મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરી બજાર એસોસીયેશન સભ્યો દ્વારા જામનગર કમિશનર ને આવેદનપત્ર આપી કરી રજુઆત
News Jamnagar August 28, 2020
સોમવાર ,મંગળવાર ,ગુરૂવાર ,શુક્રવાર ,શનીવાર ગુજરી બજાર એસોસીયેશન સભ્યો દ્વારા જામનગર કમિશનર ને આવેદનપત્ર આપી કરી રજુઆત સંસદ સભ્ય પૂનમ બેન માડમ અને રાજ્યમંત્રી હકુભા જાડેજા અને જામ્યુકો કમિશનર ને આવેદનપત્ર આપ્યુ હતુ અને પુન ગુજરી બજાર ચાલુ કરવામાં આવે તેવી રજુઆત કોપરેટર રચનાબેન માડમ ને સાથે રાખી કરવામાં આવી હતી તા.25.8.ના રોજ
જામનગર શહેરમાં જુદા -જુદા વિસ્તારોમાં ગુજરી બજાર ભરાતી અને ગરીબ મધ્યમવર્ગીય લોકોને રોજીરોટી પુરી પાડતી સોમવાર , મંગળવાર , ગુરૂવાર , શુક્રવાર , શનીવાર ગુજરી બજાર પહેલાની જેમ પુનઃ શરૂ કાર્યરત ધમધમતી કરવા બાબત હાલ સમગ્ર દેશમાં તથા ગુજરાત રાજયમાં તથા જામનગર શહેરમાં કોરોના મહામારી ( કોવીડ – ૧૯ ) ના કારણ સબબ લોકડાઉનના નિયમો તેમજ સરકારશ્રીની ગાઈડ લાઈન્સ તથા જીલ્લા કલેકટરશ્રીના જાહેરનામાં અન્વયે જુદા – જુદા કામધંધા તથા બજારો બંધ રાખવાના આદેશ આપવામાં આવેલ હોય અને છેલ્લા પાંચ માસ જેટલા સમયગાળા થી જામનગર શહેરમાં જુદા – જુદા વિસ્તારોમાં ભરાતી અને ગરીબ મધ્યમવર્ગીય લોકોને આજીવીકા પુરી પાડતી સોમવાર ,મંગળવાર ,ગુરૂવાર શુક્રવાર ,શનીવાર ગુજરી બજાર બંધ હોય અને આ તમામે તમામ બજારોમાં ૪૦૦ થી ૫૦૦ લોકોની રોજગાર સમાયેલ હોય તેમજ તેઓના પરિવારવાળાઓની રોજી રોટી ચાલતી હોય તેવામાં છેલ્લા પાંચ માસ જેટલા સમયગાળાથી આ તમામે તમામ બજારો બંધ હોય જેથી કરીને ગરીબ મધ્યમવર્ગીય રેકડી | પથ્થારાવાળાઓની હાલત કફોડી બનેલ છે અને ૪૦૦ થી ૫૦૦ રેકડી | પથારાવાળાઓ બેરોજગાર બનેલ છે . હાલ ૪૦૦ થી ૫૦૦ રેકડી / પથારાવાળાઓ બેરોજગાર બનેલા છે અને પોતે અન્ય કોઇ હુન્નર કે કામકાજ જાણતા ના હોય તેમજ વર્ષોથી એકને એક ગુજરી બજારમાં રેકડી / પથારા રાખી જુદી – જુદી ચીજ વસ્તુઓ રાખી વેંચાણ કરી રોજગાર ચલાવતા હોય તેઓની હાલત કફોડી બનેલ છે.
ગુજરાત રાજયમાં તથા જામનગર શહેરમાં સરકારશ્રીના દિશાનિર્દેશ મુજબ મોટા ભાગના કામ ધંધા તથા ઉદ્યોગો તથા માર્કેટ એસોસીયેશનો ચાલુ થઇ ગયેલા છે અને હાલ મોટાભાગના લોકોની આજીવીકા ચાલુ થઇ ગયેલ છે . પરંતુ છેલ્લા પાંચ માસના સમયગાળાથી જામનગર શહેરમાં જુદા – જુદા વિસ્તારોમાં જે ગુજરી બજાર ભરાય છે અને ૪૦૦ થી ૫૦૦ જેટલા રેકડી / પથ્થારાવાળાઓ આત્મનિર્ભર રીતે પોતાનું કામ ધંધો કરે છે તેઓ ગુજરી બજાર ચાલન થતા તેઓની પરિસ્થિતી ગંભીર બનેલ છે.
જામનગર શહેરમાં જુદા – જુદા વિસ્તારોમાં જે ગુજરી બજાર ભરાય છે જે ચાલુ કરાવમાં આવશે તો અમારા દ્વારા નિયમોનું સંપુર્ણ પાલન કરવામાં આવશે તેમજ મોઢા ઉપર માસ્ક પહેરવું તથા દરેક રેકડી પથારાવાળાઓ સેનીટાઇઝરનો ફરજીયાત ઉપયોગ કરશે અને પોતાની પાસે રાખશેજેની બાંહેધરી આપવામાં આવે છે .તેમજ રેકડી પથારાઓ વચ્ચે યોગ્ય ડિસ્ટન્સ મેઇનટેઇન કરવામાં આવશે તેમજ ખોટી ભીડ અને ગીરદી કરવા દેવામાં આવશે નહી તેની બાંહેધરી એસોસિએશન દ્વારા લેવા આવી છે
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024