મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિતે જામનગર જિલ્લામાં નશાબંધી સપ્તાહનો પ્રાંરભ કરાવતા રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
News Jamnagar October 02, 2020
જામનગર
જામનગર તા.૦૨ ઓક્ટોબર- રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિતે સરકાર દ્વારા તા.૨-૧૦-૨૦ થી તા.૮-૧૦-૨૦ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી થયું છે.ત્યારે જામનગર જિલ્લામાં પણ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા અન્ન અને નાગરીક પુરવઠા રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નશાબંધી સપ્તાહનું દિપપ્રાગટય કરી ઉદઘાટન કરાયુ હતું.મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની માળા પહેરાવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ યુવાનોને વ્યસનમુક્ત બનવાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે વ્યસનથી અનેક બીમારીઓ તો આવે જ છે સાથોસાથ આર્થિક મુશ્કેલીઓ પણ ભોગવવી પડે છે. મહાત્મા ગાંધીજીના કાર્યોને યાદ કરી તેમના ચીંધેલા માર્ગ પર ચાલવાનો અનુરોધ તેઓએ કર્યો હતો. ટાઉન હોલ ખાતેથી વ્યસનમુકિતના બેનરો સાથે સાયકલીંગ કલબ દ્વારા સાયકલ રેલી કઢાઇ હતી.
આ તકે ડેપ્યુટી મ્યુ.કમિશ્નર વસતાની,નશાબંધી અને આબકારી અધિક્ષક સદેવસિંહ વાળા,નશાબંધી મન્ડળના સભ્ય ખુમાનસિંહ સરવૈયા તથા વ્યસનમુક્તિ માટે કાર્યરત ગાયત્રી પરિવારના શભ્યો પણ ઉપસ્થિત રહયા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024