મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નવી સરકારી પ્રાથમિક શાળાઓ સ્થાપવા બાબતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજુઆત કરવામાં આવી
News Jamnagar October 06, 2020
જામનગર
જામનગર મહાનગરપાલીકા મ્યુનિસિપલ કમિશનરને સામાજીક કાર્યકર રાશીદ ચાકી દ્વારા બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ- ૨૦૦૯ અન્વયે નવી સરકારી પ્રાથમિક શાળાઓ સ્થાપવા બાબત તેમજ નવી ધો . ૯ થી ૧ ર ની સરકારી માધ્યમિક શાળાઓ સ્થાપવા બાબત એ પત્ર લખીને રજુઆત કરવામાં આવી
જામનગર મહાનગરપાલીકામાં વિસ્તારમાં વધારો થયેલ હોય અને નવા વિસ્તારોમાં ડેવલોપમેન્ટની સાથે સાથે વસ્તીમાં ઘણો વધારો થયેલ હોવા છતા નજીકમાં કોઈ સરકારી શાળા ન હોવાથી ગરીબ અને જરૂરીયાત મંદ બાળકોને મજબુરીમાં દુર શાળા સુધી જવું પડે છે તેમજ અસંખ્ય બાળકો દુર શાળા સુધી જવા માટે આર્થીક રીતે સક્ષમ ના હોવાથી અભ્યાસ છોડી દીધેલ છે . જેથી શિક્ષણમાં ડ્રોપઆઉટનો પ્રમાણ ઘણું વધારે છે . આજના બાળકો એ આપણું આવનાર ભવિષ્ય છે અને તેમની સૌથી પાયાની જરૂરીયાત માં શિક્ષણ છે.
આ બાળકોના ભવિષ્યને બરબાદ થતા અટકાવવા માટે , આપ સાહેબશ્રીને નમ્ર અપીલા સહ વિનંતી કે , આ બાબતમાં આપ રૂબરૂ સ્થળ તપાસ કરી તાત્કાલિક ધોરણે નીચે મુજબના વિસ્તારમાં જરૂરીયાત મુજબ જામનગર મહાનગરપાલીકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતી મારફતા સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવા અમારી રજુઆત છે . ૩ ) ૪ ) કાલાવડ નાકા બહાર ( પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા ) ગ્રીનસીટી થી લાલપુર બાઈપાસ ( પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક રામેશ્વર નગર વિસ્તાર ( પ્રાથમિક શાળા ) સમર્પણ હોસ્પિટલ થી ખંભાલીયા રોડ ( પ્રાથમિક શાળા ) ગોકુલનગર થી રડાર રોડ / સાંઢીયા પુલ તરફ ( પ્રાથમિક શાળા ) ખાસ , કાલાવડ નાકા બહાર ના વિસ્તારમાં થોડા વરસો પહેલા સરકારી શાળા હતી.
જે કોઈ કારણસર શાળા બંધ કરી દેવામાં આવી અને ત્યારબાદ ઘણા નવા વિસ્તારનું ડેવલોપમેન્ટ થયેલ છતા હાલ કોઈ નજીકમાં સરકારી શાળા નથી તો આપ સાહેબશ્રીને નમ્ર અરજ કે તાત્કાલિક ધોરણે કાલાવડ નાકા બહાર પ્રાથમિક શાળા તેમજ ધો . ૯ થી ૧૨ ની સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવે.આપશ્રી દ્વારા થયેલ કાર્યવાહીની મને જાણ થશે તો આપનો આભારી થઈશ.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024