મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મોર્નિંગ વોક માટે રણમલ તળાવ ખુલ્લો મુકાયો શહેરીજનોમાં હર્ષની લાગણી ફેલાઈ
News Jamnagar September 04, 2020
જામનગર
અહેવાલ. સબીર દલ
જામનગરની શાન સમા અને મોર્નિંગ વોક માટે શહેરીજનોની પહેલી પસંદ એવા રણમલ તળાવ આજથી સમય મર્યાદા સાથે શરૂ થતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. મોર્નિંગ વોક માટે રણમલ તળાવ ખુલ્લો મુકવાના નિર્ણયને શહેરીજનોએ આવકાર્યો હતો.
જામનગર મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રમણલ તળાવ બ્યુટીફિકેશન લોકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પરંતુ કોરોના ના કપરા સમયમાં આ બ્યુટીફીકેશન પાર્ક ગત 21 માર્ચ થી લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે અનલોક-4 ના પ્રારંભિક તબક્કામાં અપાયેલી છૂટછાટો ને ધ્યાને લઇ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આજથી સવારે પાંચથી નવ વાગ્યા સુધી રણમલ તળાવ મોર્નિંગ વોક માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. રણમલ તળાવ મોર્નિંગ વોક માટે ખુલ્લું મૂકવામાં આવતા શહેરીજનોમાં ખુશીની લાગણી પ્રસરી છે. આજે આજે રણમલ તળાવ ખાતે મોટી સંખ્યામાં શહેરીજનો મોર્નિંગ કરતા નજરે પડ્યા હતા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 45 કરોડના ખર્ચે રણમલ તળાવ બ્યુટીફિકેશન તૈયાર કરવામાં આવ્યો હતો. શહેરીજનો માટે આ નવું નજરાણું આકર્ષણનું કેન્દ્ર બનાવવાની સાથે શહેરના યુવા વર્ગ, વયોવૃદ્ધ લોકો માટે સવારે અને સાંજે વોકિંગ કરવા માટે ખૂબ જ સરળ બન્યું હતું દિનપ્રતિદિન તળાવ બ્યુટીફિકેશન માં મોર્નિંગ વોક કરનારાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો હતો.
દરમિયાન કોરોના નો કપરો સમય શરૂ થતાની સાથે એટલે કે ગત ૨૧ માર્ચથી મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે ખૂબ જ લોક ઉપયોગી બનેલ રણમલ તળાવ બ્યુટીફીશન પાર્ક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો . આ અરસામાં અનલોક 4નો પ્રારંભ થતા કેન્દ્ર સરકાર અને રાજય સરકારના નિયમોને આધીન રહી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રણમલ તળાવ બ્યુટીફીકેશન પાર્કને ખુલ્લો મુકવામા આવ્યું છે. જામ્યુકોના સતાધીશોની મળેલી સંકલન સમિતિની બેઠકમાં પણ આ મુદે વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સુભાષ જોશી દ્વારા રણમલ તળાવ બ્યુટીફક્શન પુનઃ લોકો માટે ખુલ્લુ મુકવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી અને આ દરખાસતને સ્ટેન્ડીંગ કમીટીના તમામ સભ્યોએ સર્વાનુમતે મંજુર કરી હતી . જેના પગલે જામનગરના રણમલતળાવ બ્યુટીફશન પાર્કને આજથી દરરોજ સવારે ૫ થી ૯ વાગ્યા સુધી ખુલ્લો મુકવામા આવ્યો છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024