મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જલા ની જાર ચોક માં શિવ અને માતા પાર્વતીના ઈશ્વર વિવાહ યોજ્યા. ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના પ્રસંગને ઇશ્ર્વર વિવાહ તરીકે મનાવાય છે.
News Jamnagar October 24, 2020
જામનગર
છોટીકાશી ગણાતા જામનગરમાં આશરે 300 વર્ષથી પુરાણી જલાની જારમાં યોજાતી પરંપરાગત ગરબીમાં ઈશ્વર વિવાહનું અનેરું મહત્વ છે .ત્યારે આ વર્ષે પ્રાચીન ઈશ્વર વિવાહમાં કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું છે.
કોરોનાના કહેર વચ્ચે હાલ અર્વાચીન ગરબીઓ અને મોટા આયોજનો બંધ છે ત્યારે પરંપરાગત યોજાતી જામનગરની 300 વર્ષોથી પણ જૂની અને પ્રાચીન જલાની જારની ગરબીમાં આ વર્ષે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે નવરાત્રિના સાતમા નોરતે ભગવાન શિવ અને પાર્વતિના ઈશ્વર વિવાહ યોજી પરંપરા યથાવત જાળવી રાખવામાં આવી છે.
જામનગરમાં આવેલા જલાની જાર વિસ્તારમાં છેલ્લા 300 થી વધુ વર્ષો થયા પરંપરાગત ગરબી યોજાય છે . દેશ – વિદેશમાં પ્રખ્યાત આ જલાની જારની ગરબીમાં યોજાતા ઈશ્વર વિવાહ જોવા માટે રાતભર લોકો ઉમટી પડતાં હોય છે. અહીં દર નવરાત્રીએ સાતમા નોરતાની રાત્રે 12 વાગ્યા બાદ સંત દેવિદાસ રચિત ઇશ્ર્વર વિવાહનો પ્રસંગ યોજાય છે.
ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના પ્રસંગને ઇશ્ર્વર વિવાહ તરીકે મનાવાય છે.ગઇકાલે રાત્રે 12 વાગ્યા બાદ ઇશ્ર્વર વિવાહનો કાર્યક્રમ શરૂ થયો હતો અને પરોઢીયે ત્રણ વાગ્યે સંપન્ન થયો હતો. સાઉન્ડ સિસ્ટમ કે આધુનિક વાંજીત્રોના ઉપયોગ વગર આ કાર્યક્રમ મનાવાયો આ ગરબીમાં માત્ર છંદો દ્વારા પુરુષો નગારાના તાલે ગરબી યોજે છે .અને આ ગરબીમાં નાત જાતના ભેદભાવ વગર નાના મોટા સૌ કોઈ ભાગ લેતા હોય છે . જેમાં સાતમા નોરતે યોજાતા ઈશ્વર વિવાહનું અનેરું મહત્વ હોય છે પરતું આ વર્ષે નવરાત્રિ દરમ્યાન અહી યોજાતા ઈશ્વર વિવાહમાં પણ કોરોના વેરી બન્યો છે પરતું વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે.
અહેવાલ. સબીર દલ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024