મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આ વર્ષે સૈનિક સ્કૂલ બાલાચડીમાં છોકરીઓ અને છોકરાઓ માટે પ્રવેશ માત્ર છઠ્ઠા ધોરણમાં જ મળશે, નવમા ધોરણમાં નહીં મળે.
News Jamnagar October 19, 2020
સૈનિક સ્કૂલોમાં હવે છોકરીઓને પણ પ્રવેશ મળશે
જામનગર તા.૧૯ ઓકટોબર, સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણમાં સરકારના પ્રયત્નોની સાથોસાથ સંરક્ષણ મંત્રાલયે સત્ર ૨૦૨૧-૨૨ના સત્રથી છોકરીઓ માટે સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર પણ આગામી શૈક્ષણિક સત્રથી છઠ્ઠા ધોરણમાં છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારી કરી રહી છે. કુલ ખાલી જગ્યાના દસ ટકા અથવા ઓછામાં ઓછા દસ જગ્યામાં જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે.
છોકરીઓ માટે સ્કૂલે એક વિશેષ છાત્રાલય રાખેલ છે અને તેમના માટે અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અભ્યાસની સાથે છોકરીઓને લશ્કરી તાલીમ પણ તે જ રીતે આપવામાં આવશે, જે રીતે છોકરાઓને લશ્કરી અધિકારી બનાવવા માટે આપવામાં આવે છે. આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટીંગ એજન્સી સૈનિક સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા યોજી રહી છે.
આગામી શૈક્ષણિક સત્ર માટેની પ્રવેશ પરીક્ષાના ફોર્મ તારીખ ૨૦ ઓક્ટોબર ૨૦૨૦ થી ૧૯ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન ઓનલાઈન ભરાશે. પ્રવેશ પરીક્ષા ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ (રવિવાર)ના રોજ યોજાશે. પ્રવેશ પ્રક્રિયા વિશેની સંપૂર્ણ જાણકારી www.nta.ac.in પર મેળવી શકાશે અને રસ ધરાવતા ઉમેદવારો https://aissee.nta.nic.ac.in ઉપર ઓનલાઈન અરજી કરી શકશે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024