મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખેડુતોના જીરા વેચાણના પરસેવાની કમાણીના ચોરી થયેલ રોકડ રૂપીયા ૩,૮૩,૯૩૦ ને શોધી કાઢી કજે કરી એક ઇસમને પકડી પાડતી જામનગર પંચકોશી એ .ડીવીઝન પોલીસ
News Jamnagar October 26, 2020
જામનગર
જીલ્લા પોલીસ અધીક્ષક દિપેન ભદ્રન સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇ સાહેબના માર્ગદર્શન મુજબ પંચકોષી ‘એ.ડીવી.પો.સ્ટે.ના પો.સ.ઇ. ડી.પી. ચુડાસમા તથા સ્ટાફના પો.હેડ કોન્સ ,યશપાલસિંહ એ.જાડેજા ,તથા વિરેન્દ્રસિંહ પી.જાડેજા પો.સ્ટે .વિસ્તારમાં મીલકત સબંધી અનડીટેક્ટ ગુન્હા શોધવા પેટ્રોલીગમાં તથા પંચ એ’ડીવી.પો.સ્ટે .એ -પાર્ટ ગુ.ર.ન .૮૫૯૯ / ૨૦૨૦ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબના ગુન્હાની તપાસમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સ તથા સાહેદો મારફતે આ કામેની ચોરીમાં બોલેરો ચાલક હેમંતભાઈ શકદાર હોવા અંગે હકિકત મળતા મજકુર બોલેરો ચાલક હેમતભાઇ દેવરાજભાઇ નકુમ ,જાતે – સતવારા,ઉ.વ .૩૫ ,ધંધો -ડ્રાઇવીંગ રહે.જુવાનપુર ગામ ( હરીયાવળ ) કન્યા શાળાની બાજુમાં તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકા વાળાને યુક્તિ – પ્રયુક્તિથી ઇંટ્રોગેટ કરતા આકરી પુછપરછ દરમ્યાન મજકુરે ચોરી કરેલની કબુલાત આપી જણાવેલ કે પોતાને પૈસાની જરૂરત હોય જેથી કનૈયા હોટલે જમવા ગયેલ ત્યારે પોતે ફરીયાદી સાહેદો સાથે જમવા બેસેલ નહી અને પોતે કુદરતી હાજતે જવાનું બહાનું કરી બોલેરો ગાડીએ જઈ પોતાના ઉપર શંકા ન જાય તે માટે પથ્થરથી ગાડીના દરવાનો કાચ તોડી દરવાજો ખોલી રૂપીયા ભરેલ થેલી ત્યાં બાવળની ઝાડીઓમાં છુવાપી દીધેલ હતી.
અને મજકુર સાથે ચાલી જે જગ્યાએ રૂપીયા ભરેલ થેલી છુપાવેલ તે જગ્યા બતાવી થેલી શોધી આપવા તૈયાર થતા પંચો રૂબરૂ ડીસ્કવરી કરતા મજકુરે જામનગર બાયપાસ રોડ ઉપર આવેલ સમરસ હોસ્ટેલ પાસે રોડ કાંઠે આવેલ બાવળની ઝાડીમાંથી ચોરીમાં ગયેલ રૂપીયા ભરેલ થેલી કાઢી આપતા રોકડ રૂ .૩,૮૩,૯૩૦ / – તથા જીરા વેચાણનાબીલ તથા એક ચાદર ભરેલ થેલી સહીત ચોરીમાં ગયેલ તમામ મુદામાલ કબજે કરી ગણત્રીની કલાકોમાં અન ડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હો ડીટેક્ટ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે . આ કાર્યવાહી પંચકોશી ‘ એ ‘ ડીવી . પો.સ્ટે . ના પો . સબ ઇન્સ . ડી.પી.ચુડાસમા તથા સ્ટાફના પો . હેડ કોન્સ . યશપાલસિંહ જાડેજા તથા વીરેન્દ્રસિંહ જાડેજા તથા મગનભાઇ ચંદ્રપાલ તથા જીગ્નેશભાઈ વાળા તથા પો કોન્સ . સંદિપભાઈ જરૂ વિગેરે નાઓએ કરેલ છે .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025