મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ધ્રોલ ટાઉનમાં ફાયરીંગ કરી ખુન નીપજાવવાના ગુન્હામાં નાસતા ફરતા મુખ્ય સુત્રધાર સહીત બે ઇસમોને ત્રણ પીસ્ટલ સાથે પકડી પાડતી રાજકોટ રેન્જ / જામનગર એલ.સી.બી
News Jamnagar September 18, 2020
જામનગર
ફરીયાદી જયદિપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે.ધ્રોલ વાળાએ ફરીયાદ જાહેર કરેલ જેમાં તા.૦૬/૦૩/૨૦૨૦ ના બપોરના સમયે ધ્રોલ ત્રીકોણબાગ પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જદુવીરસિંહ જાડેજા રહે.ધ્રોલ ગાયત્રીનગર વાળા સાથે દિવ્યરાજસિંહ ની પજેરો ગાડીમાં બેસવા જતા તે દરમ્યાન સ્વીફટ કાર નં.જીજે.૦૩.જેઆર.૮૨૧૮ માં આવેલ અનિરૂધ્ધસિંહ સોઢા તથા મુસ્તાક પઠાણ તથા બે અજાણ્યા ઇસમો એ આવી દિવ્યરાજસિંહ ઉપર ફાયરીંગ કરી ઇજા કરી ખુન કરી નાશી ગયેલ આ બનાવ મરણ જનાર દિવ્યરાજસિંહ તથા આરોપી અનિરૂધ્ધસિંહ સોઢા ને પડધરી ટોલનાકે વાહન પસાર કરવા બાબતે અગાઉ તકરાર થયેલ હોય. જે બનાવ અનુસંધાને આરોપીઓએ કાવત્રુ રચી ગુન્હાને અંજામ આપેલ હતો. જે અંગે ધ્રોલ પો.સ્ટે. ગુ.ર.નં.૮૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૦૨,૧૨૦(બી) તથા આર્મ્સ એકટ ૨૫(૧-બી)એ,૨૯ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હતો આ ગુન્હામાં આરોપીઓ (૧) અનિરૂધ્ધસિંહ સોઢા રહે.જામનગર (૨) મુસ્તાક રફીક પઠાણ (૩) અજીતભાઇ વીરપાલસિંગ ઠાકુર (૪) અખીલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુર ને અટક કરવામાં આવેલ હતા.અને તપાસ દરમ્યાન તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ.અને આ ગુન્હાનો મુખ્ય સુત્રધાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા તથા તેમના સાગરીત નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા રહે.બન્ને હાડાટોડા તા.ધ્રોલ જી.જામનગર ફરાર હતા.
આ ગુન્હાનો મુખ્ય સુત્રધાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા તથા તેમના સાગરીત નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા રહે.બન્ને હાડાટોડા તા.ધ્રોલ જી.જામનગર વાળા ફરાર હોય જેથી તેમના વિરૂધ્ધ નામદાર કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ નુ ધરપકડ વોરંટ મેળવવામાં આવેલ તેમજ લુકઆઉટ નોટીસ પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી
આ ગુન્હાના મુખ્ય સુત્રધાર ને પકડી પાડવા માટે રાજકોટ વિભાગના રેન્જ ડી.આઇ.જી.સંદિપસિંહ સાહેબ ના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાલી ને સુચના કરી સાયબર સેલના પો.ઇન્સ.આર.એ.ડોડીયા તથા જામનગર એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એમ.જે.જલુ તથા આર.આર.સેલ ના નાસતા ફરતા સ્કોડના પો.સ.ઇ.ડેલા તથા તથા પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ તથા આર.બી.ગોજીયા ની અલગ અલગ પાંચ ટીમો ને કાર્યરત કરવામાં આવેલ હતી.
બન્ને ફરાર મુખ્ય આરોપીઓને ટ્રેસ કરવા માટે હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ સાયન્ટીફીક ઇન્ટેલીજન્સ દ્વારા સતત મોનીટરીંગ કરી પાંચેય ટીમો મારફતે ટ્રેસ કરવાની કામગીરી કરેલ જામનગર રાજકોટ થઇ ચોટીલા પાસે આવતા આ ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા બન્ને ચોટીલાથી જસદણ જવા પેરવી કરી રહેલ હોવાની હકિકત સાયબર સેલના પો.ઇન્સ.આર.એ.ડોડીયા તથા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એમ.જે.જલુ તેમજ પો.સ.ઇ. કે.કે.ગોહીલ ને મળેલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ સાયન્ટીફીક ઇન્ટેલીજન્સ નો ઉપયોગ કરી આરોપીઓને ટ્રેસ કરી બન્ને ફરાર આરોપીઓ ચોટીલા થી જશદણ જતા રોડ ઉપર હરીમાધવ કીરાણા સ્ટોરની બાજુમાં ઉભેલ છે અને જસદણ તરફ નાશી જવાની પેરવી કરી રહેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે બન્ને આરોપીઓને ‘‘ઝીરો-ઇન’’ પાંચેય ટીમોથી સદરહુ જગ્યા કોર્ડન કરી બન્ને ફરાર નીચે મુજબના આરોપીઓ ને પકડી લેવામાં આવેલ છે.
(૧) ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા રહે.હાડાટોડા તા.ધ્રોલ જી.જામનગર (શુટરો બોલાવી રેકી કરાવનાર મુખ્ય સુત્રધાર આરોપી) (૨) નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા રહે.હાડાટોડા તા.ધ્રોલ જી.જામનગર (મરણ જનાર ની પ્રવૃતિ ઉપર વોચ રાખી રેકી કરનાર)ઉપરોકત બન્નેના કબજામાંથી ત્રણ પીસ્ટલ તથા મોબાઇલ ફોન કબજે કરવામા આવેલ છે.
૧)બનાવ આરોપી અનિરૂધ્ધસિંહ સોઢા પડધરી ટોલનાકાનો સીકયુરીટી કોન્ટ્રાકટ હોય આજથી એકાદ વર્ષ પહેલા મરણ જનાર દિવ્યરાજસિંહ જાડેજા એ અનિરૂધ્ધસિંહ સોઢા ને પડધરી ટોલનાકે તેમના ગૃપ ના વાહનોને ટોલ ન ઉધરાવવા બાબતે બોલાચાલી તકરાર થયેલ ત્યાર થી અદાવત ચાલુ હતી. તેમજ મરણ જનાર દિવ્યરાજસિંહ તથા આરોપી ઓમદેવસિહ જાડેજાને જમીનના પ્લોટ ના પચાસ લાખની લેતીદેતીનો વાદ વિવાદ ચાલતો હોય જે કારણે દિવ્યરાજસિંહ નુ ખુન કરેલ નો બનાવ બનેલ છે.૨ગુન્હાના અટક થયેલ આરોપી (૧) અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ વિસુભા સોઢા રહે.જામનગર (મુખ્ય આરોપી ગુન્હાના કામે પીસ્ટલ તથા કાર્ટીસ બે કબજે (૨) મુસ્તાક રફીકભાઇ પઠાણ રહે.રાજકોટ (ફાયરીંગ કરનાર(૩) અખીલેશ ઉર્ફે બબલુ શ્રીરામદાસ ઠાકુર (ફાયરીંગ કરનાર (૪) અજીત વીરપાલસીંગ ભાટી ઠાકુર (હથિયાર સપ્લાય કરનાર)૩)ગુન્હાના ફરાર આરોપીઓ (૧) રોહીતસિંહ ઉર્ફે સોનુસીંગ રામપ્રસાદસીંગ ઠાકુર રહે.ઉતરપ્રદેશ (ફાયરીંગ કરનાર) આ કામગીરી આર.આર.સેલ સાયબર સેલના પો.ઇન્સ. આર.એ.ડોડીયા એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.જે.જલુ, પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. આર.બી.ગોજીયા તથા આર.આર.સેલ ના નાસતા ફરતા સ્કોડ ના પો.સ.ઇ. ડેલા તથા એલ.સી.બી. સ્ટાફ ભગીરથસિંહ સરવૈયા, વનરાજભાઇ મકવાણા,સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, સુરેશભાઇ માલકીયા,ભરતભાઇ પટેલ, હિરેનભાઇ વરણવા તથા એ.બી.જાડેજા તથા આર.આર.સેલ ના સાયબર સેલનો સ્ટાફ તથા નાસતા ફરતા સ્કોડ નો સ્ટાફ દ્વારા કરવામાં
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024