મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાહતદરના અનાજનું કાળાબજાર કરતાં કાળા ચાર વ્યક્તિઓ માંથી બે વ્યક્તિઓને જેલ હવલે કર્યા .
News Jamnagar October 20, 2020
ગાંધીનગર ગુજરાત.
રાહતદરના અનાજનું કાળાબજાર કરતાં ઇસમો સામે ગાંધીનગર કલેકટરશ્રીએ કરેલા હુકમને ગુજરાત હાઇકોર્ટે પણ માન્ય રાખ્યા
ગરીબો માટેના અનાજનું કાળાબજાર કરતા
ચાર વ્યક્તિઓ માંથી બે વ્યક્તિઓ જેલમાં
ગાંધીનગર.સોમવાર.
ગાંધીનગર તાલુકાના લીંબડિયા ગામ ખાતે આવેલા ગોડાઉનમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નિયત કાર્ડ ધારકોને તેમના માન્ય કાર્ડ પર વિતરણ કરવામાં આવતાં સબસીડાઇઝ અને રાહતદરના અનાજ જેવી ચીજવસ્તુઓનું કાળા બજારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કાળા બજાર અધિનિયમ હેઠળ કાર્ગયવાહી કરવાના હુકમ ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યએ કર્યા હતા. કાળા બજારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓએ આ અંગે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે દ્વારા પણ ગાંધીનગર કલેકટરએ કરેલા હુકમો માન્ય રાખેલ છે.આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર માંથી બે વ્યક્તિઓની ધરપકડ કરીને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે, તેવું જિલ્લા પુરવઠા અધિકારી શ્રી નિરૂપા ગઢવીએ જણાવ્યું છે.
જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવીએ વધુમાં જણાવ્યું છે કે, ગાંધીનગર તાલુકાના લીંબડિયા ગામ નજીક તા.૦૫ માર્ચ, ૨૦૨૦ ના રોજ સ્વામીનારાયણ ટ્રેડીંગ કો. ગોડાઉન ખાતે બોલેરો પીકઅપ વાન (ડાલુ) નંબર જીજે.૦૧.એચ.ટી.૦૯૨૫ ઉભી હતી. જેને શંકાના આધારે ગાંધીનગર એલ.સી.બી.- ૨ દ્વારા તપાસ કરવામાં આવતા તેમાં સરકારી જથ્થો જણાંતા તથા ગોડાઉનની ભૌતિક ખરાઇમાં પણ સરકારી જથ્થો હોવાનું માલૂમ પડયું હતું. આ અંગે ગાંધીનગર મામલતદાર ને જાણ કરવામાં આવી હતી. જેની વિસ્તૃત તપાસ કરીને ગાંધીનગર મામલતદાર શ્રી રાવલે અનાજનો જથ્થો અને વાહન મળી કુલ- ૧૪ લાખથી વધુનો જથ્થો સીઝર કર્યો હતો. પકડાયેલ સ્વામિનારાયણ ટ્રેડીંગ, લીંબડિયાના પ્રોપરાઇટર રાજેશભાઇ મનુભાઇ ટાંક, બોલેરો પીકવાન (ડાલુ)ના ડ્રાઇવર રાજેન્દ્રભાઇ રામજીભાઇ પરમાર, અમદાવાદ સીટીના ડોર સ્ટેપ ડીલીવરી ઇજાદાર રાજુ માંગીલાલ તૈલી, બોલેરા પીકવાનના માલિક માંગીલાલ પ્રેમાજી તૈલી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવા કલેકટરએ આદેશ કર્યા હતા.
ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્ય દ્વારા તપાસણી દરમિયાન સરકારશ્રીની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નિયત કાર્ડધારકોને તેમના માન્ય કાર્ડ પર વિતરણ કરવામાં આવતાં સબસીડાઇઝ અને રાહતદરના અનાજ જેવી ચીજવસ્તુઓના પુરવઠાની જથ્થાની જાળવણી અને વિતરણ વ્યવસ્થામાં બાધક બને તેવી પ્રવૃત્તિ કરતા અને તેને અટકાવા. તેમજ એકબીજા સાથે મળી અંગત લાભ તથા નફાખોરી અને કાળાબજારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકાવવાના ઉદ્દેશથી કાળાબજાર નિવારણ અધિનિયમ અને આવશ્યક ચીજવસ્તુના પુરવઠા જાળવણી અધિનિયમ – ૧૯૮૦ હેઠળ કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા.
આ તમામ વ્યક્તિઓ દ્વારા કલેકટરએ કરેલા આદેશો વિરૂધ્ધ ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગી હતી. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ગાંધીનગર દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી હતી. તાજેતરમાં હાઇકોર્ટએ હુકમ કરીને કલેકટરના આદેશને માન્ય રાખવાનો હુકમ કર્યો છે. વુધમાં રાજય સરકારશ્રી દ્વારા ઉક્ત હુકમોની બહાલી આપવામાં આવી છે. તેમજ નાસતા ફરતા રાજેશભાઇ મનુભાઇ ટાંક અને રાજુ માંગીલાલ તૈલીની પોલીસ દ્વારા ધરપકડ કરીને પોરબંદર અને રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025