મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેશ વિદેશ માં પ્રખ્યાત જામનગર શહેરમાં બનતા તાજીયા ના ઝુલુસઆ વર્ષ નહિ નીકળે સાદગીપૂર્ણ ઉજવવામાં આવશે માહે મોહરર્મ .તાજીયા સંચાલકો ..
News Jamnagar August 29, 2020
જામનગર
અહેવાલ. અકબર બક્ષી
વીડિયો સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજ ની મુલાકાત લીઓ
દેશ અને વિદેશ માં હજરત ઇમામ હુશેન ની યાદ માં તેમના રોઝા ના દીદાર (દર્શન)માટે અલગ અલગ જગ્યાએ કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે
જામનગર શહેર અને જીલ્લામાં તાજીયા બનવા ની વર્ષો પહેલા શરૂઆત થઈ હતી જામનગર માં બનતા કલાત્મક તાજિયા દેશના અને વિદેશમાં પ્રખ્યાત છે દેશ અને વિદેશ માં વસતા લોકો પણ જામનગર શહેર માં બનતા તાજીયાના દર્શન માટે દર વર્ષ હજારો લોકો આવતા હોઈ છે
જામનગર મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઈમામ હુશેન સાહેબની યાદમાં મહોર્રમ માસમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે ત્યારે જામનગરમાં અલગ અલગ વિસ્તારમાં કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે એક એક તાજિયા માટે અંદાજે દોઢથી બેલાખનો ખર્ચ થતો હોઈ છે અને યુવાનો દિવસ રાત જોયા વગર છેલ્લા દોઢેક માસથી તાજીયા બનાવાની તૈયારી કરતા હોય છે જામનગર શહેર માં પરવાના વાળા તાજીયા કુલ 29 છે અને હાજરો ની સંખ્યામાં બીજા મુસ્લિમ સમાજ ના યુવાનો દ્વારા કલાત્મક તાજીયા બનાવમાં આવે છે
મુખ્યત્વે તાજીયા માં લાકડું અને થર્મોકલ નો ઉપયોગ થતો હોય છે તાજીયા ની ડિઝાઇન માટે બાદ માં તેમાં અલગ અલગ કલર નો ઉપયોગ કરવામાં આવે છે તાજીયા ને લાઇટિંગ કામ માટે હાલ માં એલ .ઇ.ડી.બલ્બ અને સીરિઝ થી સુશોભિત કરવામાં આવે છે
તાજીયા સંચાલકો દ્વારા સતત એક થી દોઢ મહિના ની જહેમત થી તાજીયા નું કામ પુન થતું હોય છે તાજીયા નું આખરી ઓપ આપી ગઇરાત્રે કામ પુન કરવામાં આવ્યું શનિવારે સાંજે 5.30.વાગે ની આસપાસ તાજીયા ને સંચાલકો દ્વારા ઇસ્લામિક વિધિ કરી મન્નત પુન કરી દુવા સલામ કરશે.આ વર્ષે કોરોના મહામારી ને ચાલતા તાજીયા સંચાલકો દ્વારા સરકારી નિયમો અનુસાર પોતાના ઈમામખાના માં માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ નું ચુસ્તપણે પાલન સાથે કામ કરી ને તાજીયા બનાવવામાં આવ્યા છે
દર વર્ષે ની જેમ આ વર્ષ તાજીયા નું ઝુલુસ નહિ નીકળે તાજીયા જામનગર માં દર વર્ષે ચાંદી બજાર. દિપક ટોકીઝ .દરબારગઢ માંડવી ટાવર અને બેડી વિસ્તાર ના તાજીયા બેડી વિસ્તાર માં ઝુલુસ સ્વરૂપે ફેરવતા હતા જે આ વર્ષ કોરોના મહામારી ને લઈ ને તાજીયા પોતના ઇમામખાના માં જ રહેશે .અને ઇસ્લામિક વિધિ કરવામાં આવશે તેવું જામનગર શહેર ના પરવાનેદાર તાજીયા સંચાલકો એ નક્કી કરેલ છે અને લોકો ને પણ અપીલ કરવામાં આવી છે કે દર્શન માટે આવતા આસપાસના લોકોએ ભીડભાડ કરવી નહીં અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી ને સરકાર અને તાજીયા સંચાલકો અને પોલીસ પ્રસાનન ને સંપૂણ સાથ સહકાર આપવો
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024