મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કુટુંબના મુખ્ય કમાઉ વ્યકિતના મૃત્યુ બાદ સંકટ મોચન બનશે સરકાર પરિવારની સહાયક બનશે રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) યોજના
News Jamnagar September 16, 2020
જામનગર તા.14 સપ્ટેમ્બર, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટમોચન યોજના)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનામાં ગરીબી રેખા નીચે જીવતા ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા કાર્ડધારક કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી/પુરુષ)નું કુદરતી રીતે અથવા અકસ્માતમાં મૃત્યુ થાય તથા મૃત્યુ પામનાર પુરુષ/સ્ત્રીની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોય તો કેન્દ્ર સરકાર દ્વારા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦ની સહાય ડીબીટી મારફત મળવાપાત્ર છે. આ માટે કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી/પુરુષ)ના મૃત્યુ થયાનાં બે વર્ષની અંદર અરજી કરવાની રહેશે. જામનગર જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર અથવા સમાજ સુરક્ષા શાખા (મામલતદાર કચેરી ખાતે કાર્યરત)નો સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023