મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મોર્ડન માર્કેટમાં શેર બજાર ના ડબ્બા ટ્રેડિંગ પર ડી.સ્ટાફ.બી ડિવિઝન ના દરોડા 3 શખ્સઓ ઝડપાયા
News Jamnagar October 23, 2020
જામનગર
જામનગર શહેરમાં આવેલ મોર્ડન માર્કેટમાં ઓફિસમાં ચાલતા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર શેર બજારના ભાવ ઉપર હારજીત કરી ડબ્બા ટ્રેડીંગ પર રેઇડ કરી ત્રણ ઇસમોને પકડી પાડતી જામનગર સીટી “બી ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ જામનગર શહેરમાં ગેરકાયેદસરની પ્રવૃતી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દીપન ભદ્રના સાહેબની સુચનો અને મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડે સાહેબના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સપેકટર.કે.એલ.ગાધે સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ ઈન્સ કે.વી.ચૌધરી સાહેબ સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હાજર હતા.
દરમ્યાન પોલીસ કોન્સ જયપાલસિંહ જાડેજા તથા કીશોરભાઇ પરમાર ને ખાનગી રાહે હકિકત મળેલ હોય કે મોર્ડન માર્કેટમાં ગ્રાઉન્ડ ફલોર ઓફિસ નં .૬૩ માં પ્રદિપભાઇ હંસરાજભાઇ બુધ્ધદેવ પોતાની ઓફિસમાં પોતે તથા માણસોથી મોબાઈલ ફોનથી સોદાઓ કરીને ગે.કા.રીતે લાયસન્સ વગર શેર બજારના ભાવ ઉપર હારજીત કરી ડબ્બા ટ્રેડીંગ ચલાવે છે અને ગ્રાહકોને સભ્ય બનાવી અલગ અલગ કંપનીના શેર ઉપર લેતી દેતી કરે છે તેઓ પાસે આવા વેપાર ધંધા માટેનું સરકાર તરફથી અધીક્રુત કરેલુ કોઈ લાયસન્સ કે પરવાનો નથી પરવાનગી વગર તેમજ માન્ય કરાયેલા ન હોય તેવા સ્ટોક એકસચેન્જ સ્થળ ઉપર કરાર કરવા માટે પોતાની ઓફિસનો ઉપયોગ કરે છે.
જે હકીકત આધારે સદર ઓફિસમાં રેઇડ કરતા રેઈડ કરતા ત્રણ ઇસમો લાયસન્સ વગર શેર બજારના ભાવ ઉપર હારજીત કરી ડબ્બા ટ્રેડીંગ કરતા મળી આવેલ જેથી તમામ આરોપીઓના નામ.(૧) પરાગ દિલીપભાઇ હરવરા જાતે ભણશાળી ઉ.વ.૨૬ ધંધો પ્રા.નોકરી રહે .લાલવાડી આવાસ ,પટેલ સમાજ પાસે , બ્લોક નં .સી / ૭૦૯,જામનગર (૨) રાજેશ ભીખુભાઇ મકવાણા જાતે રજપુત ઉ.વ .૫૦ ધંધો પ્રા.શિક્ષક રહે .લંઘાવાડની ઢાળીયો,દિવાન ખાન ચોક ,જામનગર (૩) પ્રદિપભાઇ હંસરાજભાઇ બુધ્ધદેવ જાતે લુહાણા ઉ.વ.૫૦ ધંધો સદર ઓફિસમાં વેપારરહે.પંચવટી સોસાયટી ,બ્રાહષ્ણ બોડીંગની બાજુમાં ,મકાન ૬૬/૧.જામનગર વાળાઓ સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવતા સીકયુરીટીસના વેપાર કરવા માટેના કાયદેસરના લાયસન્સ કે પરવાનો મેળવીયા વગર ગેરકાદેસર રીતે મોબાઇલ ફોન પર અલગ અલગ કંપનીઓના શેરના સોદાઓ કરી લેતી દેતી કરી અન્ય આરોપીઓને જોઇન્ટ કરી શેરના ભાવ વધઘટ ઉપર હારજીત કરી સરકારને આર્થિક નુકશાન કરી રેઇડ દરમ્યાન કુલ રોકડા રૂ .૩૦,૭૭૦ /તથા મુદામાલ રૂ .૪૧,૪૦૦ / – એમ કુલ મુદામાલ રૂ .૭૨,૧૭૦ / -સાથે પકડી પાડી ધી સીકયુરીટસ કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટ ૧૯૫૬ ની કલમ ૧૩,૧૬,૧૭,૧૯,૨૩ ( ૧ ) ,બી.સી.ઇ.એફ મુજબ ગુનો કરેલ હોય સદર આરોપીઓને પકડી પાડી તેમજ ( ૪ ) NYSD કોડ નેમ જેનું નામ નૈષદ રહે .જામનગર ( ૫ ) KAPL MYR કોંડ નેમ જેનું નામ કપીલભાઇ ( ૬ ) N YP કોડ નેમ જેનુ નામ યશપાલસિંહ જાડેજા રહે .જામનગર ( ૭ ) CHR કોડ નેમ જેનુ નામ ચિરાગભાઇ રહે.જામનગર ( ૮ ) BHR કોડ નેમ જેનું નામ ભરતભાઇ રહે.જામનગર જેના ( ૯ ) MNS કોડ નેમ જેનું નામ મનસુખભાઇ રહે . જામનગર ( ૧૦ ) UP કોડ નેમ ( ૧૧ ) MD કોડ નેમ વાળાઓને પકડવાના બાકી હોઈ તેની વિરુધ્ધ ધોરણસર થવા પો.સબ ઇન્સ.કે.વી.ચૌધરી સાહેબે ફરિયાદ આપેલ છે.
આ કામગીરીમા પો.ઈન્સ. કે.એલ.ગાધે તથા પો.સબ ઈન્સ કે.વી.ચૌધરી તથા પો.હેડ કોન્સ .રાજેશભાઈ વેગડ , રવીરાજસિંહ જાડેજા,રધુવીરસિંહ પરમાર તથા પો.કોન્સ કિશોરભાઈ રવજીભાઈ પરમાર તથા જયપાલસિંહ કનકસિંહ જાડેજા તથા અમીતભાઈ દેવસુરભાઈ ગઢવી તથા ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા તથા હરદીપભાઈ વસંતભાઈ બારડ દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025