મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બેઠા તાજીયા તાજીયાના ઝુલુસ નહિ નીકળેલ સાદગીપુણ કરવામાં આવી મહોર્રમની ઉજવણી.
News Jamnagar August 31, 2020
જામનગર
અહેવાલ. અકબર બક્ષી
જામનગર તા .31 આશરે ૧૪૦૦ વર્ષ પહેલા કરબલાનું યુધ્ધ થયું હતું .આ યુધ્ધમાં અસત્ય સામે સત્યની લડાઈમાં ઈસ્લામના પયગમ્બર મોહંમદ ( સ.અ.વ. ) ના નવાસા ઈમામ હશન અને ઇમામ હુશેન અને તેમના ૭૨ સાથીદારોને યજીદીઓ દ્વારા શહીદ કરવામાં આવ્યા હતાં .તેમની યાદમાં દર વર્ષે ઈમામ હુશેનની કુરબાનીને યાદ કરી મોહરમ તહેવારની ગમગીન સાથે ઉજવણી કરવામાં આવે છે .દર વર્ષ જામનગર શહેરના બેડી દરબારગઢ.દિપક ટોકીઝ. ચાંદીબજાર. સહિતના વિસ્તારોમાં વિખ્યાત કલાત્મક તાજીયા નિકળતા હોય છે .આ તાજીયાઓને જોવા વિશાળ માનવમેદની દેશ વિદેશમાં થી પણ એકઠી થતી હોય છે .પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે ઝુલુસ સહિતના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવેલા અને ઈતિહાસમાં પ્રથમ વખત જુલુસ કાઢ્યા વગર જ સંચાલકો દ્વારા નિર્ણય લઈ ને પોતાના માતમમાં બેઠા તાજીયા રાખી મહોરમ પર્વ મનાવ્યું
જામનગરમાં મોહરમ ની વર્ષો જૂની પરંપરા જાળવી રાખવા માટે જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં તાજિયા કમિટી દ્વારા હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને બે થી ત્રણ મહિનાની અથાગ મહેનતથી બેનમૂન અને કલાત્મક અને રંગબેરંગી તેમજ લાઇટિંગ વાળા તાજીયા બનાવ્યા છે અને ખાસ કરીને આ તાજીયાના જુલુસ નહિ કાઢી માત્ર ઇમામ ખાના અને માતમ ખાતે જ તાજીયાઓને રાખી પારંપરિક વિધિ પૂર્ણ કરી ખુબ જ સાદગીથી મહોરમની ઉજવણી કરવામાં આવી છે. જ્યારે તાજીયાના દર્શન અને સલામ કરવા આવતા હિન્દુ મુસ્લિમ લોકો પણ સોશિયલ ડિસ્ટનસ અને માસ્કની તકેદારી સાથે તાજીયા નિહાળવા આવ્યા હતા. રાજ્ય સરકારની કોરોનાની તમામ ગાઈડલાઈનને અનુસરીને જામનગરમાં પ્રથમ વખત વિશ્વ કક્ષાની ઉજવણી ને ઝાંખપ લાગી હોય તેમ અને લાખોની જનમેદની આવતી હોય તેમ છતાં આ વર્ષે ખૂબ જ સાદગીથી જામનગર માં મોહરમની ઉજવણી કરવામાં આવી.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024