મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સંસદસભ્ય પૂનમબેન માડમની ભલામણથી મુંબઈઓખા - મુંબઈ સૌરાષ્ટ્ર મેલને જામખંભાળીયાનું સ્ટોપ મળ્યું
News Jamnagar October 21, 2020
જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમની ભલામણથી મુંબઈઓખા – મુંબઈ સૌરાષ્ટ્ર મેલને જામખંભાળીયાનું સ્ટોપ મળ્યું છે જેના કારણે જામખંભાળીયા પંથકના મુંબઈ તરફના મુસાફરોને આવન – જાવનની સાનુકુળતા થવા પામી છે .
તાજેતરના વૈશ્વીક મહામારીના સમયમાં રેલ્વે વિભાગ દ્રારા તબકકાવાર ટ્રેનના રૂટ શરૂ કરાયા છે , જેમાં લાંબા અંતરની ટ્રેનોના સમય અને ઝડપને મેન્ટેન કરવા અમુક સ્ટોપેજ વ્યવસ્થાના ભાગરૂપે ઓછા કરાયા છે અને રદ પણ કરાયા છે . તેવી જ રીતે ગત તા .૧૫ ઓકટોમ્બર થી મુંબઈ – ઓખા – મુંબઈ ટ્રેન નં . ૦૨૮૪૫ ૦૨૯૪૬ શરૂ કરવામાં આવી છે જેનું જામખંભાળીયા સ્ટોપ ન હતુ માટે સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ વેર્સ્ટન રેલ્વેના જનરલ મેનેજરને લેખીત ભલામણ કરી હતી કે દેવભૂમિ દ્રારકા જીલ્લાનું મથક એવુ જામખંભાળીયા મહત્વનું સ્ટેશન છે
જયાંથી દ્રારકા તરફ અને મુંબઈ તરફ જવા આવવા નોધપાત્ર ટ્રાફીક મળે તેમ છે , એટલું જ નહી આજુબાજુના કલ્યાણપુર અને લાલપુર સહિત આ ત્રણેય તાલુકાના ગામોના મુસાફરો માટે જામખંભાળીયામાં આ ટ્રેનનું સ્ટોપ જરૂરી છે તેમ ભારે પૂર્વક આ ભલામણમાં સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ જણાવ્યુ હતુ . જે બાબતની ગંભીરતા લઈ વેર્સ્ટન રેલ્વેના જનરલ મેનેજર દ્રારા મુંબઈ સેન્ટ્રલ – ઓખા -મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ સૌરાષ્ટ્ર મેલ ડેઈલી ટ્રેનને જામખંભાળીયાનો સ્ટોપ તા . ૨૧/૧૦/૨૦૨૦ થી મંજુર કરવામાં આવેલ છે . ઉલ્લેખનીય છે કે સંસદસભ્યશ્રી પૂનમબેન માડમને આ સ્ટોપ માટે જામખંભાળીયા તથા આજુબાજુના તાલુકાઓ માંથી રજુઆતો મળી હતી જે અંતર્ગત સાંસદ પૂનમબેનની ભલામણથી સ્ટોપ મંજુર થતા ખૂબ મોટી સંખ્યામાં રેલ્વે યાત્રીકોને સાનુકુળતા થઈ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025