મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ અટકાવવા માટે સ્ટુડન્ટ યુનિયન દ્વારા અપાયું આવેદનપત્ર જામનગર કલેકટરને
News Jamnagar August 28, 2020
જામનગર
જામનગર.ખાનગી યુનિવર્સીટીઓને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ શરુ કરવા આપેલી મંજૂરી રદ્દ કરવા બાબત માનનીય સાહેબશ્રી આપશ્રી સુવિદિત છો કે ભારત કૃષિ પ્રધાન દેશ છે એટલે જ કોરોના જેવી મહામારી અને કટોકટીના સમયમાં પણ આપણા દેશના ખેડૂતો દરેક નાગરિકને અનાજ ,દૂધ.શાકભાજી અને ખોરાકની જરૂરિયાતો પહોંચી વળવામાં સક્ષમ બનેલ છે .
પરંતુ જે મહાનુભાવો વૈજ્ઞાનિકો,કૃષિ સંસ્થાઓ અને તેને સંલગ્ન કર્મચારીની ઉત્કૃષ્ટ કામગીરી માટે ગર્વથી કૃષિ ક્રાંતિ અને બીજા ઘણાં કૃષિ બદલાવ અને સિદ્ધિઓ ના સાક્ષી બન્યા હતા આજે એજ મહાનુભાવો કૃષિ શિક્ષણ ના ખાનગીકરણ ની મંજૂરીની તરફેણમાં ગુજરાત રાજ્ય કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના પત્ર ક્રમાંક ગકવ – ૨૦૧૫૧૬ – ગ ૦૧-૧૧ – ક – રાપાર્ટ ૩ ) અને જજ કય – ૧૩૨૦૧૯૯૭૦૯ – ક – ર ( પાર્ટ ૧ ) તા .૨૪ / ૦૭ / ૨૦૨૦ ને જારી કરેલ છે , તે વિષે જાણીને ખુબ જ દુઃખની લાગણી અનુભવી રહયા છે . રાજ્યમાં હાલની તારીખે રાજ્ય સરકાર હસ્તકની કુલ ચાર કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે
જેના અંતર્ગત અગિયાર કૉલેજો કૃષિ સ્નાતકનું શિક્ષણ આપી રહેલ છે અને કૃષિ સંલગ્ન સ્નાતક , અનુસ્નાતક અને ડિપ્લોમાનું શિક્ષણ આપતી અન્ય કૉલેજો / સંસ્થાઓ પણ કાર્યરત છે .જે પોતાનું કાર્ય ખુબ જ સરાહનીય રીત કરી રહી છે .આવી ઉત્કૃષ્ટ કામગીરી બદલ જ ગયા વર્ષે કૃષિ યુનિવવર્સિટીઓને યુનિ .રેન્કિ માં પણ સ્થાન મળેલ હતું આ ચાર કૃષિ યુનિવર્સિટીઓમાંથી દર વર્ષે ૯૦૦-૧૦૦૦ કૃષિ સ્નાતકો , ૩૫૦-૪૦૦ અનુસ્નાતકો .૨૦૦-૨૫૦ કૃષિ ડિપ્લોમા અને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમના બીજા ૧૦૦૦ થી વધુ સ્નાતકો દર વર્ષે બહાર પડે છે અથવા અભ્યાસ પૂરો કરે છે .આ સંખ્યા રાજ્યની કૃષિ તજજ્ઞોની જરૂરિયાત ને પહોંચી વળવા માટે પૂરતી જ નહીં પરંતુ જરૂરિયાતથી પણ વધારે માત્રામાં છે . તો આ સંજોગોમાં ખાનગી કૉલેજો હસ્તક કૃષિ શિક્ષણને મંજૂરી આપવાની ની શું જરૂરિયાત તે કોઈ રીતે સમજાતું નથી . ખાનગી ક્ષેત્રે કૃષિ શિક્ષણ લઈ જવાથી એક પછી એક નવ નવી કોલેજો અને યુનિવર્સિટીઓ ખોલવા માટે સરકારશ્રી પાસે ગેરકાનૂની રીતે મંજૂરી મેળવવા પ્રયત્નો થશે અને વિદ્યાર્થીઓની સંખ્યા પર કોઈ અંકુશ ના રહેતાં કૃષિ ક્ષેત્રે પણ બેકારી તથા ગુણવત્તા વિનાના શિક્ષણથી ડિગ્રી મેળવેલ સ્નાતકોની ભરમાર ઊભી થવાથી રાજ્યની કૃષિને અને તેના વિકાસ દરને કેટલી હદે નુકસાન થશે તે બાબતે બિલકુલ આંખ આડા કાન કરીને માત્ર ખાનગી કોલેજો યુનિવર્સિટીઓના હિતને જ નજર સમક્ષ રાખીને કૃષિ શિક્ષણ અને રાજ્યના ખેડૂતોનું હિત જોખમાય તેવો આ કાળો નિર્ણય લેવાયો હોવાનું સ્પષ્ટ તરી આવે છે .કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના અગ્રસચિવ દ્વારા જે પ્રમાણે સૌપ્રથમ તો એક કમિટી પર બીજી કમિટી બનાવી અને અગાઉથી જ નક્કી કરેલ હોય તે મુજબખાનગી યુનિવર્સિટીઓની માંગણીને સંતોષી શકાય તે મુજબના અનુકૂળ રિપોર્ટ તૈયાર કરાવાયા.વિસ્તૃત અભ્યાસ કરીને નિષ્ણાતોની કમિટી દ્વારા જે યોગ્ય અહેવાલ રજૂ કરેલ હોય તેને અભરાઈએ ચડાવીને ટૂંકા જ ગાળામાં કોઈ પણ કૃષિ શિક્ષણના નિષ્ણાત ના હોય તેવા ખૂબ જ ઓછી સંખ્યામાં વહીવટી અમલદારોની કમિટી બનાવીને ચોક્કસ પ્રકારના બદઇરાદાથી ખાનગી કૃષિ કૉલેજોની મંજૂરીનો માર્ગ મોકળા કરવા માટેની કૃષિ સમાજને અન્યાયકર્તા કામગીરી કરીને ખેડૂતોના હિતનું રક્ષણ ના કરવાનું રાજ્ય સરકારશ્રીના કૃષિ મંત્રાલય દ્વારા હિચકારું કૃત્ય કરવામાં આવ્યું હોવાની અમો સૌ ગંભીરતાપૂર્વકની લાગણી અનુભવી રહ્યા છીએ
કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની યુનિવર્સિટી કૉલેજો ખાતે ગેરહાજરી નો યોગ્ય સમય જોઈ કૃષિના અગ્રસચિવશ્રીએ પોતાની વયનિવૃત્તિના એક અઠવાડિયા પહેલા જ મંજૂરી આપી દેવાની જે શંકાસ્પદ કામગીરી કરેલ છે તેને સંપૂર્ણ વિદ્યાર્થી આલમ સખત રીતે વખોડી કાઢે છે અને ખેડૂતોના હિતની વિરુદ્ધ કામ કરતો આવા અધિકારી સામે એક તટસ્થ અને નિષ્પક્ષ કમિટી બનાવી આ મંજૂરીની પ્રક્રિયાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જે તે અધિકારીશ્રી ના તમામ નિવૃતિ લાભને સ્થગિત કરવામાં આવે . આવા અધિકારી ભ્રષ્ટ સાબિત થયેથી તેમની સામે યોગ્ય શિક્ષાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થી આલમ મજબૂતાઈથી માંગણી કરે છે . સમગ્ર રીતે આ મુદ્દાને સરકારશ્રી ગંભીરતાથી લે અને તે માટે ત્વરિત કરવામાં આવે તેવી યોગ્ય તટસ્થ અને નિષ્પક્ષ તપાસની અમો માંગ કરીએ છીએ સરકારશ્રી નો આ નિર્ણય કૃષિ શિક્ષણ સંશોધન અને વિસ્તરણની ગુણવત્તાની દ્રષ્ટિએ ખુબ જ ઘાતક સાબિત થશે કારણ કે ખાનગી કૉલેજ કે યુનિવર્સીટી ક્યારેય સરકારી યુનિવર્સીટીની તુલનાએ નહિ આવી શકે .આ ખાનગી કૉલેજો / યુનિવર્સીટીઓ પાસે કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ ચલાવવા માટે પૂરતો અને લાયકાત ધરાવતો ( ICAR ના ધારાધોરણ અને જરૂરિયાત મુજબનો સ્ટાફ , કૉલેજ બિલ્ડીંગ , ખેતીના પ્રયોગ માટે જમીન પણ નથી . જયારે તેની સામે સરકારી યુનિવર્સીટી ખેડૂત અને સમાજની સેવા માં કોઈ પણ નફાખોરી કે લાલચ વગર કેટલાય દાયકાઓની કાર્યશૈલી નો બહોળો અનુભવ ધરાવે છે જયારે તેની સામે ખાનગી સંસ્થા માત્ર સમયની માંગ અનુસારની અભ્યાસક્રમો ચાલુ કરી સમાજ ની ભોળી પ્રજા પાસેથી ઊંચી ફી વસૂલી ધંધો કરવાનું જ જાણે છે.સરકાર જો ખેડૂતોની સમસ્યા દૂર કરવાનો હેતુ ધરાવતી હોય તો રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સીટીની અગિયાર કૉલેજો કાર્યરત છે , જેમાં સીટોનો વધારો કરી શકે ,જેના માટે જે તે કૉલેજ અને યુનિવર્સીટી પણ સક્ષમતા ધરાવે છે અને તેનાથી શિક્ષણની ગુણવત્તા બગાડવાની ભીતિ પણ રહેશે નહિ અમે રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ રાજ્ય સરકારને ખેડૂતોના હિતને અન્યાયક આ નિર્ણયને રદ કરવાની માંગણી અને વિનંતી કરીએ છીએ .અન્યથા રાજ્યની સરકારી કૃષિ યુનિવર્સિટીઓના તમામ વિદ્યાર્થીઓ કે જેમાંથી મહત્તમ ખેડૂતપુત્રો છે તે સૌ પોતાના ગામ ગામના ખેડૂતો સગાવ્હાલા અને ખેડૂતોને આ મુદ્દા થી વાકેફ કરી અને આવનાર સમયમાં આ મુદ્દા ઉપર સરકારનો વિરોધ કરીશુ સરકાર ભ્રષ્ટાચાર વિરોધી નીતિની ખૂબ વાતો કરે છે પરંતુ તેનાથી વિપરીત લેવામાં આવેલ આ ભ્રષ્ટ નિર્ણયનો અમે ખુબજ વિરોધ કરીશું અને તેને દૂર કરવા તમામ પ્રયાસો કરીશું અને દૂર કરાવીને જ જંપીશું તેવો વિશ્વાસ વ્યક્ત કરી છીએ . તેથી અમારી સૌની આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે કે આ નિર્ણયને કાયમી ધોરણે પરત ખેંચી ખેડૂતોના હિતને સાચવવા માટે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી તેવી આગ્રહભરી વિનંતી કરવામાં આવી હતી
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024