મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મીઠા ઉધોગ ને ધમધમતું કરવાની જહેમત ઉઠાવતા મૂળ ઝાલાવાડ ના વતની રાજેન્દ્રસિંહ ઝાલા
News Jamnagar October 19, 2020
મુળ ઝાલાવડના વતનિ અને જામનગર સ્થિત આગેવાને વતન નો સાદ સાંભળી મીઠા ઉદ્યોગને ધમધમતુ કરવા જહેમત ઉઠાવી
કોરોનાકાળમા મંદીના ભરડામા પીંસાયેલા ખારાઘોડા-પાટડીના અર્થતંત્ર થયા ધબકતા-હજારોને મળી રોજગારી
જામનગર
જામનગર માં સ્થાયી થયેલા ઝાલાવડના વતની આગેવાન એવા રાજેન્દ્રસિંહજી ઝાલાએ વતન નો સાદ સાંભળી મીઠા ઉદ્યોગને ધમધમતુ કરવા વતન મા યોજાયેલી મીટીંગોમા સક્રિય ભાગ લેવા પહોંચ્યા અને હજારો અગરીયા તેમજ લગત સુપરવાઇઝર વહીવટી સ્ટાફ સહિત હજારો લોકોને રોજગારી મળે તે માટેની સક્રિયતા દર્શાવી ખારાઘોડા વિસ્તાર જ્યા બીજો કોઇ ઉદ્યોગ નથી અને મીઠા ઉદ્યોગ બંધ હતો તે ફરીથી શરૂ કરવાની સૌની સાથે માર્ગદર્શક જહેમત ઉઠાવી ત્યારે આ બાબતે રાજેન્દ્રસિંહને બિરદાવતા તેમને વિનમ્ર ભાવે કહ્યુ કે પિતાશ્રીના વખત થી વતન માટે હંમેશા સજ્જ છીએ ત્યારે આ સેવારૂપી સંતોષજનક કાર્ય કરવાનો આનંદ મળ્યો છે એક આત્મસંતોષની અનુભુતિ થઇ છે
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખારાઘોડા-પાટડી-સુરેન્દ્રનગર નાં હિન્દુસ્તાન સોલ્ટ ના સીએમડી કમલેશ કુમારજી અને અગરિયા ઓ ની કમિટી મેમ્બરો ની મિટિંગ મા તેઓ એ ગત ૨૩/૨૪/૨૫ સપ્ટેમ્બર ના રોજ હાજરી આપી કંપની ને નફો કરતી કરવાના પ્રયત્નો માટે કર્મચારીઓ અને અગરિયાઓ ના નિમંત્રણ થી હાજરી આપી હતી
અગરિયાઓ ની સાથે તેમની બનાવેલી સોસાયટીમાં તેઓ ના આમંત્રણ થી તેમજ સીએમડી સાહેબ, બિજા અધિકારીઓ એ હાજરી આપી ઉજવલ ભવિષ્ય ની ખાતરી આપતાં વિશ્વાસ પૂર્ણ વાતાવરણ ઉભું કરવાની કોશિશ કરી હતી
ઉલ્લેખનીય છે કે દેશના મીઠા ઉદ્યોગના પ્રાણ સમાન વિસ્તાર હાલારથી ઝાલાવડ સુધી નો છે તેમાય ખારાઘોડા સમગ્ર પંથકના ગામો નુ યોગદાન મીઠા ઉત્પાદન મા ૬૦ ટકા જેટલુ છે અને હિન્દુસ્તાન સોલ્ટ દ્વારા ૧૦ હજારથી વધુ લોકોને ડાયરેક્ટ તેમજ નોંધપાત્ર સંખ્યામા સેંકડો લોકોને રોજગાર તેમજ બીઝનેસ મળે છે ત્યારે કોરોના કાળમા આ બંધ જેવા રહેલા નિષ્ક્રીય થઇ ગયેલા ઉદ્યોગ ને ફરી ધમધમતો કરવા સૌ ટોપકેડર સાથે રાજેન્દ્રસિંહજીની વરસોના અનુભવની ઉપયોગીતા સાર્થક થઇ જે બિરદાવવા લાયક છે
રેલવે મા શ્રેષ્ઠ સેવાઓ આપી હાલ નિવૃત થઇ જામનગર સ્થાયી થયેલા ઝાલાજીએ વતન નો સાદ સાંભળી મહત્વની મીટીગ વાટાઘાટો સફળ બનાવતા તે પંથકના સૌ એ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે અધીકારી તરીકે વરસોની ફરજ બાદ હાલ નિવૃતિમા ભવ્ય વારસો સાથે લઇ લો પ્રોફાઇલ લઇ સમાજ જીવન ના વિષયો મા તદન નિર્લેપભાવે રૂચી દાખવી પ્રેરણારૂપ જીવન જીવે છે જેના અનેક ઉદાહરણો આજની પેઢી માટે માર્ગદર્શક છે તેમજ પ્રચાર પ્રસાર નહી સેવા સદકાર્ય અને સાચી સલાહ આપવાનો મુળમંત્ર તેમને અપનાવ્યો છે જે હાલાર માટે પણ ગૌરવ છે તેમ તેમને નજીકથી જાણનારા સમીક્ષકોનો અભિપ્રાય છે
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025