મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ધ્રોલ માં ફાયરીંગ કરી ખુન નિપજાવવાના ગુન્હામાં નાસતા ફરતા શાર્પશુટર સુત્રધાર ને ઉતરપ્રદેશ થી પકડી પાડતી જામનગર એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડ
News Jamnagar October 12, 2020
જામનગર
જામનગર થોડા સમય પહેલા આરોપી અનિરૂધ્ધસિંહ સોઢા ને પડધરી ટોલનાકે વાહન પસાર કરવા બાબતે અગાઉ તકરાર થયેલ હોય ,જે બનાવ અનુસંધાને આરોપીઓએ કાવત્રુ રચી ગુન્હાને અંજામ આપેલ હતો.
ફરિયાદીજયદિપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે .ધ્રોલ વાળાએ ફરીયાદ જાહેર કરેલ જેમાં તા .૦૬ / ૦૩ / ૨૦૨૦ ના બપોરના સમયે ધ્રોલ ત્રીકોણબાગ પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દિલુભા જદુવીરસિંહ જાડેજા રહે .ધ્રોલ વાળો સાથે દિવ્યરાજસિંહની પજેરો ગાડીમાં બેસવા જતા તે દરમ્યાન સ્વીફટ કાર નં જીજે .૦૩.જેઆર .૮૨૧૮ માં આવેલ અનિરૂધ્ધસિંહ સોઢા તથા મુસ્તાક પઠાણ તથા બે અજાણ્યા ઇસમો એ આવી દિવ્યરાજસિંહ ઉપર ફાયરીંગ કરી ઇજા કરી ખુન કરી નાશી ગયેલ આ બનાવ મરણ જનાર દિવ્યરાજસિંહ તથા આરોપી અનિરૂધ્ધસિંહ સોઢા ને પડધરી ટોલનાકે વાહન પસાર કરવા બાબતે અગાઉ તકરાર થયેલ હોય ,જે બનાવ અનુસંધાને આરોપીઓએ કાવત્રુ રચી ગુન્હાને અંજામ આપેલ હતો.જે અંગે ધ્રોલ પો.સ્ટે . ગુ.ર.નં .૮૭ / ૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૦૨,૧૨૦ ( બી ) તથા આર્મ્સ એકટ ર ૫ ( ૧ – બી ) એ ,૨૯ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હતો આ ગુન્હામો આરોપીઓ ( ૧ ) અનિરૂધ્ધસિંહ સોઢા ( ૨ ) મુસ્તાક રફીક પઠાણ ( ૩ ) અજીતભાઇ વીરપાલસિંગ ઠાકુર ( ૪ ) અખીલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુર ( ૫ ) ઓમદેવસિંહ જાડેજા (૬) નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો જાડેજાને અટક કરવામાં આવેલ હતા . આ ગુનાના કામે પકડવાના બાકી આરોપીઓને સત્વરે શોધી કાઢવા અંગે જામનગરના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન નાઓ દ્વારા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટરકે.જી.ચૌધરી નાઓ સહિત પેરોલ ફલો સ્કોડ જામનગરનાઓને સુચના કરવામાં આવેલ હતી
જે આધારે પેરોલ ફલો સ્કોડ ના પો.સબઇન્સ.એ.એસ.ગરચર તથા એલ.સી.બી.પેરોલ ફર્લો સ્કોડ ટીમએ ઉતરપ્રદેશ રાજયના બહારીચ જીલ્લામાંથી સંયુકત ઓપરેશન થી આ ગુનાના કામે વોન્ટેડ રોહીતસિંહ ઉર્ફે સોન રામપ્રસાદસિંઘ ઠાકુર રાજપુત રહે.નેવારી ગામ થાના – દેહાત કોતવાલી ,તા.જી.ગોન્ડા ઉતરપ્રદેશ નાઓને પકડી અત્રે લઇ આવતા તેઓની ઉપરોકત ગુનાના કામે વિધિવત ધરપકડ કરવામાં આવેલ .જેઓની પૂછપરછમાં તેઓએ ગુનાનો એકરાર કરેલ હોય વિશેષ તપાસ થવા સારૂ તેઓના પોલીસ કસ્ટડી રીમાન્ડ દિન -૦૫ ના મેળવવામાં આવેલ હતા.
તસ્વીર. સબીર દલ
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024