મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેશમાં પ્રથમ વખત હદયરોગના દર્દીઓ માટે I.C.C.U. ઓન વ્હીલ અને ટેલી કાર્ડીયોલોજી સેવાનો કાર્યારંભ થશે : ટેલી કાર્ડીયોલોજી સેવાના કારણે અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોનું ચોક્કસ નિદાન અને સારવાર થશે
News Jamnagar October 24, 2020
અમદાવાદ.
પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ પરિસરમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન પિડિયાટ્રિક હૃદયરોગની હોસ્પિટલ અને ટેલિ-કાર્ડિઓલોજી માટે મોબાઇલ એપ્લિકેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ હવે ભારતની સૌથી મોટી હૃદય રોગની હોસ્પિટલ બની જશે અને વધુમાં દુનિયામાં વિશ્વ સ્તરીય તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબી સુવિધાઓ ધરાવતી જૂજ હોસ્પિટલોમાંથી એક તરીકે તેની ગણના થશે.
અમદાવાદ ખાતે સિવિલ મેડીસિટીમાં આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે રૂા.૪૭૦ કરોડના ખર્ચે ૮૫૦ પથારી ધરાવતી અત્યાધુનિક બાળ હ્યદયરોગ હોસ્પિટલને આવતી કાલે ૨૪મીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી શુભારંભ કર્યું
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજના રોજ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સંકુલમાં નવનિર્મિત બાળ હદયરોગની અત્યાધુનિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ઉદ્ધઘાટન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે,સિવિલ સંકુલમાં આવેલ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે બાળકો માટે રૂા.૪૭૦ કરોડના ખર્ચે અલગથી બનાવવામાં આવેલ ૮૫૦ પથારી ધરાવતી બાળ હ્યદયરોગ હોસ્પિટલ દેશની સૌ પ્રથમ સુપર સ્પેશિયાલીટી કાર્ડિયાક હોસ્પિટલ છે.
યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારથી હદયરોગની સારવાર અર્થે દર્દીઓનો ધસારો રહેતો હોય છે.નાના બાળકોને વિશેષ કાળજીથી સારવાર આપી શકાય તેને લક્ષ્યમાં લઇને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અલાયદી બાળ હ્યદયરોગની હોસ્પિટલ નિર્માણનું સ્વપ્ન સેવ્યુ હતુ જે આ હોસ્પિટલ તૈયાર થઇ જતા ખરા અર્થમાં સાકાર થવા જઇ રહ્યુ છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડાપ્રધાનશ્રીના સૂચનને ધ્યાનમાં લઇને તાત્કાલિક જરૂરી મંજૂરીઓ આપી ઝડપથી આ હોસ્પિટલ નિર્માણ પામે તે માટે હોસ્પિટલ તંત્રને સમયે સમયે માર્ગદર્શન પુરૂ પાડી માત્ર ૨ વર્ષના ટુંકા ગાળામાં અત્યાધુનિક હોસ્પિટલ તૈયાર કરી છે.ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી યુ.એન.મહેતા હોસ્પિટલમાં કૂલ ૨૧ લાખ ૯૧ હજાર દર્દીઓએ સારવાર લીધી છે.જેમાંથી ૪૪ હજાર બાળકોનો સમાવેશ થાય છે.
૩ લાખ ૪૨ હજાર દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થઇને સારવાર મેળવી છે. જ્યારે ગંભીર પ્રકારની બિમારી ધરાવતા ૬૩ હજાર ૭૦૨ દર્દીઓની હ્યદયરોગની સર્જરી કરવામાં આવી છે. જેમાં ૨ હજાર જેટલા બાળકોનો સમાવેશ થાય છે.
યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટમાં બનેલ બાળ હ્યદયરોગની હોસ્પિટલ સમગ્ર ભારતભરમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ છે. જેમાં દર્દીઓને હદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા સરળતાથી મળી રહેશે. ટેલીકાર્ડિયોલોજી પ્રોગ્રામને કારણે અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોનું ચોક્કસ નિદાન અને સારવાર મળી રહેશે.
[સંકલન :- અમિતસિંહ ચૌહાણ]
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025