મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઓનલાઇન ખરીદી અંગે ઈ-કોમર્સ ડિજિટલ પ્લેટફોર્મ પુરા પાડતી એમેઝોન, સ્નેપડીલ સાઈડ પર તોલમાપ વિભાગના દરોડા કુલ ત્રણ ઉત્પાદકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ
News Jamnagar October 24, 2020
ગુજરાત મહેસાણા.
કોઈપણ દેશના મજબૂત અર્થતંત્ર માટે ગ્રાહક એ મુખ્ય આધાર છે.ગ્રાહકો ખરીદીમાં ક્યાંય છેતરાય નહી તે અંગે ગ્રાહક સુરક્ષા વિવિધ કાયદા નિયમોનું સરકારશ્રીના જુદાજુદા વિભાગો દ્વારા અમલીકરણ કરવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઇન ખરીદી કરવાનો વ્યાપ ઘણા પ્રમાણમાં વધ્યો છે અને આ ઓનલાઈન ખરીદી માટે જુદી જુદી કંપનીઓ જેવી કે એમેઝોન,ફ્લીપકાર્ડ, સ્નેપડીલ જેવી કંપનીઓ જુદા જુદા ઉત્પાદકો,વિક્રેતાઓ, સેલરોને પોતાની પ્રોડક્ટ
ઉત્પાદનનો વેચાણ કરવા ડિજીટલ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઉત્પાદકો, સેલેરો પોતાની પ્રોડક્ટ ઓનલાઇન માર્કેટમાં વેચાણ અર્થે મૂકે છે.
આજના આ ડિજીટલ મોર્ડેનાઇઝેશનના યુગમાં ગ્રાહકો આ વિવિધ કંપનીઓની સાઈડ પર સર્ચ કરી પોતાની પસંદની પ્રોડક્ટ ખરીદવા ઓર્ડર બુક કરાવતા હોય છે.
ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ ઓનલાઇન ખરીદીમાં પણ ગ્રાહકો છેતરાય નહી તે માટે ડિજીટલ પ્લેટફોર્મ પૂરું પાડતી કંપનીઓને તેમજ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા ઉત્પાદકો, સેલરોને પોતાની સીલબંધ પ્રોડક્ટ વેચાણ અર્થે મુકવા માટે ધી પેકેજ કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧માં ઇ-કોમર્સ બીઝનેસમાં ગ્રાહકોના સુરક્ષા માટે નિયમોનો સમાવેશ કરવામાં આવેલ છે.
જે મુજબ આ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જે તે ઉત્પાદક, વિક્રેતા, સેલરે પોતાની પ્રોડક્ટ ધી પેકેજ કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ના નિયમ ૬(૧) અને પેટા નિયમ ૧૦ અન્વયે જરૂરી તમામ નિર્દેશનો જેવા કે ઉત્પાદક, પેકર, સેલરનું પૂરું નામ, સરનામું, કન્ટ્રી ઓફ ઓફ ઓરીજીન, પ્રોડક્ટનું ચોખ્ખું નામ, એમ.આર.પી. (તમામ કરવેરા સહિત),કસ્ટમર કેર નંબર, ઇ-મેઇલ આ.ડી.દર્શાવવા ફરજિયાત છે. જો આ પ્રમાણેના નિર્દેશનો વગર આ ડિજિટલ પ્લેટફોર્મ પર જે તે કંપની પોતાની પ્રોડક્ટ વેચાણ અર્થે મૂકે તો આ ડિજિટલ પ્લેટફોર્મ ધરાવતી કંપની અને પ્રોડક્ટના ઉત્પાદક,સેલર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય.ઉપરોક્ત કાયદા નિયમોની જોગવાઈઓનું જે તે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડતી કંપનીઓ તેમજ ઉત્પાદકો, સેલરો કરે છે કે કેમ ?
તે બાબતે મહેસાણા જિલ્લા તોલમાપ અધિકારી અને નાયબ નિયંત્રણ એન.એમ.રાઠોડ તેમના નિરીક્ષકોની ટીમે એમેઝોન, ફ્લીપકાર્ટ જેવી સાઇટ પર વિવિધ પ્રોડક્ટ ની આકસ્મિક તપાસ હાથ ધરી હતી.જેમાં સ્નેપડીલની સાઇટ પર માઇક્રોમેક્સ કંપનીના મોબાઈલ ફોન ની પ્રોડક્ટ અંગે સાઇટ પર કાયદા નિયમો મુજબના નિર્દેશનો કરવામાં આવેલ ન હતા. જેથી સ્નેપડીલ કંપની તથા માઇક્રોમેક્સ મોબાઈલના ઉત્પાદકની સામે કાયદેસરની કાર્યવાહી કરી વિધિસરનું પંચનામું કરી ધી લીગલ મેટ્રોલોજી (પેકેજ કોમોડીટીઝ રૂરલ્સ-૨૦૧૧)ના નિયમ ૬(૧) પેટાનિયમ-૧૦ ના ભંગ બદલ પ્રો.કેસ નોંધેલ છે.
આ જ પ્રમાણે એમેઝોન કંપનીની સાઈડ પર શાહનાઝ હુસેન કંપનીની ફેશિયલ કીટની પ્રોડક્ટ પર તથા એન-પ્રી-મસાજ-સ્ક્રબ રાજકોટની પ્રોડક્ટ પર કાયદા નિયમો મુજબ નિર્દેશનો કરેલા ન હોવાથી એમેઝોન કંપની અને શાહનાઝ હુસેન પ્રોડક્ટના સેલર સામે તથા એન.પ્રી.મસાજ સ્ક્રબ પ્રોડકટના સેલર-ઉત્પાદક સામે કાયદેસર કાર્યવાહી કરી પ્રો.કેસ કરવામાં આવેલ છે.
સરકારી માહિતી મુજબ..
તસ્વીર ગૂગલ.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025