મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામજોધપુર તાલુકા ગઢકડા ગામે બનેલ ફાયરીંગ ના બનાવમાં ફરીયાદી સહિત ત્રણ ઇસમોને જામગરી બંદુક સાથે પકડી પાડી , ખુનની કોશિષનો ભેદ ઉકેલતી જામનગર એલ.સી.બી. પોલીસ .
News Jamnagar September 29, 2020
જામનગર
તા .૨૭ / ૦૯ ૨૦૨૦ ના રાત્રી ના એકાદ વાગ્યાના સુમારે ગઢકડા ગામની ગ્રામ પંચાયતમા પાસે ફરીયાદી .ફિરોઝ ઓસમાણભાઇ સફીયા સંધી રહે . ગઢડા તા.જામજોધપુર વાળા ગઢકડા ગ્રામ પંચાયતમા પાક નુકશાન તથા ખેત નુકશાની બાબતે પોતાના ગામના ખેડુતોના પાક નુકશાની બાબતે ના ફોર્મ ભરતા હોય તે દરમ્યાન કોઇ અજાણ્યા બે ઇસમો મોટર સાયકલ પર આવી , ફરીયાદી ઉપર જામગરી રાયફલ માથી ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની કોશિષ કરી ,જેમા સાહેદ ઇસ્માઇલ જુસબભાઇ સફીયા ને સાથળના ભાગે રાયફલના છરા લાગવાથી ઇજા થતા જે અંગે શેઠવડાળા પો.સ્ટે . એ ગુ.ર.નં .૧૧૨૦૨૦૧૩૨ ૦૦૩૩૭૨૦૨૦ ઇપીકો કલમ ૩૦૭,૧૧૪ તથા આર્મસ એકટ કલમ -૨૫ ( ૧ – બી ) ( એ ) તથા જી.પી.એકટ કલમ -૧૩૫ ( ૧ )ગુનો નોધાયેલ હતો જે ફાયરીંગનો બનાવ અનડીટેઇક હતો ,આ ખૂનની કોશિષ વિથ , ફાયરીંગ નો બનાવ બનતા પોલીસ અધિક્ષક દિપન ભદ્રન નાઓના માર્ગદર્શન મુજબ તેમજ જે.એસ.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિભાગ નાઓના સુપરવિઝન હેઠળ આ ખુન કોશિષ વિથ / ફાયરીંગનો ગુનો શોધી કાઢવા અંગે એલ.સી.બી.ના પોલીસ ઈન્સ.શ્રી.એમ.જે.જલ ને સુચના કરેલ , જે ફાયરીંગ નો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી.ની ટીમ કાર્યરત કરવામા આવેલ હતી
આ કામેના બનાવ સ્થળનુ એફ.એસ.એલ અધિકારીશ્રી દ્વારા સાયન્ટીફીક રીતે તપાસણી કરવામાં આવતા જે ફાયરીંગનો બનાવ , હકિકતમાં શંકાસ્પદ જણાતો હોય દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , પ્રતાપભાઇ ખાચર ,ભગીરથસિંહ સરવૈયા , લાભુભાઇ ગઢવી ને તેઓના બાતમીદાર થી હકિકત મળેલ કે , આ ફાયરીંગના બનાવમાં અયુબ યુસુફ સફીયા તથા હાજી ઉર્ફે શાહરૂખ વલીમામદ સફીયા રહે.ગઢકડા તા.જામજોધપુર વાળા એ ફાયરીંગ કરેલ છે.
તસ્વીર. સબીર દલ
અયુબ યુસુફ સફીયા તથા હાજી ઉર્ફે શાહરૂખ વલીમામદ રફીયા ને ગઢકડા સીમ માંથી પકડી પાડી તેમની પુછપરછ કરતા જણાવેલ કે , ફરીયાદી ફિરોઝ ઓસમાણ સફીયા ફાયરીંગ કરવાની સોપારી આપેલ હતી – ફિરોઝ ઓસમાણભાઇ સફીયા સંધી ને પકડી સધન પુછપરછ કરતા છએક માસ પહેલા તેમના ભાઇ મુસ્તાક સફીયાનુ છ માસ પહેલા ખુનમાં ગુનામાં ૧૦ વ્યકિતઓના નામ આપેલ , જેમાં અશરફ સફીયાનું નામ આપેલ હતું પરંતુ અશરફ સફીયા વિરૂધ્ધ ૩૦ ર નો કોઇ પુરાવા ન હોય તેને અટક કરવામા આવેલ ન હતો , જેથી આ ગુનામા અશરફ સફીયાને પોલીસે પકડે તેવો દુરાગ્રહ રાખેલ અને પોતે આ ષડયંત્ર રચી ફિરોઝ સફીયા કે જે અશરફ સફીયા ઉપર આરોપ નાખી હેરાનગતી થાય તે કારણે , આ કામ અયુબ સફીયા તથા હાજી ઉર્ફ શાહરૂખ સફીયાને સોપેલ કારણઃ- આરોપી ફિરોઝ સફીયા ના ભાઇ મુસ્તાફ સફીયા નુ છ માસ પહેલા ખુન થયેલ તેમાં પોલીસે અશરફ સફીયાને પકડેલ ન હોય જેથી તેને આ ગુનામાં સંડોવી દેવા માટે ફિરોઝ સફીયાએ અયુબ સફીયા ને ૪૦ હજાર રૂપીયા તથા હાજી ઉર્ફે શાહરૂખ સફીયા ને ૨૦ હજાર રૂપીયા ની સોપારી આપી , તેમની ઉપર ફાયરીંગ કરાવેલનું જણાવેલ આરોપીઓઃ- ( ૧ ) અયુબ યુસુફ સફીયા રહે.ગઢકડા તા.જામજોધપુર ( ૨ ) હાજી ઉર્ફે શાહરૂખ વલીમામદ સફીયા રહે.ગઢડા તા.જામજોધપુર ( ૩ ) ફિરોઝભાઇ ઓસમાણભાઇ સફીયા સંધી રહે . ગઢડા તા.જામજોધપુર કજે મુદામાલ- ( ૧ ) અયુબ સફીયા પાસેથી બનાવમાં ઉપયોગ થયેલ જામગરી બંદુક -૧ તથા રૂપિયા ૪૦,૦૦૦ તથા છરા , ગન પાવડર કજે કરેલ ( ર ) હાજી ઉર્ફે શાહરૂખ વલીમામદ પાસેથી સોરૂપિયા ૨૦,૦૦૦ ( ૩ ) ફિરોઝભાઇ ઓસમાણભાઇ સફીયા ( સોપારી આપનાર ) ઉપરોકત કાર્યવાહી પો.ઈ.શ્રી આર.બી.ગોજીયા એ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે , એલ.સી.બી. પોલીસ ઇન્સ એમ.જે.જલુ તથા પો.સબ ઇન્સ આર.બી.ગોજીયા તથા સ્ટાફના અશ્વિનભાઇ ગંધા , સંજયસિંહ વાળા,રપાલસિહ સોઢા , ભરતભાઇ પટેલ , શરદભાઇ પરમાર ,હીરેનભાઇ વરણવા,દિલીપભાઇ તલાવડીયા પ્રતાપભાઇ ખાચર , વનરાજભાઇ મકવાણા , લોભુભાઈ ગઢવી . નાનજીભાઇ પટેલ , ભગીરસ્થસિંહ સરવૈયા , હરદીપભાઇ ધાધલ , ( અજયસિંહ ઝાલા , નિર્મળસિહ એસ . જાડેજા , બળવંતસિંહ પરમાર , સુરેશભાઇ માલકીયા , લક્ષ્મણભાઈ ભાટીયા , એ.બી.જાડેજા તથા અરવીદગીરી , ભારતીબેન ડાંગર , તારા કરવામાં આવેલ હતી
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024