મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરની જીજી હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલ સર્જરી વિભાગમાં ૨૩૨ બેડની અધતન સાધનોથી સજજ નવી કોવિડ ‘સી’ હોસ્પિટલનું ઇ.લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું
News Jamnagar October 21, 2020
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર માટે આધુનિક લિનિયર એક્સિલરેટર તથા સી.ટી. સિમ્યુલેટર મશીન, 232 પથારીની સુવિધા ધરાવતી આધુનિક સાધનોથી સજ્જ કોવિડ હોસ્પિટલ, પોસ્ટ કોવિડ કાર્ડિયેક અને પલ્મોનરી રીહેબિલિટેશન સેન્ટર તથા અત્યાધુનિક એક્સ-રે મશીન (800 એમ.એ.) અને પ્લાઝમા બેંકનું ઈ-લોકાર્પણ કર્યું.
આ નવિન સુવિધાઓ ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના છેવાડાના ગ્રામીણ વિસ્તારના માનવીઓને આધુનિક સારવાર આપવામાં ઉપયોગી બનશે.
જામનગર તા.૨૦ સપ્ટેમ્બર- મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જામનગરની જીજી
હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલ સર્જરી વિભાગમાં ૨૩૨ બેડની અધતન સાધનોથી સજજ નવી કોવિડ ‘સી’
હોસ્પિટલનું ઇ.લોકાર્પણ કર્યુ હતું.આ હોસ્પિટલમાં ૨૨ બેડ વેન્ટિલેટરની અને બાકીના તમામ બેડમાં ઓકિસજનની
સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. આ ઉપરાંત લીનીયર એકસીલેટર તથા સીટી સીમ્યુલેટર મશીન,પોસ્ટ કોવિડ પલ્મોનરી
કાર્ડિયેક અને રિહેબીલેટેશન તથા અત્યંત આધુનિક એકસરે મશીનનું ઇ.લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રી
વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જામનગરની સ્વાસ્થ્ય સેવા સુદઢ કરવા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને વઘુ અને ઝડપથી સારવાર મળી શકે તેવા પ્રયાસો કરાયા છે. કોવિડ હોસ્પિટલમાં બેડ,વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે,જામનગરની સૌથી જૂની આ હોસ્પિટલનું આધુનિકરણ થતાં જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના છેવાડાના વિસ્તારનાદર્દીઓને અતિ આધુનિક સારવાર વિનામૂલ્યે પ્રાપ્ત થશે.રાજયનું હેલ્થ સ્ટ્રકચર વધુને વધુ સુવિધાજનક બને તે માટે રાજયસરકાર કટિબધ્ધ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના, કેન્સર સહિતના દર્દોની ઉત્તમ સારવાર મળી રહે તે માટેની શ્રેષ્ઠ સારવારનો જામનગર ખાતેથી રાજય સરકારે શુભારંભ કરાવ્યો છે.હવે પછી રાજકોટ અને ભાવનગરમાં પણ આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
સ્વાગત પ્રવચનશ્રી સુપ્રિન્ટેડન્ટ ડો.દિપક તિવારીએ અને પ્રાસંગિક પ્રવચન ડીન ડો.નંદીની દેસાઇએ
તથા રિજિયોનલ વડા ડો.ચેટરજીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી કુમારભાઇ કાનાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ,સચિવ કૈલાસનાથન, આરોગ્ય સચિવશ્રી જયંતિરવિ, અગ્રસચિવ પંકજકુમાર વગેરે ઉપસ્થિત રહયા હતા.
જયારે જામનગર ખાતેના કાર્યક્રમમાં મેયર હસમુખભાઇ જેઠવા, અગ્રણી હસમુખભાઇ હિન્ડોચા, કલેકટર રવિશંકર,મહાનગર પાલિકાના કમિશનર સતિષ પટેલ,અધિક નિવાસી કલેકટર
રાજેન્દ્ર સરવૈયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024