મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પિતાનું મૃત્યુ, માતાના પુનઃ લગ્ન હોય તેવા બાળકોને મહિને રૂ.૩,૦૦૦/ મળશે
News Jamnagar October 01, 2020
જામનગર
જામનગર તા.૩૦ સપ્ટેમ્બર :બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઇ વિકલ્પ નથી.જેથી ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા- જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ૦ થી ૧૮ વર્ષના અનાથ અને નિરાધાર બાળકો માટે ‘પાલક માતા પિતા યોજના’ સમગ્ર રાજયમાં અમલી બનાવાઇ છે.
આ યોજના અન્વયે જે બાળકના માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળે છે. જેમાં બાળકને રૂ.૩૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.પાલક માતા પિતા યોજના’માં થયેલ નવા સુધારા મુજબ જે બાળકના પિતાનું મૃત્યુ થયેલ છે અને માતાએ પુન:લગ્ન કરી લીધા છે તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળી શકશે. આવા બાળકોનું હિત જળવાય અને તેને સુરક્ષિત/સંતુલિત જીવન વિતાવી શકે તેવા હેતુસર સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજનાનો સુધારો કરવામાં આવેલ છે. બાળકનો અભ્યાસ જયાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.વધુ માહિતી માટે જિલ્લા અને બાળ સુરક્ષા કચેરી, ઓફિસ નં.૬૧, સેવા સદન-૪, રાજ પાર્ક, રાજકોટ રોડ, જામનગર, ૦૨૮૮-૨૫૭૧૦૯૮ નો સંપર્ક સાધવાનો રહેશે.
જામનગર જિલ્લામાં આવા કોઇ પણ બાળકો આ યોજનાના લાભથી વંચિત ન રહે તેવા હેતુસર જિલ્લા અને બાળ સુરક્ષા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024