મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના ૮૭ વર્ષીય વૃદ્ધા ભગવતીબેન આવા જ મક્ક્મ મનોબળના દ્યાતા છે. ૨૧ દિવસ સુધી આઇસોલેશન વોર્ડમાં આઠ-આઠ રોગ હોવા છતાં પણ કોરોના સામે રીતસરની લડાઈ આપીને ભગવતીબેને કોરોનાને મહાત આપી છે.
News Jamnagar September 22, 2020
જામનગરના ભગવતી બેનએ ૨૧ દિવસ કોરોના સામેનો જંગ ખેલીને
કોરોનાને કર્યો મહાત
ડાયાબિટીસ.. હૃદય પહોળું થવું.. બ્લડ પ્રેશર.. થાઇરોઇડ.. મણકા ખસી જવા… વેલ.. સહિતના આઠ-આઠ રોગ હોવા છતાં છતાં પણ એકલવીરની જેમ
કોરોના સામે લડત આપી.
મનોબળ મજબૂત રાખો, તો કોઇ પણ બિમારીને હરાવી શકાય
જામનગર
જામનગર તા.૨૨ સપ્ટેમ્બર, મજબૂત મનોબળ માનવીને ગમે તે કપરા કાળમાં ઝઝૂમવાની, ટકી રહી લડત આપવા માટેની શક્તિ પૂરી પાડે છે. જીવનમાં અમુક વ્યક્તિ એવી હોય છે કે જે ગમે તેવો ભયંકર રોગ હોય તો તેને પણ પાછો પાડી દેશે. જામનગરના ૮૭ વર્ષીય વૃદ્ધા ભગવતીબેન આવા જ મક્ક્મ મનોબળના દ્યાતા છે. ૨૧ દિવસ સુધી આઇસોલેશન વોર્ડમાં આઠ-આઠ રોગ હોવા છતાં પણ કોરોના સામે રીતસરની લડાઈ આપીને ભગવતીબેને કોરોનાને મહાત આપી છે.
ઘણા લોકો આજે માત્ર કોરોનાના નામથી જ ગભરાઇ જઇ ડરી જતા હોય છે, ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે દર્દી કોરોનાથી નહીં પરંતુ તેના ડરથી પોતાની સંપૂર્ણ તાકાત ખોઇ બેસતો હોય છે અને આ ડર અને ગભરાટના કારણે પોતે લડાઇ લડતા પહેલાં જ શસ્ત્રો મૂકી દેતો હોય છે. જ્યારે સામાન્ય શારિરિક તંદુરસ્તી ધરાવતા લોકો પણ કોરોના સામે લડાઈમાં લડી શકતા નથી ત્યારે જામનગરની કોવિડ હોસ્પિટલમાં સતત ૨૧ દિવસ સુધી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, મણકા ખસી જવા, વેલ, હૃદય પહોળું થવું, નક્સુર..જેવી ગંભીર બીમારી હોવા છતાં પણ ૮૭ વર્ષીય ભગવતીબેન ગુણવંતરાય ત્રિવેદી વૃદ્ધાએ સતત કોરોના સામે લડાઈ હતી અને હિંમત હાર્યા વગર હું એક દિવસ ચોક્કસ ઘરે આવીશ એ જ વાક્ય બોલ્યા કર્યું હતું. જીવનમાં અનેક કપરી પરિસ્થિતિમાં ક્યારેય હાર ન માનેલા ભગવતીબેને કોરોના રોગ સામે પ બાથ ભીડીને હિંમત હાર્યા વિના રીતસરની લડાઈ આપીને આખરે હોસ્પિટલમાંથી રજા મેળવી લીધી છે.
થોડા દિવસ સુધી વેન્ટીલેટર પર રહીને ગંભીર તકલીફો સાથે પણ કોરોનાને હરાવ્યો છે. આ માટે ભગવતીબેન અને તેમના પુત્ર હિરેનભાઇ ડોક્ટર એસ એસ ચેટરજી.. ડોક્ટર ભુપેન્દ્ર ગોસ્વામી.. ડોક્ટર અજય ખન્ના. ડોક્ટર હિમાની ઉપાધ્યાય અને ખાસ કરીને જી.જી હોસ્પિટલના પૂર્વ અધિક્ષક અને હાલના મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની બેન દેસાઇની મહેનતને શ્રેય આપે છે. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના કીર્તિબેન ગોસાઈ.. માધવીબેન મીન.. ઋષિ ત્રિવેદી અને અન્ય નર્સિંગ સ્ટાફ તેમજ સહાયક સ્ટાફે પણ ખૂબ જ સારી મહેનત કરી હતી તેમ હિરેનભાઇએ કહ્યું છે. ઉમદા ડોકટરો, ગુણવત્તાલક્ષી સારવાર અને નર્સિસ તેમજ દર્દી સહાયકોની કાળજી અને સેવાના કારણે ભગવતીબેન ત્રિવેદીને એક નવું જીવન મળ્યું છે, જે સમાજ માટે ખુબ જ ઉત્તમ ઉદાહરણ રૂપ છે.
કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૪૬ જેટલા અતિ ક્રિટીકલ કેસ આવેલા છે, જેમાં વૃદ્ધ લોકોએ અનેક રોગો હોવા છતાં કોરોનાની મહામારીને જાકારો આપીને એક નવું જીવન મેળવ્યું છે. કોઈપણ કામ એવું નથી કે જે આપણે ના કરી શકીએ, કોઇ પણ કપરા કામને ચેલેન્જ માની સામે બાથ ભીડવી જોઇએ તેવું કહેતા ભગવતીબેન ઉમેરે છે કે, અનેક મારી ઉંમરના લોકો કોવિડના નામથી ડરી ગયા છે ત્યારે તેમને મારો એક જ સંદેશ છે કે, મનોબળ મક્કમ રાખો, કોઈ પણ ગંભીર મુશ્કેલીમાં ક્યારેય જીવનમાં હાર ન માનતા, ચોક્કસપણે મહેનત કરો તો પરિણામ સારું જ મળશે.
આજે ભગવતીબેન ૮ રોગ હોવા છતાં પણ એક અડીખમ યોદ્ધાની જેમ હોસ્પિટલમાંથી બહાર આવ્યા છે તે લોકો માટે પ્રેરણાદાયી છે. લોકો કોરોનાની બીમારીમાં ખૂબ જ ગભરાઈ જાય છે અને એના હિસાબે તે મૃત્યુ પામે છે પરંતુ લોકોએ કોઈ પણ પરિસ્થિતિમાં ડોક્ટર જેમ કહે તે પ્રમાણે સલાહ પૂર્વક વર્તન કરવું જોઈએ અને ખોરાક લેવો જોઈએ તો કોરોના શું ગમે તેવી બીમારી હોય તો પણ આપણે તેને હરાવી શકીએ તેમ છીએ.
આ સાથે જ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની સારવાર માટે ભગવતીબેન ત્રિવેદીના પુત્ર હિરેનભાઇ કહે છે કે, જામનગરની કોવિડ હોસ્પિટલમાં ખાનગી કે અન્ય હોસ્પિટલ કરતા ખૂબ જ સારી સેવા મળે છે અને એ પણ વિનામૂલ્યે. જે રીતે મારા મમ્મી એટલે કે ભગવતીબેન ૨૧ દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં રહ્યા, જો ખાનગી હોસ્પિટલમાં રહ્યા હોત તો ત્રણથી સાડા ત્રણ લાખ જેટલું બિલ આવ્યું હોત, પરંતુ સરકાર વિનામૂલ્યે દર્દીઓની સેવા કરે છે અને જામનગરની હોસ્પિટલને આશીર્વાદરૂપ બનાવવા માટે તમામ ડોક્ટરો અને ખાસ કરીને કોરોનાના નોડલ ડોક્ટર એસ. એસ. ચેટરજી અને તેમની ટીમનો આ તકે જેટલો આભાર માનીએ, તેટલો ઓછો છે. અમારા માતા ઘેર આવી ગયા તેની અમને અનહદ ખુશી છે. હજુ પણ સરકાર વધુને વધુ સુવિધા કોરોના દર્દીઓ માટે વિકસાવી રહી છે ત્યારે જામનગરના ગરીબ, સામાન્ય અને શ્રીમંત કોઇપણ વર્ગના લોકો માટે જામનગરની હોસ્પિટલ ખૂબ જ આશીર્વાદરૂપ બની ગઈ છે તે ચોક્કસ છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024