મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેર માંથી અંગ્રેજી દારૂ નો જંગી જથ્થો 1692 બોટલ 8 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરતી ડી.સ્ટાફ સીટી.એ.ડિવીઝન
News Jamnagar October 23, 2020
જામનગર
જામનગર શહેરમાથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ 1692 કિ.રૂ .8.46.000 / પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દિપન ભદ્રન સાહેબની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય સાહેબ તથા સીટી એ ડીવી.પો.સ્ટે.ના પોલીસ ઈન્સ એમ.જે.જલુ સાહેબ ના માગદર્શન મુજબ પો.સબ.ઇન્સ જે.આર.કરોત્તરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ .શિવભદ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઇ ખફી ને ચોકકસ બાતમી મળેલ કે મહમદઇકબાલ ઉર્ફે ટકો લતીફભાઇ ખફી પોતાના સાગરીતો અકબર સિદિક જુણેજા તથા મોહસીન અબ્બાસ ખફી સાથે મળી જગદિશ રમણીકભાઇ સેલડીયા ની માલીકીનો અન્નપુર્ણા મંદિર રોડ લાલવાડી શેરી ને ૨ મા આવેલ વાડામાં ઇગ્લીશ દારૂનો જથ્થો સંગ્રહ કરવા ભાડે રાખી જગદીશભાઈને પોતાની સાથે મીલાવી આ વાડામાં મોટા પ્રમાણમાં ઈગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે અને હાલે ઈગ્લીશ દારૂની હેરાફેરી કરે છે છે તેવી હકીકત મળતા , હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા ( ૧ ) જગદીશભાઈ સાઓ રમણીકભાઈ કેશવજીભાઈ સેલડીયા જાતે પટેલ ઉવ .૪૮ ધધો ગેરેજ રહે લાલવાડી , અન્નપુર્ણા મંદીર પાસે , શેરી ને ૨ , બ્રમાણી કુપા જામનગર ( ૨ ) મોસીન સાઓ અબ્બાસભાઈ સીદીકભાઈ ખફી જાતે સુમરા ઉવ .૩૦ ધધો વેપાર રહે ખોજાગેટ , ટીટોડીવાડી , સીલ્વર સોસાયટી , છેલ્લી શેરી નં ૧૩ મુબારકભાઈના ઘરની બાજુમાં જામનગરવાળા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની અલગ અલગ કંપની બોટલ નંગ ૧૬૯૨ કિ.રૂ. ૮,૪૬,૦૦૦ / તથા મોબાઈલ નંગ ૨ કી રૂ ૨,૦૦૦ / – તથા દારૂની હેરાફેરી તથા સંગ્રહ કરવા ઉપયોગ કરેલ બોલેરો મેક્ષી કિ.રૂ. ૪,૦૦,૦૦૦ / – તથા ટાટા એસ ૨,૫૦,૦૦૦ / – તથા તાલપત્રી નંગ -૨ કિ.રૂ. ૨૦૦ /-મળી કુલ રુ ૧૪,૯૮,૨૦૦ / ના મુદ્દામાલ પકડી પાડી તપાસ અર્થે કબ્બે કરેલ છે તેમજ મહમદઇકબાલ ઉર્ફે ટકો લતીફભાઇ ખફી તથા અકબર સિદિક જુણેજા તેને પકડવાની તજવીજ ચાલુ છે.
આ કામગીરીમા પો.ઇન્સ .એમ.જે.જલુ ,તથા પો.સબ.ઇન્સ જે.આર.કરોત્તરા તથા પો.સબ.ઇન્સ એમ.વી.મોઢવાડીયા તથા પો.હેડ.કોન્સ સંદિપભાઇ ચુડાસમા ,તથા નરેન્દ્રસિંહ ઝાલા તથા મુકેશસિંહ રાણા તથા રામદેવસિંહ જાડેજા પો.કોન્સ . યોગરાજસિહ રાણા તથા ફીરોજભાઇ ખફી તથા શીવભદ્રસીહ જાડેજા તથા ગૌતમ મકવાણા તથા આફતાબભાઈ સફીયા તથા પ્રવિણભાઇ પરમાર તથા મહાવીરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા શિવરાજસિંહ રાઠોડ તથા વિક્રમસિંહ જાડેજા તથા મેહુલભાઇ વિસાણી દ્વારા કરવામાં આવેલ છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024