મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા બાયોડિઝલ પંપો પર તપાસ કરી આધાર પુરાવા વગરના પંપો સીલ કર્યા
News Jamnagar October 03, 2020
પોરબંદર
પોરબદર તા.૩, કુતિયાણામાં જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર કુતિયાણા દ્વારા ૨ પંપની તપાસ કરી હતી. આ પંપોના સંચાલકો દ્વારા આધાર પુરાવા રજુ ન કરાતાં તપાસ અધિકારીએ આશરે ૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બંને પંપને સીલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માધવપુર ખાતે પણ મામલતદાર પોરબંદર દ્વારા બાયોડીઝલ પંપ પર તપાસણી કરી હતી. પંપના સંચાલક દ્વારા આધાર પુરાવા રજુ ન કરાતાં સેમ્પલ લઈને, મુદામાલ સિઝ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા તંત્રની અચાનક તપાસથી આધાર પુરાવા વગર બાયોડીઝલ પંપ ચલાવતા સંચાલકોમા ફફડાટ ફેલાયો છે. ત્યારબાદ પુરવઠા ટીમ દ્વારા જિલ્લામા અલગ અલગ જગ્યાએ કાર્યરત બાયોડિઝલ પંપો પર તપાસ કરીને આધાર પુરાવા વગરના પંપોને બંધ કરાવ્યા હતા. અને સેમ્પલ લઈને ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. ભારત સરકારની બાયોડિઝલ નીતિનો કોઈ પણ ભંગ કરશે તો તેમની સામે કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024