મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોનાને માત આપી ફરી લોકસેવામાં જોડાતા જામનગરના કોરોના વોરિયર આરોગ્યકર્મી સાગર ખેરાલા કહે છે કે, ટેસ્ટ ઇઝ બેસ્ટ
News Jamnagar October 09, 2020
જામનગર
જામનગર તા.૦૯ ઓક્ટોબર, કોરોના સંક્રમણમાં સતત પોતાની ફરજ પર નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ આરોગ્યકર્મીઓ હાલમાં સતત જીવના જોખમ સાથે કામ કરી રહ્યા છે.લોકોની સેવા તેમનું એકમાત્ર લક્ષ્ય છે.
હાલમાંજામનગરમાં સંક્રમણ પણ વધ્યું છે. આ દરમિયાન સ્વયં સંક્રમિત થયેલા આરોગ્યકર્મીઓને મન પોતાનું નહીં પરંતુ માત્ર જનઆરોગ્ય અને સુખાકારી માટે સતત લડત આપવી તે જ એક મંત્ર સમાન બની ગયું છે.
આવા જ એક આરોગ્યકર્મી સાગર ખેરાલા કોરોના સામે લડત આપી ફરી ફરજ પર જોડાયા છે અને કહે છે કે,પાણાખાણ યુ.એચ.સી.ખાતે સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવતા સમય દરમ્યાન હું સંક્રમિત થયો હતો. માઈલ્ડ સિસ્ટમ્સ હોવાના કારણે હું હોમ આઈસોલેટ થયો અને મારી સારવાર પૂર્ણ કરી. આ દરમિયાન મારે મન માત્ર જલદી સાજા થઇ અને ફરી લોકો માટે કાર્યરત થવાનું ધ્યેય હતું. સતત મજબૂત મનોબળ સાથે હું કોરોનાને હરાવી મારી ફરજ પર પરત ફર્યો છું.
હાલ પણ યુ.એચ.સી ખાતે ફરજ બજાવતા સમયે લોકોના કોવિડ ટેસ્ટ કરવા, તેમના આરોગ્યની ચકાસણી કરવી, બાળકોને વેકિસનેશનની કામગીરી કરી રહ્યો છું અને લોકોને માત્ર એટલું જ કહેવું છે કે, ટેસ્ટ ઈઝ બેસ્ટ. કોઈપણ પ્રકારનો ડર ન રાખી, જો કોઈપણ લક્ષણો જેવા કે તાવ, શરદી જણાય તો તાત્કાલિક શહેર ખાતેના યુ.એચ.સી સેન્ટરોનો અને ગ્રામીણ વિસ્તારમાં સી.એચ.સી, પી.એચ.સી સેન્ટરનો સંપર્ક કરીને તાત્કાલિક રિપોર્ટ કરાવવા માટે આગળ આવે. જેથી પ્રારંભિક તબક્કામાં જ આ બીમારી વિશે જાણ થતાં તેની સારવાર ચાલુ કરી શકાય. આ ઉપરાંત લોકોમાં અનેક અફવાઓથી ડર ફેલાઈ રહ્યો છે, જેમકે હોસ્પિટલ ખાતે દાખલ થાય તો દર્દીની કિડની કાઢી લેવામાં આવે છે વગેરે જેવી સંપૂર્ણ ખોટી અફવાઓથી ભરમાયા વગર, ભયમાં ન આવીને લોકો ટેસ્ટ કરાવી અને તરત જ સંક્રમણ સામે સારવાર મેળવે તો મહામૂલા જીવનને બચાવી શકાય છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024