મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજમાતા વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે રૂ.100ની કીંમતના વિશેષ સ્મૃતિ સિક્કાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
News Jamnagar October 13, 2020
નેશનલ
કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગીઓ, અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા રાજ્યપાલ અને મુખ્ય મંત્રીઓ, દેશ-વિદેશથી આ ક્રાયક્રમમાં જોડાયેલા રાજમાતા વિજયા રાજે સિંધિયાજીના પ્રશંસકો અને તેમના પરિવારના સભ્યો, સ્નેહીઓ તેમજ મારા પ્રિય ભાઈઓ અને બહેનો.
આજે અહીં આ કાર્યક્રમમાં આવતાં પહેલાં હું વિજયા રાજેજીની જીવનીને યાદ કરી રહ્યો હતો, ત્યારે કેટલાંક પાનાં ઉપર મારી નજર ગઈ. એમાં એક પ્રસંગ એકતા યાત્રાનો હતો. જેમાં તેમના દ્વારા મારો પરિચય ગુજરાતના નવા નેતા નરેન્દ્ર મોદી તરીકે આપવામાં આવ્યો હતો.
આજે આટલાં વર્ષો પછી તેમનો એ જ નરેન્દ્ર દેશનો પ્રધાનસેવક બનીને તેમની અનેક યાદો સાથે આજે તમારી સામે છે. તમને યાદ હશે કે જ્યારે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એક યાત્રાનો ડોકટર મુરલી મનોહર જોષીજીના નેતૃત્વમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો અને મને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી.
રાજમાતાજી એ કાર્યક્રમ માટે કન્યાકુમારી આવ્યાં હતાં અને તે પછી અમે જ્યારે શ્રીનગર જઈ રહ્યા હતા ત્યારે તે જમ્મુમાં વિદાય આપવા પણ આવ્યાં હતાં. અને તેમણે સતત અમારો ઉત્સાહ વધારવાની કામગીરી કરી હતી. એ વખતે અમારૂં સપનું લાલ ચોકમાં ઝંડો ફરકાવવાનું હતુ. લાલ ચોકમાં ઝંડો ફરકાવવાનો અમારો ઈરાદો હતો કે કલમ 370થી મુક્તિ મળી જાય. રાજમાતાએ એ યાત્રાને વિદાય આપી હતી. જે સપનું હતું તે પૂરૂં થઈ ગયુ. આજે હું જ્યારે પુસ્તકમાં આ બાબતે વાંચી રહ્યો હતો ત્યારે પુસ્તકમાં એક જગ્યાએ તેમણે લખ્યુ હતું કે “એક દિવસે આ શરીર અહીંયાં જ રહી જવાનું છે. આત્મા જ્યાંથી આવ્યો છે ત્યાં ચાલી જશે, શૂન્યથી શૂન્યમાં. મારી આ સ્મૃતિઓને હું એવા લોકો માટે છોડી જઈશ કે જેમની સાથે મારો સંબંધ છે. જેમની હું દરકાર કરૂ છું.”
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024