મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિશ્ર્વના 143 દેશના વિદ્યાર્થીઓ શ્રી ગુલાબકુંવારબા મહાવિધ્યાલયમાં અભ્યાસ અર્થે આવે છે તાજેતર માં કોરોનાની મહામારી વચ્ચે કોરોનાના દર્દીઓને આયુર્વેદ અને યોગની સારવાર ખૂબ જ અસરકારક રહી છે.
News Jamnagar October 08, 2020
જામનગર
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને ગુલાબકુવરબા આયુર્વેદ મહાવિધ્યાલય દ્વારા અનેક હઠીલા રોગ ઉપર નિદાનની કાર્યવાહી કરવામાં આવે છે.માત્ર ભારતના જ નહિ પણ વિશ્ર્વના 143 દેશના વિદ્યાર્થીઓ શ્રી ગુલાબકુંવારબા મહાવિધ્યાલયમાં અભ્યાસ અર્થે આવે છે તાજેતર માં કોરોનાની મહામારી વચ્ચે કોરોનાના દર્દીઓને આયુર્વેદ અને યોગની સારવાર ખૂબ જ અસરકારક રહી છે.ત્યારે નેશનલ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ હેઠળ આ સારવારનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું આ અંગે આયુર્વેદ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર પ્રો.અનુપ ઠાકરે પત્રકાર પરિષદ યોજી માહિતી પૂરી પાડી હતી
દેશ માં કોવિડ 19 ની ચીકીત્સા સંદર્ભે ઝડપથી વિકસી રહેલી પરિસ્થિતી ઓમા સીમાચિહન સ્વરૂપ કોવિડ 19 ની ચીકીત્સા માટે આયુર્વેદ અને યોગ પર આધારિત નેશનલ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલનું લોકાર્પણ ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ તથા વિજ્ઞાન અને તકનીકી અને પૃથ્વી વિજ્ઞાનના કેન્દ્રિય પ્રધાન ડો. હર્ષવર્ધન તેમજ આયુષ મંત્રાલય ના કેન્દ્રિય રાજ્ય પ્રધાન અને સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપાદ યેસ્સો નાયક દ્વારા નવી દિલ્હી ખાતે તારીખ 6 ઓકટોબર 2020 ના રોજ સંયુક્ત પણે કરવામાં આવ્યું. આ પ્રસંગે આયોજિત ઓનલાઈન સમારંભ માં નીતિ આયોગ ના વાઇસ ચેરમેન ડો. રાજીવ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ વિશ્વવ્યાપી રોગચાળાએ સંપૂર્ણ વિશ્ર્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ઘણા દેશોમાં આધુનિક પ્રમાણિત ચીકીત્સા સાથે પરંપરાગત પ્રાચીન ચીકીત્સા ને એકીકૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ભારતમાં દેશ માં જુદા જુદા ભાગોમાંથી પ્રાપ્ત અહેવાલ મુજબ આયુર્વેદ અને યોગ કોવિડ 19 માટેની પ્રમાણિક નિવારક ચિકિત્સાને વધુ સક્ષમ અને અસરકારક બનાવવા માટે મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેવું અનુભવાયું છે (માનક નિવારક પગલાં-ચીકીત્સા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલ માર્ગદર્શિકા અનુસાર છે) આયુર્વેદ અને યોગના પ્રદાનની આ સંભાવનાની નોંધ લેતા સંબંધિત રાષ્ટ્રીય સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રો માટેની સેંટરલ કાઉન્સીલની નિષ્ણાંત સમિતિઓએ સાથે સાથે કેટલીક અન્ય નોંધપાત્ર સંશોધન સંસ્થાઓએ કોવિડ 19 ની ચીકીત્સા માટે સહયોગ અને પ્રોટોકોલ બનાવેલ છે.નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજેશ ભુષણ અને આયુષ વિભાગના સેક્રેટરી વૈધ રાજેશ કોટેચા એ પણ આ લોકાર્પણ કાર્યક્રમ માં પ્રવચન આપ્યા હતા.
કોવિડ 19 ની ચીકીત્સા માટે આયુર્વેદ અને યોગ પર આધારિત નેશનલ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલનું મહત્વ એ છે કે તે કોવિડ 19 ની સારવાર અંતે આયુર્વેદ અને યોગ આધારિત ચીકીત્સાની આસપાસની અસ્પષ્ટતાને સમાપ્ત કરે છે પ્રોટોકોલ ના હવે પછીના સંસ્કરણો આયુષની અન્ય શાખાઓને પણ આવરી લેશે હાલનો પ્રોટોકોલ કોવિડ ની વિવિધ પરિસ્થિતી ઓમા દર્દીઓમાં કોવિડ 19ની સારવાર કેવીરીતે લેવી તે અંગે ના બને શાખાઓ આયુર્વેદ અને યોગના આયુષ ચિકિત્સકોને સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડે છે આનાથી દેશભરમાં આ રોગચાળાને લગતી આયુષ આધારિત ચિકિત્સામાં એકરૂપતા અને સુસંગતતા આવશે તે રાજ્ય સરકારોને કોવિડ 19 ચીકીત્સા પ્રવૃતિઓમાં આ સારવારની યોજના બનાવવામાં અને તેમાં શામેલ કરવામાં મદદ કરશે જેનો રાજ્ય સરકારો દ્વારા પાયા ના સ્તર પર ઉપયોગ થઈ શકશે.
આ પ્રોટોકોલ દ્વારા કોવિડ 19 ના સંચાલન માટે આયુષ ચીકીત્સાની સ્વસ્થ્ય સેવાઓના મુખ્ય પ્રવાહમાં ફાળો આપવાની અપેક્ષા છે અને આ ચીકીત્સા સરળતાથી સુલભ હોવાને કારણે લોકો માટે અતિશય ફાયદાકારક રહેશે અને રોગચાળા દ્વારા ઉત્પન્ન થયેલી મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ મળશે.
38 હજાર લોકોને નિ:શુલ્ક દવા અપાઇ
જામનગર આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા 38 હજાર લોકોને આયુર્વેદિક દવાઓ વિનામૂલ્યે પૂરી પડાય કોવિડ 19 ની મહામારી વચ્ચે જામનગર જિલ્લામાં આયુર્વેદીક ચીકીત્સા પધ્ધતિથી આયુર્વેદિક દવાઓ અને યોગના માધ્યમ દ્વારા દર્દીઓને વિશિસ્ત સારવાર આપવામાં આવી હતી છે. હાલ આયુર્વેદ મહાવિદ્યાલયના 75 ડોકટર જામનગર મહાનગરપાલિકા ખાતે ઘેર ઘેર જઈને આયુર્વેદિક દવાઓનો વિતરણ તેમજ માહિતી પૂરી પાડવાનું કામ કરી રહ્યા છે આ ઉપરાંત બે ધન્વંતરિ રથ દ્વારા સવાર સાંજ અલગ અલગ વિસ્તારો માં આયુર્વેદિક ઉકાળા અશ્વગંધા ગુદુચી ટેબલેટ અને સનસનીવટી ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ અંગે ની માહિતી વાઇસ ચાન્સેલર પ્રો.અનુપ ઠાકર ડો. અર્પણ ભટ્ટ એ કે જાડેજા એ આપી હતી. આ તકે આયુર્વેદ યુનિવર્સિટીના ડેપ્યુટી રાજીસ્ટાર એ.કે.જાડેજા ગુલાબ કુંવારબા આયુર્વેદ વિધ્યાલય ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. અર્પણ ભટ્ટ અને માહિતી અધિકારી ધનંજય પટેલ વંદનાબેન ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024