મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મંત્રીમંડળે ભારતના આઇસીએઆઈ અને પાપુઆ ન્યૂ ગિનીના સીપીએ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી
News Jamnagar October 22, 2020
નવી દિલ્હી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને સર્ટિફાઇડ પ્રેક્ટિસિંગ એકાઉન્ટન્ટ્સ, પાપુઆ ન્યૂ ગિની (સીપીએ પીએનજી) વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ પાપુઆ ન્યૂ ગિનીમાં એકાઉન્ટિંગ, ફાઈનાન્શિયલ અને ઓડિટ જાણકારી માટે ક્ષમતા નિર્માણ કરવા અને એને મજબૂત કરવા સંયુક્તપણે કામ કરવાનો છે.
અમલ માટેની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને સર્ટિફાઇડ પ્રેક્ટિસિંગ એકાઉન્ટન્ટ્સ, પાપુઆ ન્યૂ ગિની (સીપીએ પીએનજી) નીચેની બાબતો માટે સંયુક્તપણે કામ કરશેઃ
પીએનજીમાં ટેકનિકલ કાર્યક્રમો, સેમિનારો અને સમારંભો યોજવા અને હાથ ધરવા માટે,
કોર્પોરેટ વહીવટ, ટેકનિકલ સંશોધન અને સલાહ, ગુણવત્તાની ખાતરી, ફોરેન્સિક એકાઉન્ટિંગ, કન્ટિન્યૂઇંગ પ્રોફેશનલ ડેવલપમેન્ટ (સીપીડી) અને પારસ્પરિક રસના અન્ય વિષયોના ક્ષેત્રોમાં સંભવિત સહકાર અને જોડાણ સ્થાપિત કરવું
ભારત અને પીએનજીમાં એકાઉન્ટન્સી વ્યવસાય સાથે સંબંધિત ઉપલબ્ધ અનિયંત્રિત માહિતી વહેંચવી અને જ્યારે જરૂર જણાય, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સીપીએ, પીએનજી પરીક્ષા માટે ચોક્કસ વિષયો માટે મોડ્યુલ્સ વિકસાવવા
વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી આદાનપ્રદાન કાર્યક્રમો ધરવા
પીએનજીમાં એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ઓડિટના ક્ષેત્રમાં ટૂંકા ગાળાના વ્યાવસાયિક અભ્યાસક્રમો ઓફર કરવા.
મુખ્ય અસર:
ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ (સીએ) સમુદાય સ્થાનિક વ્યાવસાયિક સમુદાય અને હિતધારકોને ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ બાબતો પર મદદ કરે છે અને ઉચ્ચ કક્ષાનું સન્માન ધરાવે છે. સૂચિત કરાર વિશ્વાસને મજબૂત કરશે તથા પાપુઆ ન્યૂ ગિનીમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે સકારાત્મક છાપ ઊભી કરવામાં મદદરૂપ થશે એવી અપેક્ષા છે. આઇસીએઆઈ પીએનજીમાં એના ચેપ્ટરમાં ઓસ્ટ્રેલેશિયા-ઓશાનિયા રિજનમાં 3000થી વધારે સભ્યો ધરાવે છે. આ એમઓયુ સીપીએને સહાય પ્રદાન કરશે, પીએનજીને રિજનમાં આઇસીએઆઈના સભ્યોનો લાભ મળશે અને આઇસીએઆઈના સભ્યોની સંભવિતતાને વેગ પ્રદાન કરશે.
પૃષ્ઠભૂમિ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઈ) ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વ્યાવસાયિકોનું નિયમન કરવા “ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ધારા, 1949” અંતર્ગત સ્થાપિત કાયદેસર સંસ્થા છે. સર્ટિફાઇડ પ્રેક્ટિસિંગ એકાઉન્ટન્ટ્સ પાપુઆ ન્યૂ ગિની (સીપીએ પીએનજી) ટોચની એકાઉન્ટિંગ વ્યાવસાયિક સંસ્થા છે, જેની સ્થાપના ધ એકાઉન્ટન્ટ્સ ધારા, 1996 હેઠળ થઈ છે, જેનો આશય એકાઉન્ટિંગ અને ઓડિટિંગમાં ધારાધોરણો કે માપદંડો સ્થાપિત કરવાનો છે તેમજ પાપુઆ ન્યૂ ગિનીમાં એકાઉન્ટન્સીના વ્યવસાયમાં રસ વધારવાનો છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024