મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લાલબંગલા સર્કલમાં યુપી સરકાર દ્વારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અપમાન કરતા યોગી સરકારનું પુતરા દહન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો
News Jamnagar October 02, 2020
જામનગર
જામનગર તા.2. વિરોધ પક્ષ નેતા અલ્તાફભાઈ ખફી ની આગેવાની હેઠળ ગઈકાલે જામનગર ઉત્તર પ્રદેશના હાથરસની ઘટના અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ધક્કા-મુકીની ઘટનાના પડઘા જામનગરમાં પડયા હતા હાથસરના મૃતકના પરિવારોને મલવા જઈ રહેલા કોંગ્રેસના રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી સાથે યુપી પોલીસે કરેલા દૂરવ્યવહારના પગલે જામનગર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેને લઈને લાલબંગલા સર્કલમાં યુપીના સી.એમ.યોગી આદિત્યનાથ ના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
જેના અનુસંધાને પોલીસે વિરોધ પક્ષના નેતા સહિત ૧૧ કોંગી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી ઉત્તર પ્રદેશ હાથસર માં દલિત સમાજની યુવતી પર થયેલા અત્યાચારના પ્રકરણમાં આજે જામનગર કોંગ્રેસ દ્વારા આક્રોશ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો સાથોસાથ હાથસરમા મૃતકના પરિવારને મળવા જઈ રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે યુપી પોલીસે કરેલા વ્યવહારના પગલે સમગ્ર કોંગ્રેસ ભારતભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું
જેના ભાગરૂપે જામનગરમાં પણ ગઈ કાલે બપોર પછી લાલ બંગલા ખાતે વિરોધ વ્યક્ત કરાયો હતો કોંગી કાર્યકરો દ્વારા એકત્ર થઇ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું આ સૂત્રોચાર કરીને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો તેમજ કોંગી કાર્યકરોએ પોતાના હાથમાં પોસ્ટોર પણ લહેરાવ્યા હતા.આ કાર્યવાહીને લઈને જામનગર સીટી બી ડિવિઝન પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી.અને જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી ,કોંગી કોર્પોરેટર દેવશીભાઈ આહીર ,જેનબબેન ખફી ,કોંગી મહિલા અગ્રણી સહારાબેન મકવાણા સહિત ૧૧ કોંગી કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.બાદમાં પાછળથી તેઓ તમામને મુક્ત કરી દેવાયા છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024