મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળીયા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગુજરાત હેન્ડ વોશિંગ કેમ્પેઈનનો કાર્યક્રમ તથા માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
News Jamnagar October 03, 2020
દેવભૂમિ દ્વારકા તા.૦૨ જી ઓક્ટોબર- મહાત્મા ગાંધી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યુ હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૨ આંગણવાડીનું ઇ-લોકાર્પણ તથા ૧૦ આંગણવાડીનું ઇ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ખંભાળીયામા નગરપાલિકા હોલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો હેન્ડ વોશીંગ કમ્પેઇન અને માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પુજ્ય બાપુની જન્મ જયંતિ આખું વિશ્વ મનાવી રહયું છે. બાપુની જન્મભુમિ અને કર્મભૂમિ એવા ગુજરાતને સત્યાગ્રહ અને સ્વચ્છતાનું વ્યાપક સ્પરૂપ બનાવ્યું છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨જી ઓકટોંબરને ૨૦૧૪ થી રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ જાહેર કરવામાં આવ્યો હતો જે આજે સમગ્ર વિશ્વવમાં વિરાટ જન અભિયાન બન્યું છે. માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ તળે દેશમાં સૌ પ્રથમ ગુજરાતે વર્ષ ૨૦૧૭માં પુરા રાજયને ખુલ્લામાં શૌચમુકત રાજય જાહેર કર્યું હતું.
મંત્રીશ્રીએ રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સશકિતકરણ અને સ્વનિર્ભર બનાવવા માટે અમલી વિવિધ યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે અભિયમ હેલ્પલાઇન, નારી અદાલતો, સગર્ભા માતાને પોષણયુકત આહાર, કન્યા કેળવણી, બેટી બચાવો – બેટી પઢાઓ, માતા યશોદા એવોર્ડ, સખી મંડળો, આત્મનિર્ભર પેકેજ સહિત અનેક યોજનાઓ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સરકાર મહત્વનું યોગદાન આપી રહી છે. જેનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
પોષણ આરતી દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ કિશોરીઓ દ્વારા પદ્ધતિસર હેન્ડવોશનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે ૧૦ લાભાર્થીઓને હેન્ડ વોશ નિદર્શન કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024