મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્લાઝમાં ડોનેટ કરી માતૃ સંસ્થાનું ઋણ ચૂકવતા ભૂતપુર્વ વિદ્યાર્થી -ડો. દીપલ સુતરીયા
News Jamnagar October 07, 2020
જામનગર
જામનગર તા.૦૬ ઓક્ટોબર, હાલમાં કોવિડ-૧૯ પાન્ડેમિક સમયે માનવીય મૂલ્યોના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.જામનગર ખાતે જી.જી.હોસ્પિટલ બ્લડબેંકમાં કોવિડ-૧૯માંથી સાજા થયા બાદ ઘણા દર્દીઓ પોતાના પ્લાઝમાનું દાન જામનગર ખાતે આવીને કરેલ છે અને કોવિડ-૧૯ના દર્દીઓ માટે માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
ધોરાજી ખાતેથી અત્યાર સુધીમાં ૫ વ્યક્તિઓ ડોનેશન માટે આવેલ છે, જેમાંના ડૉ. દીપલ સુતરિયા, જેઓ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે,એમણે પોતાને કોવિડ-૧૯ થયા બાદ માતૃ સંસ્થાનું ઋણ ચૂકવવા માટે જી.જી.હોસ્પિટલ જામનગરની બ્લડબેંકમાં પ્લાઝમાનું દાન કરવાનું પસંદ કરેલ છે અને અહીં બેવાર આવીને કન્વલેસન્ટ પ્લાઝમાનું દાન કરેલું છે. જી.જી.હોસ્પીટલમાં અત્યાર સુધીમાં પ્લાઝમાના કુલ ૧૦૧ ડોનરે પ્લાઝમાનું દાન કરીને માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025