મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યીક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર ૬ મહિને તે રીન્યુ કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
News Jamnagar October 02, 2020
ગુજરાત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
તેમણે રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યીક સંકુલો, સ્કૂલ, કોલેજ,હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર ૬ મહિને તે રીન્યુ કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે.મુખ્ય મંત્રીશ્રીએ આ કામગીરીમાં ગતિ લાવવા સાથે રાજ્યમાં યુવા ઇજનેરોને સ્વતંત્ર રીતે ફાયરસેફટી ઓફિસર તરીકે સ્વરોજગાર આપવાની એક અભિનવ પહેલ કરી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એવો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે કે,રાજ્યમાં સિવીલ, મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે ડિગ્રી ધરાવતા યુવા ઇજનેરોને સરકાર નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે.રાજ્ય સરકાર આવા ઇજનેરોને ફાયર સેફટી તાલીમ માટે બિલ્ડીંગના પ્રકાર તેમજ ઉપયોગના આધારે ફાયર સેફટી ટ્રેનિંગના ઓનલાઇન તેમજ ઓફલાઇન મોડયુલ વિકસાવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.આવા સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે.મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યુઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે.એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને NOC મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે. અને નગર પાલિકા મહા નગર પાલિકા કચેરીએ રિન્યુઅલ કરાવવા માટે જવું નહિ પડે.આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ-ર૦૧૩ની કલમ-૧રની જોગવાઇ મુજબ કરવામાં આવશે.મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયને પગલે રાજ્યમાં ઊંચા મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર એન.ઓ.સી. તથા દર છ મહિને રિન્યુઅલ કરાવવાની સેવાઓ ઝડપી અને વિના વિલંબે મળતી થશે.એટલું જ નહીં, આવા મિલ્કત માલિકો, કબજેદારોને પોતાની પસંદગી મુજબના ફાયર સેફટી ઓફિસરની સેવાઓ લેવાનો વિકલ્પ મળશે.રાજ્યમાં નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રના ફાયર ઓફિસર ઉપરાંત હવે આવા ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની વ્યવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કેડર પણ ઉભી થશે.
રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના
જાન-માલ-મિલકતને રક્ષણ આપવા મુખ્ય મંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય પ્રાયવેટ યુવા ઈજનેરોને ફાયર સેફ્ટીની જરૂરી તાલીમ બાદ
ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેકટિસની મંજૂરી અપાશે સિવિલ – મિકેનિકલ – ઈલેક્ટ્રિકલ – ફાયર – ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર
સહિતના યુવા ખાનગી ઈજનેરોને મોટાપાયે સ્વરોજગારીની તકો મળશે
ગુજરાતની અભિનવ પહેલ
‘‘આત્મનિર્ભર ભારત-આત્મનિર્ભર ગુજરાત’’ થશે સાકાર
ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી
ઓફિસરની વ્યવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કેડર ઉભી થશે
શહેરીકરણના વધતા વ્યાપ સામે ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરોની
સેવાઓ મળતી થતા NOC મેળવવાનું – રિન્યુઅલ કરાવવાનું વધુ સરળ થશે
નગરપાલિકા-મહાનગરપાલિકાઓના ફાયર સેફ્ટી ઓફિસરોનું
વધુ પડતું કાર્યભારણ ઘટશે – સેવાઓમાં ઝડપ અને સુધારા આવશે
નાગરિકો લોકોને નગરપાલિકા મહાનગર પાલિકા કચેરીમાં રિન્યુઅલ કરાવવા જવું નહિ પડે.
રાજ્યમાં આવેલા બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટીની
તાલીમ માટે રાજ્ય સરકાર ઓનલાઈન-ઓફલાઈન મોડયૂલ વિકસાવશે
મિલ્કત માલિકો-કબ્જેદારો પોતાની પસંદગી મુજબના ફાયર સેફ્ટી અધિકારીની સેવાઓ મેળવી શકશે
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024