મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત રાજયના અધિક મુખ્ય સચિવ મહેસુલ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
News Jamnagar September 03, 2020
જામનગર
કોવિડ-૧૯ ની જામનગર જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરતા અધિક મુખ્ય સચિવશ્રી તથા પ્રભારી સચિવશ્રી જામનગર
જામનગર તા.૦૨ સપ્ટેમ્બર,જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી મહેસુલ પંકજકુમાર તથા જામનગરના પ્રભારી સચિવ અને રાજ્યના પશુપાલન વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.જયાં તેમણે સમીક્ષા બેઠક યોજી હતી.
અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લાના વહીવટી અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, જિલ્લાની કોવિડ પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી અને સંક્રમણને અટકાવવા માટે અધિકારીઓ સાથે માઈક્રો પ્લાનિંગ અને ડીટેલ એનાલીસીસ કર્યું હતું. ત્યારબાદ અધિક મુખ્ય સચિવશ્રી તેમજ પ્રભારી સચિવશ્રીએ કોવિડ હોસ્પિટલ -ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હોસ્પિટલની વ્યવસ્થાઓ નિહાળી આવશ્યક સૂચનો કર્યા હતા તેમજ તબીબી સ્ટાફ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં કલેકટર રવિશંકર,કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપીન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા ,કોરોના નોડલ ડોકટર એસ.એસ.ચેટરજી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા,જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર વગેરે અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024