મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સંસદસભ્ય પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને સાંસદ આદર્શ ગ્રામ યોજના અંગેની જુવાનપુર ખાતે સમિક્ષા બેઠક યોજાય
News Jamnagar October 17, 2020
માત્ર માળખાકીય સુવિધાથી ગામ આદર્શ બનતું નથી
દરેક નાગરિક પોતપોતાની જવાબદારી નિભાવે
-સાંસદ પૂનમબેન માડમ
દેવભૂમિ દ્વારકા તા.૧૭,
કરોનાની પરિસ્થિતિ સામે આખું વિશ્વ લડી રહયુ છે ત્યારે તેવા સમયે કવિડ-૧૯ની અનલોકની ગાઇડ લાઇન પ્રમાણે સાંસદ આદર્શ ગામની બેઠક કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે આજરોજ માન. સંસદસભ્યશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી.
આજની આદર્શ ગ્રામ યોજનાની રીવ્યુ બેઠકને સંબોધન કરતા સાંસદશ્રીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે સને ૨૦૧૮માં જુવાનપુર ગામને માન. પ્રધાનમંત્રીશ્રી અને ભારત સરકારની યોજના મુજબ આદર્શ ગામ તરીકે જાહેર કરેલ હતું. જુવાનપુરને મોડેલ વીલેજ તરીકે જાહેર કરીએ. માત્ર માળખાકીય સુવિધાથી ગામ આદર્શ બનતું નથી દરેક વ્યકિત પોતપોતાની જવાબદારી નિભાવતું હોય, ગામની સમગ્ર વ્યકિત શિક્ષિત હોય, વ્યસન મુકત હોય આ બધી કેટેગરીમાં બંધ બેસતું હોય તે આપણું ગામ છે.
ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓએ પોતપોતાના વિભાગવાઈજ થયેલ કામગીરીની રૂપરેખા આપી હતી.નવા કૃષિબીલ વિષે માન. સંસદસભ્યશ્રીએ માહિતી આપી હતી.ખેડૂતોને સારા ભાવ મળે અને ખેડૂતો આત્મનિર્ભર બને તે માટેનું કૃષિબીલ છે તેમ જણાવ્યું હતું.
જુવાનપુર ગામને પી.એચ.સી.સેન્ટર, પશુઓ માટે વેટરનરી ડોકટર, હોસ્પિટલ અને પશુઓ માટેની એમ્બ્યુલન્સ મળે તે માટે દરખાસ્ત કરવા સંબંધિતોને અનુરોધ કર્યો હતો. અને ગામમાં સ્મશાનનો રસ્તો બનાવવા તથા બેસવા માટેની વ્યવસ્થા કરી આપવા ગ્રામજનો તરફથી સુચન કરેલ હતું.
ગામમાં ઘન કચરાના નિકાલ માટે, ઘરે ઘરે પાણીની કનેકટીવીટી મળે, ગામમાં એક લાયબ્રેરી તેમજ નાનો બગીચો સાર્વજનીક જગ્યામાં થાય તે માટે જુવાનપુર ગામના સરપંચશ્રીને સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો. કરોના માટે હેલ્થકેમ્પ, મળવાપાત્ર સરકારી યોજનાનો લાભ મળવા માટે ગામમાં કેમ્પ યોજવા, એક આર.ટી.ઓ.નો કેમ્પ યોજવા તથા આયુર્વેદનો કેમ્પ થાય તથા યોગ અભ્યાસ માટે અને ઓર્ગેનીક ખેતીની લોકોમાં જાગૃતિ આવે તે માટે કેમ્પ યોજવા ભલામણ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામની સાંસદ આદર્શ ગ્રામ તરીકે પસંદગી કરાતા સાંસદશ્રી પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
જયાં સુધી ગામડાઓને બધી જ સુવિધાઓથી સુસજજ નહી કરીએ ત્યાં સુધી સાચા અર્થમાં ભારતની પ્રગતિ નહીં કરી શકી નહિ સાંસદ પુનમબેન માડમ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ ગત ટર્મની જેમ આ ૧૭ મી લોકસભામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ માર્ગદર્શિકા મુજબ ગામો પસંદ કરેલ છે જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામની સાંસદ આદર્શ ગ્રામ તરીકે પસંદગી કરાયેલ છે. જે અંતર્ગત કવિડ-૧૯ની અનલોકની ગાઇડ લાઇન પ્રમાણે તા.૧૬ ના રોજ ભાડથર ગામે દરેક વિભાગ દ્વારા યોજનાઓ, માળખાકિય સુવિધાઓ અને અન્ય સુખાકારીના કામોનું સારી રીતે અમલીકરણ થાય તે હેતુથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.બેઠકની શરૂઆતમાં સાંસદ પુનમબેન માડમે લોકોને કોરોના મહામારી સામે જરૂરી સાવચેતી રાખવા જણાવી કહયું હતું કે દર વર્ષે એક ગામ સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરવા અને ૩000થી ૫000ની વસ્તી ધરાવતા જ ગ્રામોની પસંદગી કરવાની થતી હોઇ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામની સાંસદ આદર્શ ગામ તરીકે પસંદગી કરવામાં આવી છે. માન. નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ૧૧મી ઓક્ટોબર ૨૦૧૪ના રોજ મહાત્મા ગાંધીના આદર્શ ભારતીય ગામ માટેના વ્યાપક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવાની સાથે તે મુજબના ગામના સર્વાંગી વિકાસના હેતુ ને કેન્દ્રમાં રાખીને એક મહત્વપુર્ણ અને ઉમદા લક્ષ્યને સિદ્ધ કરવા લૉન્ચ કરવામાં આવી હતી.
સંસદસભ્ય દ્વારા ગ્રામ પંચાયત વિસ્તાર દત્તક લેવામાં આવે છે અને એ ગામનાં માળખાકીય વિકાસ સાથે સામાજિક વિકાસને સમાન મહત્ત્વ મળે એમ સમગ્રલક્ષી વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જેથી ‘આદર્શ ગ્રામો’ સ્થાનિક સર્વાંગી વિકાસ સાથે સુશાસનુ પણ દાખલારૂપ ઉદાહરણ બને છે જે અન્ય ગ્રામ પંચાયતોને પ્રેરણા આપનાર બની રહે છે. સંસદસભ્યશ્રીના નેતૃત્વ હેઠળ ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટસ તૈયાર કરવામાં આવે છે જેમાં ગામની માળખાકીય તેમજ આદર્શ ગામ તરીકેની જરૂરી સુવિધાઓ અને યોજનાઓને સમાવી લેવાય છે અને લગત વિભાગો દ્વારા રાજ્ય સરકારશ્રીને આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે અને તે મુજબના વિકાસ કાર્યો સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવે છે
આદર્શ ગામમાં પીવાના સ્વચ્છ પાણી- રસ્તા-સ્ટ્રીટ લાઇટ-બગીચા-હોસ્પિટલ- શાળા- લાઈબ્રેરી- રમતગમતનું મેદાન-સુવિધાયુક્ત પંચાયત ઘર -સેનીટેશન તેમજ હાઇજીન સહિતની અનેકવિધ પાયાની અને આદર્શ સંપુર્ણ સુવિધા હોય છે ઉપરાંત આદર્શ ગામના દરેક ખેડૂતોને આરોગ્ય કાર્ડ અને આધાર કાર્ડની સાથે સોઈલ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવે છે તેમજ શાળાને સ્માર્ટ સ્કૂલ પણ બનાવી શકાય છે. એકંદર સર્વાંગી વિકાસથી ગામડાની કાયા પલટનો મહત્વપુર્ણ હેતુ આ યોજનાનો છે. આ ઉમદા ઉદેશ્યને સિદ્ધ કરવાની નેમ સાથે ભાડથર ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકા મુજબ પસંદ કર્યું છે.
આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓએ પોતપોતાના વિભાગવાઈજ થયેલ કામગીરીની રૂપરેખા આપી હતી.
ભાડથર ગામમાં સીમતળના રસ્તા, કોઝવે, સ્મશાનગૃહમાં સ્ટ્રીટ લાઇટો, પી.એચ.સી.સેન્ટર અપગ્રેડ, એમ્યુલન્સ વગેરે જેવી સુવિધાઓ મળે તે માટે ગ્રામજનો તરફથી સુચન કરેલ હતું.
ગામમાં ઘન કચરાના નિકાલ માટે, ઘરે ઘરે પાણીની કનેકટીવીટી મળે, તે માટે ભાડથર ગામના સરપંચશ્રીને સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત કરોના માટે હેલ્થકેમ્પ, મળવાપાત્ર સરકારી યોજનાનો લાભ મળવા માટે ગામમાં કેમ્પ યોજવા, ખેતીવાડીશાખા, પશુપાલનશાખા, તેમજ એક આર.ટી.ઓ.નો કેમ્પ યોજવા તથા આયુર્વેદનો કેમ્પ, યોગ અભ્યાસ માટે અને ઓર્ગેનીક ખેતીની લોકોમાં જાગૃતિ આવે તે માટે કેમ્પ યોજવા ભલામણ કરી હતી.
આ બેઠકમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ, અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025