મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળીયામાં એકી બેકી નંબર પ્રમાણે વાહન પાર્કિંગ અંગેનું પ્રાથમિક જાહેરનામું રદ કરતા જિલ્લા કલેકટર
News Jamnagar October 20, 2020
દેવભૂમીદ્વારકા.
તા.20,ખંભાળીયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક હોય તમામ સરકારી કચેરીઓ શહેરમાં આવેલ હોઇ,શહેરમાં વધતા જતા ટ્રાફીકના કારણે જાહેર રોડ ઉપર ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે.જેથી શહેરના જાહેર માર્ગો ઉપર ખાનગી વાહનોની પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાનું આવશ્યક જણાતાં જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તા.૨૨-૭-૨૦૨૦ના રોજ એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ હોઈ.
ખંભાળીયાના જુદા જુદા રસ્તાઓ પર મહિનાની એકી તારીકે રસ્તાની જમણી બાજુ તેમજ બેકી તારીખે રસ્તાની ડાબી બાજુ વાહન પાર્ક કરવા હુકમ કરતો જાહેરનામાનો મુસદો તૈયાર કરી ૩૦ દિવસ સુધીમાં વાંધા સુચનો મંગાવેલ. સબબ કાળુભાઇ ચાવડા,પુર્વ ધારાસભ્ય ખંભાળીયા તથા ખંભાળીયા શહેરના જુદા જુદા એસોશિએશનના પ્રમુખ/ મેમ્બર્સ દ્વારા રજુ વાંધા/સુચનો તેમજ તે અન્વયે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ખંભાળીયા દ્વારા રજુ થયેલ અભિપ્રાય ધ્યાને લેતા,ડો.નરેન્દ્રકુમાર મીના,જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ ખંભાળીયા શહેરમાં ઓડ-ઇવન પધ્ધતિ પ્રમાણે પાર્કિંગ વ્યવસ્થા અંગે તા.૨૨-૭-૨૦૨૦ના જાહેરનામાંથી પ્રસિધ્ધ કરેલ પ્રાથમિક જાહેરનામું રદ કરવા હુકમ કરેલ છે.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023