મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં ઘુસેલ ચાર આતંકવાદીઓને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar September 08, 2020
જામનગર
ગુજરાત રાજયના ડી.જી.પી.સાહેબ સમગ્ર ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી અને શાંતીપુર્ણ માહોલ બની રહે તે માટે તેમજ અગાઉ દુશ્મન દેશના ભારત વિરોધી તત્વો દ્વારા દરીયાઈ રસ્તે ઘુસણખોરી કરી આતંકવાદી હુમલો કરેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાની દરિયાઇ સુરક્ષાની ચકાસણી કરવા અને વધુ સુદઢ બનાવવા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી મેડમ જામનગર નાઓએ સુચના આપેલ જે અનુસંધાને માર્ગદર્શન મુજબ ક્રુણાલ દેસાઈ સા.જામનગર ગ્રામ્ય વિભાગ નાઓના સુપરવિઝન હેઠળ મોકડીલ ગોઠવવામાં આવેલ હતી
જેમાં કે.એલ.ગાધે પોલીસ ઈન્સપેકટર એસ.ઓ.જી.તથા વી.કે.ગઢવી પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.ઓ.જી.તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા એલ.સી.બી. તથા સેન્ટ્રલ આઈ.બી.તથા સ્ટેટ આઈ.બી. જામનગર અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ નાઓ સામેલ હતા.
આ મોકડ્રીલ દરમ્યાન એસ.ઓ.જી,ને ખાનગી ઇનપુટ મળેલ કે જામનગર જીલ્લામાં આંતકવાદીઓ ધુસણખોરી કરી જામનગરની સૌથી મોટી જી.જી.હોસ્પીટલને બોબ્મથી ઉડાવી અને ભારત સરકારને એવો સંદેશો આપવા માગતા હતા કે ભારત દેશમાં કોઈ સુરક્ષીત નથી.જે ખાનગી ઇનપુટ આધારે સમગ્ર જીલ્લામાં હાઇએલર્ટ જાહેર કરી સીકકા પાસે દરીયામાંથી બેઆતંકવાદીઓ લેન્ડીંગ કરી તથા જોડીયાના બાલાચડી વિસ્તારમાં બેઆતંવાદીઓ બોટ દ્વારા લેન્ડીંગ કરી રોડ રસ્તે આવતા હોય જે અનુસંધાને સીકકા બાજુથી રોડ રસ્તે ઘુસણ ખોરી કરેલા બેઆતંકવાદીઓને સમર્પણ સર્કલ પાસે કોર્ડન કરી હથિયાર તથા આર.ડી.એસ. બોમ્બ સાથે પકડી પાડી તેમજ બીજા બે આંતકવાદીઓને ટાઉનહોલ પાસે કોર્ડન કરી પકડી પાડેલ હતા.
અને આ સમગ્ર મોકડ્રીલ દરમ્યાન કોઇ અનિચ્છનિય બનાવ બનવા પામેલ નથી.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024