મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોવિડ-૧૯ વિજયરથનું પ્રસ્થાન કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ દ્વારા કરાયું
News Jamnagar October 02, 2020
જામનગર
તા.૦૨ ઓક્ટોબર: કોવિડ-૧૯ સામેની લડાઇ નિર્ણાયક તબક્કામાં છે ત્યારે લોકોનો આત્મવિશ્ર્વાસ બુલંદ થાય અને કોરોના સામે સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા હેતુસર કેન્દ્રના માહિતી અને પ્રસારણમાં મંત્રાલ્યના પ્રાદેશીક લોક સંપર્ક બ્યુરો, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા રાજયભરમાં કોવિડ-૧૯ વિજયરથ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જામનગરમાં આજે આ રથનું આગમન થયું હતું. આ રથનું પ્રસ્થાન કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
કેબીનેટ કૃષિમંત્રી આર.સી.ફળદુએ આ તકે જણાવ્યું હતું કે કોવિડ વિજય રથ દ્વારા સરળ અને સાદી ભાષામાં અભિનય સાથે લોકોને કોરોનાના સંક્રમણથી બચવા માટેનો કેન્દ્ર સરકારનો નિર્ણય આવકાર દાયક છે. અને રથમાં માહિતી સાથો-સાથ હિમોગ્લોબીનની અને આયુર્વેદીક દવાઓનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. તેના કારણે કોરોનાની લડતમાં લોકોને જરૂર વધુ રક્ષણ મળશે.
રાજયમાં અલગ-અલગ વિસ્તારોમાં જનજાગૃતિ ફેલાવવાની કામગીરી કરી રહેલા આ કોવિડ વિજય રથ દ્વારા રાજયના અંતરીયાળ વિસ્તારોમાં લોકો સુધી પહોંચી તેનોને માહિતી અને દવાઓ વિનામુલ્યે પુરી પાડવાની કામગીરી કરવામાં પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અપર મહાનિર્દેશક ડો.ધીરજ કાકડીયા સહ મહાર્નિદેર્શક સરીતાબેન દલાલ અને માહિતી અને પ્રસારણ વિભાગના ઇન્ચાર્જ અધિકારી દેવેન્દ્રભાઇ ત્રિવેદી, કોવિડ વિજયરથના કોર્ડીનેટર ભાવિકભાઇ સુતરીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
જામનગરના ટાઉનહોલ ખાતે કોવિડ વિજય રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કેબીનેટ કુષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા આપવામાં આવ્યું ત્યારે ડે.મેયર કરશનભાઇ કરમુર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સુભાષભાઇ જોષી, શાસકપક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, કોર્પોરેટર દિનેશભાઇ ગજરા, જયેન્દ્રસિંહ ઝાલા, નટુભાઇ રાઠોડ, કમલાસીંગ રાઠોડ, કમલાસીંગ રાજપૂત, ડિમ્પલબેન રાવલ, રીટાબેન ઝીંઝુવાડીયા, મેઘનાબેન હરીયા, રચનાબેન નંદાણીયા, રમાબેન ચાવડા, પ્રતિભાબેન કનખરા, ક્રિષ્નાબેન સોઢા, બીનાબેન કોઠારી અને અતુલભાઇ ભંડેરી ઉપરાંત કમિશ્ર્નર સતીષ પટેલ, ડી.ડી.ઓ. ડો.વિપીનભાઇ ગર્ગ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024