મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ત્રીજા સ્મશાનની માંગણી માટે નગરયાત્રા કોર્પોરેટર દેવશીભાઇ આહિરે નવત્તર વિરોધપ્રદર્શનનો પ્રારંભ આજથી કર્યો
News Jamnagar October 01, 2020
જામનગર
સાત દિવસ સુધી નગર યાત્રાએ દેવશીભાઇ આહીરની યાત્રાનો પ્રારંભ લાલબંગલા સર્કલથી કૉંગી આગેવનો દ્વારા કરવામાં આવ્યો હતો.ત્રીજા સ્મશાનની માંગણી માટે નગરયાત્રા ત્રીજા સ્મશાન ની વ્યવસ્થા તાત્કાલિક કરો જન્મ થી મૃત્યુ સુધી લાઇનમાં ઉભો રહેતો માણસ ભાજપના રાજ માં મૃત્યુ બાદ પણ લાઇનમાં ? દોઢથી બે વર્ષ પહેલા જનરલ બોર્ડ માં મંજુર થયેલ ત્રીજું હિન્દુ સ્મશાન હજુ પણ અધ્ધરતાલ કોના પાપે. ત્રીજા સ્મશાન ના મુદ્દે મેં કોર્પોરેટર દેવશીભાઈ આહીરે તા . ૧૬,૧૭,૧૮ સપ્ટેમ્બરના રોજ ૩ દિવસ ઉપવાસ કરેલ તેમ છતાં કોઈપણ જવાબ મળેલ ન હતો ત્રીજા સ્મશાન માટે નગરજનોને જાગૃત કરવા માટે હું સાત દિવસ ના નગર પ્રવાસે નીકળેલા છે, તો જામનગર ની જનતા ને નમ્ર નિવેદન કરેલ છે આ મુદ્દે નગર ની જનતા ના પ્રશ્ન માટે મને સહયોગ આપે મારી લડાઇ મારા કુટુંબ માટે નહિ પણ શહેર ની ૭ લાખ જનતા માટે લડી રહ્યો છું .જેથી શહેર ની જનતા ને મૃત્યુ બાદ લાઇનમાં ઉભું રહેવું ન પડે .તાત્કાલિક ત્રીજા સ્મશાન ની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે એવી મારી લાગણી અને માંગણી છે કોર્પોરેટર દેવશીભાઇ આહિરની સાત દિવસની નગરયાત્રાનો રૂટ પ્રથમ દિવસે લાલ બંગલા સર્કલથી ચાંદી બજાર, હવાઇ ચોક, પવનચક્કી, સાધના કોલોની સહિત લાલપુર ચોકડીએ પૂર્ણ થશે, બીજા દિવસે લાલ બંગલાથી ગુરૂદ્વારા થઇ જી.જી.હોસ્પિટલ, પંચવટી, ગાંધીનગર ખાતે પૂર્ણ થશે. ત્રીજા દિવસનો રૂટ લાલ બંગલાથી બેડીનું નાકુ, દિપક ટોકીઝ, દરબારગઢ, પાંચ હાટડી થઇ મહાપ્રભુજીની બેઠક પાસે પૂર્ણ થઇ, ચોથા દિવસે લાલ બંગલાથી સાત રસ્તા, જનતા ફાટક, આશાપુરા હોટલ, સતવાર સમાજની વાડીએ પૂર્ણ થાશે.
તસ્વીર. સબીર દલ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024