મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જી.જી.હોસ્પીટલમાં કોવીડ હોસ્પીટલમાં વૈકલ્પિક સારવાર માટે આયુર્વેદ-હોમીયોપેથ સારવાર શરૂ કરાઈ
News Jamnagar September 29, 2020
જામનગર
જામનગર તા. ૨૯ સપ્ટેમ્બર, અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમારની તાજેતરની જામનગરની મુલાકાત દરમ્યાન સમીક્ષા બેઠકમા નકકી થયા અનુસાર જામનગરની જી.જી.હોસ્પીટલમાં કોવીડ હોસ્પીટલના ગ્રાઉન્ડ ફલોરામા આજ રોજથી વૈકલ્પિક સારવાર માટે આયુર્વેદ-હોમીયોપેથ સારવાર પણ શરુ કરવામાં આવી છે.
જાહેર જનતા માટે આ ઑ.પી.ડી.નો સમય સવારે ૯.૦૦ થી સાંજે પ.૦૦ કલાક સુધીનો રહેશે.આ ઑ.પી.ડી.માં આયુર્વેદ અને હોમીયોપેથીના તજજ્ઞો સેવાઓ આપશે.આજ રોજ આ ઓપી.ડો.નો પ્રારંભ કલેકટર રવિશંકરના હસ્તે કરવામાં આવેલ હતી
જામનગર જીલ્લાની જનતાને આ પ્રાચિન વિજ્ઞાનની અમુલ્ય સારવારનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. આ તકે કલેકટરશ્રી દ્વારા હેલ્પડેસ્કની પણ મુલાકાત લેવામાં આવી હતી.
આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના કમિશ્રનરશ્રી સતીષ પટેલ, આયુર્વેદ યુનિ.ના વાઇસચાન્સેલર અનુપ ઠાકર, કોવીડ હોસ્પીટલ ખાતે અમદાવાદથી પધારેલા નિષ્ણાંત ડોકટરો ડો. રાકેશ જોશી તથા ડો. જીતેન્દ્ર દેસાઇ, ઉપરાંત મેડીકલ કોલેજના અધિકારીઑ ડો. નંદીની દેસાઇ,( ડીન, મેડીકલ કોલેજ) ડો. મનીષ મહેતા, (મેડીસીન વિભાગના વડા ) ડો. એસ. એસ ચેટરજી , ઇનચાર્જ તબીબી અધિક્ષક ડો. ધર્મેન્દ્વ વસાવડા,ડો. વંદના ત્રિવેદી, ( એનેસ્થેસ્યોલોજી ના વડા) ડો. ઇવા ચેરટજી તથા તેમની ટીમના સભ્યો હાજર રહેલ હતાં.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024