે બી.એમ.એસ. નો અભ્યાસ કરેલ છે .( ૩ ) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રહે .પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ , રાજકોટ મુળ રહે .નાગાલેન્ડ દીમાપુર ડીસ્ટ્રીકટ ફોર્ટ માઇલ ધોરણ – ૧૦ સુધી અભ્યાસ કરેલ છે .જે અંગ્રેજી ભાષા સારી જાણે છે .( ૪ ) વિક્રમ ગોપાલભાઇ ગુટે ઉ.વ. ૨૬ રહે .પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ ,રાજકોટ મુળ રહે . મુંબઇ ચેમ્બર ૫૦૧ બિલ્ડીંગ નં . બીજ આદર્સ કો . ઓ . હા . સોસાયટી ન્યુ . આર.એન એ કોલોની વાસીનાકા ચેમ્બર મુંબઇ જે મેકેનીકલ ડીપ્લોમાં ડ્રોપ આઉટનો અભ્યાસ કરે છે . ( ૫ ) અતુલ પ્રદિપભાઇ ઇસ્ટવાલા ઉ.વ. ૨૩ રહે . પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ , રાજકોટ મુળ રહે . ૪૧ બી.ડી. ફલોર મીલ અંબાલા થાના સદર ( હરીયાણા ) જે બી એચ એમ . સુધી ભણેલ છે ( ૬ ) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રહે . પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ ,રાજકોટ મુળ રહે . ધીમાપુર નાગાલેન્ડ જે ધોરણ – ૧૦ નાપાસ સુધી ભણેલ છે . જે અંગ્રેજી ભાષા સારી જાણે છે .( ૭ ) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રહે . પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ , રાજકોટ મુળ રહે .ધીમાપુર નાગાલેન્ડ જે ધોરણ – ૧૦ નાપાસ સુધી ભણેલ છે .જે અંગ્રેજી ભાષા સારી જાણે છે .( ૮ ) ઇર્શાદ સુમનભાઇ અલી ઉ.વ. ૨૫ રહે . પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ ,રાજકોટ મુળ રહે . એચ એન ઓ . – ૭૦૫ ટોપ ફલોર વોર્ડ નં ૩ બાબાલીખીનાથ કુટી પાસે મેહરાઉલી સાઉથ દિલ્હી જે બી.એ. ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે .( ૯ ) દિપ્તી નારાયણ બીસ્ટ ઉ.વ. ૨૬ રહે .પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ , રાજકોટ મુળ રહે .મુંબઇ ખુશી એપાર્ટમેન્ટ વીંગ – ૨ રુમ નં . ૨૦૩ , વસઇ , એવરસાઇન નગરની બાજુમા મુળ વતન ૧૧/૧૦૭ શેફુલ સી.એચએસ .છત્રપતિ શિવાજી રાજે કોમ્પલેક્ષ એકતા નગર કાંદીવલી વેસ્ટ મુંબઇ મહારાષ્ટ્ર જે એસ.વાય.બી. કોમ .સુધી ભણેલ છે.અગાઉ કોલસેન્ટરમાં નોકરી કરેલ છે પકડવાના બાકી આરોપી દેવેન્દ્ર ઉર્ફે નેનો રહે . મુંબઇ જે હાજર મળી આવેલ નથી.અને આ કોલ સેન્ટરનો મુખ્ય સુત્રધાર છે .અને બે દિવસ પહેલા બોમ્બે ગણેશ વિસર્જન અર્થે ગયેલાની વિગત જણાય આવેલ છે.માનશે કરવાની પધ્ધતી આ કામના નહી પકડાયેલ આરોપી દેવેન્દ્ર ઉર્ફ નેનો અમેરીકન નાગરીકોના મોબાઇલ નંબર અને ડેટા તથા સ્ક્રીપ્ટ મેળવી મુખ્ય આરોપી ધીરેન ઉર્ફ ચીકુ કાટુવાને આપતો હતો અને ધીરેન કાટુવા ઓફીસના માસ્ટર લેપટોપ માથી બલ્ક વોઇસ મેસેઝ કરવાની VC Dialer વેબસાઇટનો ઉપયોગ કરી MYGTUP.COM// 8080 માથી દેવેન્દ્ર ઉર્ફે નેનોએ આપેલ મોબાઇલ નંબરોમાં એકી સાથે ૫ થી ૬ હજાર નંબરોમાં “ તમો ગેરકાયદેસર કામ કરતા હોય જેથી તમારો સોશ્યલ સીકયુરીટી નંબર ( s SN ) રદ થશે અને લોકલ પોલીસે અમોને આ ઇન્ફોર્મેશન આપેલ છે
અને તમારા ઉપર કેસ થાશે જો કેસ ન કરવો હોય અથવા વધુ વિગત જોતી હોય તો તમારા ફોન માથી એક ( ૧ ) ડાયલ કરવા સુચના અપાતી અને અમેરીકન નાગરીકો જો એક ( ૧ ) દબાવે તો તેનો કોલ સીધો EYEBEAM એપ્લીકેશનમાં આવતો અને પકડાયેલ આરોપીઓ અમેરીકન નાગરીક સાથે વાતચીત કરી અને કહેતા કે તમારુ સોશ્યલ સીકયુરીટી નંબર એકાઉન્ટ બ્લોક થશે તથા એરેસ્ટ વોરંટ નીકળશે અને તમારી ઉપર મની લોન્ડરીંગ ,ડ્રગ ટ્રાફીકીંગ ,થેફટ બાય ડીસ્કીશનનો ચાર્જ લાગશે તમને ત્રણ મહીનાની જેલ થશે પેનલ્ટી લાગશે અને ખોટા કેસ નંબર આપતા અને બીક બતાવી માનસીક ભય પેદા કરી અને આ કેસ માથી બચવું હોય તો વોલમાર્ટ તથા રાઇટએડના ગીફટ વાઉચર ખરીદ કરી તેનો ૧૬ આંકડાનો નંબર આપવાનો રહેશે અને અમેરીકન નાગરીક ૧૬ આંકડાનો ગીફટ વાઉચરનો નંબર આપે તે ગીફટ વાઉચર ૧૦૦ થી ૨૦૦ ડોલરનો પ્રોસેસ કરી વટાવી લેતા હતા અને આવી રીતે અનેક અમેરીકન નાગરીકો સાથે છેતરપીંડી કરી હજારો ડોલર છેતરપીંડીથી લઇ ગુન્હો કરેલ હોઈ તેમજ પકડાયેલ તમામ આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો ની વિગતવાર પુછપરછ કરી વધુ આરોપીઓ કોણ કોણ સંડોવાયેલ છે.
તેમજ આ લોકો કેટલા અમેરીકન નાગરીકો સાથે છેતરપીંડી કરેલ છે . તે બાબતે આગળની વધુ તપાસ અમો ચલાવી રહયા છીએ આ પકડાયેલ આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો અગાઉ પણ અલગ અલગ રાજયમાં કોલસેન્ટર ચલાવતા હતા અને એકાદ બે માસમાં સેન્ટર બદલી નાખતા હતા જે બાબતે ઉંડાણ પૂર્વક તપાસ કરવાથી આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું તે દીશામાં તપાસ કરવામા આવશે તેમજ સદરહુ કોલ સેન્ટરમાં અન્ય પણ કેટલા સભ્યોની સંડોવણી ખુલવાની શકયતા છે . તેમજ આરોપીઓના કોવીડ – ૧૯ ના ટેસ્ટ કરાવેલ હોય ટેસ્ટ રીપોર્ટ આવ્યેથી ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવશે . કજે કરેલ મુદામાલઃ ( ૧ ) કોમ્યુટર કુલ – ૧૦ કિ.રૂા . ૧,૫૦,૦૦૦ / ( ર ) લેપટોપ નંગ – ૨ કિ.રૂા . ૬૦,૦૦૦ / ( ૩ ) માઉસ નંગ -૧૦ કિ . રૂા . ૧,૦૦૦ / ( ૪ ) કી બોર્ડ નંગ -૧૦ કિ . રૂા . ૨,૦૦૦ / ( ૫ ) હેડ ફોન નંગ- ૭ કિ.રૂા . ૩,૫૦૦ / ( ૬ ) લેન કેબલ આશરે ૫૦ મીટર કિ.રૂ .૫૦૦ / ( ૭ ) વાઇફાઇ રાઉટર નંગ – ૦૩ કિ.રૂ .૩૦૦૦ / ( ૮ ) સ્વીચ બોર્ડ નંગ – ૩ કિ.રૂા .500 / ( ૯ ) મોબાઇલ ફોન નંગ- ૧૦ કિ.રૂા . ૮૩,૦૦૦ / જે કુલ મુદામાલ રૂ . ૩,૦૩,૬૦૦ / 3 કામગીરી કરનાર અધિકારી તથા સ્ટાફના નામઃ રાજકોટ શહેર ડી સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી . કે . ગઢવી , પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.બી , ધાંધલ્યા તથા પો.હે.કો. સુભાષભાઇ ઘોઘારી , રાજેશભાઇ બાળા , રઘુવીરસિંહ વાળા , સિધ્ધરાજસિંહ જાડેજા , પ્રદિપસિંહ જાડેજા , તથા પોલીસ કોન્સ્ટબલ શકિતસિંહ ગોહિલ તથા એ.સી.પી. કચેરીમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટબલ દેવરાજભાઇ કળોતરા ના ઓ ધ્વારા કામગીરી કરવા માં આવેલ હતી
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025