મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તીરુપતી સોસાયટી ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોવાની બાતમી એસ.ઓ.જી .ને મળતા 3 આરોપી ને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાયા.
News Jamnagar October 06, 2020
જામનગર
ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે વધતા જતા નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામ લક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય નાઓ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કાર્યવાહી કરવા સુચના કરેલ તે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. વી.કે.ગઢવી નાઓના નેતૃત્વ વાળી ટીમનાહિતેષભાઈ કે.ચાવડા તથા સોયબભાઈ મકવા ને મળેલ ખાનગી બાતમી આધારે બેડી બંદર રીંગ રોડ ,તીરૂપતી સોસાયટી પાર્ક -૨ જામનગરમાં રહેતા (૧) રીતેશ દિનેશભાઈ હોડા તથા (૨) દીનેશ જગદીશભાઈ હાંડા તથા (૩) મયુરસિંહ પ્રવિણસિંહ વાઢેર રહે .ત્રણેય તીરૂપતી સોસાયટી પાર્ક -૨ જામનગર વાળાઓ ગેર કાયદેસર કેફી પદાર્થ મેફેડોન પાવડર પોતાના મકાને રાખી વેચાણ કરે છે .
જેથી આ રેઇડ કરતા ઉપરોકત ત્રણેય ઈસમો મેફેડરોન ડ્રગ્સ પાવડર લાવી ભાગમાં વેચાણ કરતા મજકુર ઈસમોના કબજામાંથી ગે.કા.પદાર્થ એફેડ્રોન ડ્રગ્સ ૨૬ ગ્રામ ૮૫ મીલીગ્રામ ગ્રામ કી.રૂા . ૨,૬૮,૫૦૦ / -તથા અન્ય મુદામાલ મળી કી.રૂા .૩,૬૦,૭૦૦ / સાથે પકડેલ અને પુછપરછ દરમ્યાન આ માલ તેને મુંબઈથી લાવેલનું જણાવેલ હોય જેથી આ નેટવર્ક મુંબઈથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું છે.
મુંબઈના હાકીમ નામના સખ્સની સંડોવણી ખુલતા પોલીસ આગામી દિવસમાં તપાસનો દોર મુંબઈ તરફ લંબાવશે.ત્રણેય ઈસમો વિરૂધ્ધ સીટી સી ડીવી.પો.સ્ટે .એન.ડી.પી.એસ , એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ સીટી સી પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ છે .આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. વી.કે.ગઢવી તથા એ.એસ.આઈ. મહેશભાઈ સવાણી , હીતેશભાઈ ચાવડા ,જ્ઞાનદેવસિંહ જાડેજા , તથા પોલીસ હેડ કોન્સ . બશીરભાઈ મલેક , અનિરૂધ્ધસિંહ ઝાલા , હીતેષભાઈ ચાવડા , દોલતસિંહ જાડેજા , રાયદેભાઈ ગાગીયા , દિનેશભાઈ સાગઠીયા , અરજણભાઈ કોડીયાતર , મયુદિનભાઇ સૈયદ , રમેશભાઈ ચાવડા , તથા પો.કોન્સ . સોયબભાઈ મકવા , રવિભાઈ બુજડ , સંજયભાઈ પરમાર , લાલુભા જાડેજા , પ્રિયંકાબેન ગઢીયા , દયારામભાઈ ત્રીવેદી , નાઓએ કરેલ હતી.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024