મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જીએસએફસી (સિક્કા યુનિટ) દ્વારા એમોનિયા લોડિંગ સ્ટેશન પર એમોનિયા લીકેજની મોકડ્રીલ યોજાઇ હતી
News Jamnagar September 04, 2020
જામનગર
જામનગર તા.૦૪ સપ્ટેમ્બર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા તેના સિક્કા યુનિટ, મોટી ખાવડી ખાતેના એમોનિયા લોડિંગ સ્ટેશન પર તા. ૨૯-૦૮-૨૦૨૦, શનિવારના રોજ એમોનિયા લીકેજની મોકડ્રીલનું આયોજન કરાયું હતું.
ગુજરાત સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડાયરેક્ટરશ્રી પી.એમ. શાહના માર્ગદર્શન મુજબ સિક્કા યુનિટમાં યોજાયેલી આ મોકડ્રીલમાં એમોનિયા ટેન્કર ભરતી વખતે લીકેજ થયું હોવાનો તાદૃશ સિનારિયો ઊભો કરીને સેફ્ટી પેરામીટર્સના પાલન દ્વારા કઇ રીતે સફળતાપૂર્વક લીકેજને બંધ કરી દેવામાં આવે છે તેનું નિર્દેશન કરાયું હતું.
જામનગર ખાતેના ડેપ્યુટી ડાયરેક્ટર,સેફ્ટી એન્ડ હેલ્થ ડી.આર.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલ વખતે ડેપ્યુટી ડાયરેક્ટર,સેફ્ટી એન્ડ હેલ્થ શ્રી બી.એસ.પટેલ તથા આસિ.ડાયરેક્ટર,સેફ્ટી એન્ડ હેલ્થ શ્રી એમ.આર.ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મોકડ્રીલમાં જીએસએફસીના વાઇસ પ્રેસિડેન્ટ સી.કે.મહેતાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જીએસએફસી ફાયર સેફ્ટી, પ્રોડક્શન અને અન્ય વિભાગોના કર્મચારીઓએ ખંતપૂર્વક કામગીરી કરીને આ મોકડ્રીલને સફળ બનાવી હતી.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024