મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરે રેલ્વે સેફટી માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિજન ના સાત કર્મચારીઓને સન્માનિત કર્યા
News Jamnagar October 07, 2020
રાજકોટ
રેલ્વે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિજન ના સાત કર્મચારીઓને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર (જીએમ) શ્રી આલોક કંસલ દ્વારા “મેન ઓફ ધ મંથ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વધુ માહિતી આપતા રાજકોટ ડિવિજન ના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફે જણાવ્યું હતું કે હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને વેબિનાર દ્વારા આ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના આ કર્મચારીઓને માર્ચ 2020 થી ઓગસ્ટ 2020 ના સમયગાળા દરમિયાન સજગતા સાથે રેલ્વે સેફટી માઁ ઉત્તમ કાર્ય કરવા બદલ તેમનું સન્માન કરાયું હતું. સાત કર્મચારીઓમાંથી બે કર્મચારિયો ને રાજકોટ ડિવિજન ના ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલે અને અન્ય પાંચ કર્મચારીઓ ને સ્ટેશન પર તેમના ઇચાર્જ દ્વારા મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.એવોર્ડ મેળવનારા કર્મચારીઓમાં રવિન્દ્રકુમાર ટેકનિશિયન-ઓખા, શેખચંદ હુસેન ઇલેક્ટ્રિકલ સિગ્નલ મેન્ટેનર-હાપા, જુવાન સિંગ ગેંગમેન-ખંડેરી,અરૂણકુમાર કાંટેવાલા-મોરબી,રાજેશ દિલીપભાઇ ગોહેલ ટ્રેક મેન્ટેનર-સાબલી રોડ, જયાનંદન કુમાર ગાર્ડ-સુરેન્દ્રનગર અને શ્રી જયંતિ આર. ટેકનિશિયન-હાપા શામેલ છે.
ઘટનાઓ જેમ કે બે કોચમાં બફર કેસીંગમાં તિરાડો શોધવા,લોકડાઉન દરમિયાન સિગ્નલ અને ટેલિકોમ ગિયર જાળવવા,માલગાડીના વેગનમાંથી ધુમાડો જોતાં રેડ હેન્ડ સિગ્નલ બતાવીને તરત જ ટ્રેન અટકાવી,વેગનમાં લટકેલો ભાગ જોતાં સ્ટેશન માસ્ટર ને જાણ કરી સમયસર માલગાડી અટકાવી, માલગાડી ટ્રેનમાંથી કંઇક અવાજ સાંભળ્યા પછી તરત જ તેને રોકી, માલગાડી ટ્રેનની ગાડીના વેગન એક્સેલનું તાપમાન વધારે જોતાં તરત જ તેને રોકવા માટે પ્રયાસ કર્યું જેવા બનાવો માં આ રેલ્વે કર્મચારિયો એ જાગરૂકતાપૂર્વક કામ કરીને રેલ્વે અકસ્માતને રોકવા માટે મહત્વ ની ભૂમિકા બજવી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના પણ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024