• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. જામનગરમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને ઘર બેઠા આરોગ્ય સેવાઓ પહોંચાડતા મહાનગરપાલિકાના આરોગ્યકર્મીઓ દર્દીઓને મળી રહી છે આરોગ્યની સંતોષકારક સુવિધાઓ
Jamnagar

જામનગરમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને ઘર બેઠા આરોગ્ય સેવાઓ પહોંચાડતા મહાનગરપાલિકાના આરોગ્યકર્મીઓ દર્દીઓને મળી રહી છે આરોગ્યની સંતોષકારક સુવિધાઓ

News Jamnagar October 10, 2020

જામનગરમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને ઘર બેઠા આરોગ્ય સેવાઓ પહોંચાડતા મહાનગરપાલિકાના આરોગ્યકર્મીઓ  દર્દીઓને મળી રહી છે આરોગ્યની સંતોષકારક સુવિધાઓ

મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું કે,સરકાર તરફથી આટલી સારી સુવિધાઓ અમને ઘરબેઠા પ્રાપ્ત થશે, તો લોકો ખોટી અફવામાં ન ભરમાય અને ટેસ્ટ કરાવે.

જામનગર તા.૦૯ ઓક્ટોબર, હાલ જામનગર ખાતે વધી રહેલા કોરોના સંક્રમણ સામે લોકોના સાજા થવાની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વળી મહત્તમ દર્દીઓ હાલ માઈલ્ડ અથવા એસિમ્ટોમેટીક જણાતા હોમ આઈસોલેશનનો વધારે સ્વીકાર કરી રહ્યા છે. જામનગરમાં હાલ સુધીમાં ૬૦૦થી વધુ દર્દીઓએ હોમ આઈસોલેશનની સેવાઓ પ્રાપ્ય કરી છે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને પણ ઘરબેઠા રોજિંદા આરોગ્ય ચકાસણી કરી દવા અને જો આવશ્યક જણાય તો વધુ સારવાર હેતુ તાત્કાલિક હોસ્પિટલ રિફર કરી શકાય તે માટે જામનગર મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા શહેર વિસ્તારના હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને રોજિંદા તેમના ઘરે જઈ આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
દર્દીઓને ઘરે બેઠા આરોગ્યની સંતોષકારક સુવિધાઓ પ્રાપ્ય કરાવવામાં આવી રહી છે. જામનગર ગોકુલનગર વિસ્તારના રહીશ રામભાઇ ઓડેદરાનો ૯સપ્ટેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની વધુ ચકાસણી કરવામાં આવી હતી. માઇલ્ડ સિમ્ટ્મ્સ જણાતા તેઓ હોમ આઈસોલેટ થયાં હતા. રામભાઇ કહે છે કે,આ દિવસો દરમ્યાન મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મારી સઘન સારવાર કરવામાં આવી. ડોક્ટર તલસાણીયા અને તેમની ટીમ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું. દવા અને સારવારલક્ષી સતત સારૂં માર્ગદર્શન મળવાથી હાલ હવે રિપોર્ટ કરાતા મારો રિપોર્ટ નેગેટિવ આવેલ છે.
આ સંપૂર્ણ સમય દરમ્યાન આરોગ્ય શાખા દ્વારા મને ખૂબ સારી સારવાર આપવામાં આવી છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, સરકાર તરફથી પણ આટલી સારી સારવાર અને સારો રિસ્પોન્સ મળી શકે છે, ત્યારે જામનગરના અન્ય નાગરિકોને પણ એટલું જ કહેવાનું કે ખોટી અફવાઓમાં ભરમાવુ જોઇએ નહીં, કોઇ ડર રાખવો જોઈએ નહીં. સરકારની ગાઈડ લાઈનને લોકોએ અનુસરવી જોઈએ.સરકાર દ્વારા લોકોને ખૂબ મદદ કરવામાં આવી રહી છે.
આરોગ્ય શાખા દ્વારા સતત લોકોની સેવા કરવામાં આવી રહી છે ત્યારે આપણે પણ જો કોઈપણ પ્રકારના સિમ્ટમ્સ દેખાય તો તરત જ આરોગ્ય શાખાનો સંપર્ક કરી તુરત સારવાર મેળવવી જોઈએ અને આ સંક્રમણને ફેલાતા રોકવા માટે સરકારના પ્રયત્નોને મદદ કરવી જોઇએ.
તો હોમ આઈસોલેશનમાં રહેલા આશાબેન નકુમ કહે છે કે, મને કોરોના પોઝિટિવ આવતા હું હોમ આઇસોલેટ થઈ હતી. આ દિવસો દરમ્યાન દરરોજ સવારે ડોક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવતું હતું અને આ ઉપરાંત પણ કોઈપણ તકલીફ જણાય તો ડોક્ટર દ્વારા ફોન પર પણ તાત્કાલિક જવાબ આપી કન્સલ્ટેશન આપવામાં આવતું હતું. આવશ્યક દવાઓ પણ પણ તાત્કાલિક રૂબરૂ આપવામાં આવતી હતી. આ ઉપરાંત હેલ્પલાઇન દ્વારા દિવસમાં બેથી ત્રણ વખત હેલ્પલાઇન દ્વારા આરોગ્ય વિશે ફોન કોલ કરી સતત ફોલોઅપ લેવામાં આવતું હતું. આ સાથે જ ઘણીવાર તકલીફ થતાં ફોન કરીને પૃચ્છા કરતા તો તે માટે પણ સંતોષકારક જવાબ ડોકટર દ્વારા આપવામાં આવતા હતા. આરોગ્ય શાખા દ્વારા આ દરમિયાન અમને ખૂબ સારો સહકાર આપવામાં આવ્યો છે.
હોમ આઇસોલેશનમાં રહેલ અનેક દર્દીઓનું જામનગર મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને સતત ચકાસણી અને હેલ્પલાઇન દ્વારા પણ ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. ત્યારે સાજા થયેલા દર્દીઓ આ સેવાઓ સામે સંતોષ દર્શાવી અન્ય લોકોને પણ ડરથી દુર રહી અને ટેસ્ટ કરાવી કોરોનાથી મુક્ત થવા માટે અપીલ કરી રહયા છે.

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

"પર્યાવરણ દિવસ" ઉજવણીને સાર્થક કરતુ GPCB જામનગર

હવામાન વિભાગ દ્વારા બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાં...

ભારતીય સૈન્ય જવાનો બિપરજોય ત્રાટકે તે પહેલાં તૈયારીઓ કરી ...

73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂ...

કુદરતી આપદામાં જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો ખડે પગે

જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકિનારા નજીક ર...

બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને ભારતીય તટરક્ષક દ્વારા વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach