મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને કૃષિ રાહત પેકેજ અંતર્ગત ૧૭ કરોડ ચૂકવવામાં આવેલ છે
News Jamnagar October 22, 2020
જામનગર
જામનગર તા.૨૨ સપ્ટેમ્બર – રાજય સરકાર દ્વારા જામનગર જિલ્લાના ભારે વરસાદ કારણે ખેતી પાકોને થયેલ નુકશાન અન્વયે જામનગર જિલ્લાના ૬ તાલુકા માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે. એસડીઆરએફ અંતર્ગત ૬૮૦૦ હેકટર તથા રાજય સરકાર દ્વારા ૩૨૦૦ હેકટર મળી ૧૦૦૦૦ હેકટર મુજબ મહતમ બે હેકટર માટે સહાય ચૂકવવાનું નકકી કરવામાં આવેલ છે.
જામનગર જિલ્લામાં ખેતીવાડી ખાતા દ્વારા હિસાબી શાખા જિલ્લા પંચાયત જામનગરના સહયોગથી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કુલ ૧૧૦૦૦ જેટલા ખેડૂતોને ૧૭ કરોડ રૂપિયાની સહાય સીધા જ ખેડૂતોના ખાતામાં એક જ દિવસમાં ચૂકવવામાં આવી છે.
કૃષિ રાહત પેકેજ અંતર્ગત ગ્રામ્ય લેવલે વીસી મારફત અરજી કરવાની રહે છે. અત્યાર સુધીમાં ૯૩૮૭૫ ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી છે તથા જિલ્લાના ખેડૂતો તા.૩૦/૧૦/૨૦ સુધીમાં અરજી કરી શકશે. જેને ધ્યાને લઇ જિલ્લાના ખેડૂતોને સમય મર્યાદામાં અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024