મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જોડીયા તાલુકાના હડીયાણાગામ પાસેથી એક ઇસમને પિસ્ટલ કિ.રૂ. ૨૫,000 / - સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ
News Jamnagar October 03, 2020
જામનગર
જામનગર જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી.ના પો.ઇન્સ.કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ.બી.એમ.દેવમુરારી તથા માણસો જામનગર જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના પ્રતાપભાઇ ખાચરને મળેલ બાતમી હકિકત આધારે જોડીયા તાલુકાના હડીયાણાગામ પાસે કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા કેશુભા સોઢા રહે .જોડીયા.દલનો વાસ ,જી.જામનગર વાળાના કજા માંથી ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગરની પિસ્ટલ મળી આવતા કિ.રૂ. ૨૫,૦૦૦ /ગણી કેજે કરી તેમના વિરૂધ્ધ પો .હેડ કોન્સ . ભગીરથસિંહ સરવૈયાની ફરીયાદ આધારે પો.સ.ઇ.બી.એમ. દેવમુરારીએ હથિયાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહિ કરેલ છે .મજકુરને હથિયાર કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઇ જુણેજા રહે .ગાયત્રી પ્લોટ ધ્રોલ તથા દીવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા જદુવીરસિંહ જાડેજા રહે .ધ્રોલ ગાયત્રીનગર વાળાએ સપ્લાય કરેલનું ખુલવા પામેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ.કે.જી.ચૌધી ની સુચના થી પો.સ.ઇ.શ્રી બી.એમ. દેવમુરારી.પો.સ.ઇ.આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા , સંજયસિંહ વાળા , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપ તલવાડીયા , ફીરોજભાઇ દલ , ખીમભાઇ ભોચીયા , હીરેનભાઇ વરણવા , લાલુભાઇ ગઢવી , વનરાજભાઇ મકવાણા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , અશોકભાઇ સોલંકી , નિર્મળસિંહ બી . જાડેજા , પ્રતાપભાઇ ખાચર , નિર્મળસિંહ જાડેજા અજયસિંહ ઝાલા , બળવંતસિંહ પરમાર , સુરેશભાઇ માલકીયા , લખમણભાઇ ભાટીયા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામા આવેલ હતી.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024