મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આસીસ્ટંટ કમિશ્નર ( ટેક્સ ) નિર્મલની ભરતી અને પ્રમોશન ના મુદ્દે ગુજરાત હાઈ કોર્ટ ખાતે ( P.I.L ) દાખલ કરતા આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ અને સામાજિક કાર્યકર કલ્પેશ આશાણી
News Jamnagar October 14, 2020
જામનગર
જામનગર મ્યુનીસીપલ કોર્પોરેશન ના બહુચર્ચિત આસીસ્ટંટ કમિશ્નર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ ની ઈનલીગલ ભરતી અને આ અધીકારી દ્વારા થયેલ ગેર કાનૂની પ્રવૃત્તિ અને નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને નામદાર ગુજરાત હાઈકોર્ટ ના હુકમની અવગણના કરવા અંગે જામનગર ના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ અને સામાજિક કાર્યકર કલ્પેશ આશાણી એ નામદાર ગુજરાત હાઈ કોર્ટ ખાતે પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન (P.I.L) દાખલ કરેલ છે
જે ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા રજીસ્ટ્રેશન કરાઈ જેમના રજીસ્ટ્રેશન નં . WP(P.I.L.) 157/2020 થી સ્વીકારવામાં આવેલ છે .આ અંગે આસીસ્ટંટ કમિશ્નર ( ટેક્સ ) જીગ્નેશ નિર્મળ ની ગેરકાયદેસરની ભરતીના મુદ્દાઓ ને ચેલેન્જ કરવામાં આવેલ છે તેમજ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ ના ઠરાવ ની અવગણના કરી કમિશ્નર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવેલ નથી . તે અંગે , તેમજ આ અધિકારી ની લાયકાત ન હોવા છતાં પણ આ અધિકારી ને આસીસ્ટંટ કમિશ્નર ( વહીવટ ) જેવા બબ્બે હોદ્દા ઉપર બિરાજમાન કરવમાં આવેલ આ અંગે જામનગર મહાનગરપાલિકાને ન ભરપાઈ થઇ શકે તેવી બહુજ મોટી ખોટ માં મૂકી દીધેલ છે .નામદાર ગુજરાત હાઈકોર્ટ ના સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન નં .૭૧૮૧ / ૨૦૧૮ અને ૧૮૦૦0/૨૦૧૮ ના ચુકાદા માં જણાવ્યા મુજબ આ અધિકારી એ તેના હોદ્દા ને દુરુપયોગ કરી પ્રોપર્ટી ટેક્સ ના બીલો ફાળવી દીધેલ છે અને જામનગર મ્યુનીસીપલ કોર્પોરેશન ને મોટો ફટકો પડેલ છે.
નામદાર સુપ્રીમકોર્ટ ના સિવિલ એપ્લીકેશન કેશ નં.૯૪૫૮ ૯૪૬૩/૨૦૦3 વિરુદ્ધ જઈ જામનગરની જનરલ પોસ્ટ ઓફિસમાં જઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ નું કાર્ય અટકાવી જનરલ પોસ્ટ ઓફીસ ને બાન માં લઇ ગેરકાયદે રીતે સીલ મારી દીધેલું અને ફરજમાં રુકાવટ કરેલ હતી .તેમજ આ અધીકારી દ્વારા કરોડો ની ગ્રાન્ટ સરકારી બેંકમાં મૂકવાને બદલે પ્રાઈવેટ બેંક માં મૂકી તગડું કમીશન મેળવવા ના મુદ્દા સહીત અનેક વિશ્લેષણો ની છણાવટ આકરી આધાર પુરાવા સાથે કલ્પેશ આશાણી એ તેમના ગુજરાત હાઈકોર્ટ ના વિદ્વાન વકીલ શ્રીમતી અલ્કાબેન વાણીયા મારફત પી.આઈ.એલ.દાખલ કરેલ છે .
જેમાં જવાબદાર તરીકે ચીફ સેક્રેટરી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર , કમિશ્નર.જે.એમ.સી. જામનગર , લેબર ઓફિસર જે.એમ.સી. જામનગર , ઓફીસ સુપ્રીટેન્ડેન્ટ જામનગર અને જીગ્નેશ નિર્મળ આસીસ્ટંટ કમિશ્નર ( ટેક્સ ) ને જોડેલ છે .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024