મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખીજડીયા પક્ષી અભયારણ્ય નહિ દેખા તો કુછ નહિ દેખા. વિશેષ અહેવાલ.
News Jamnagar October 26, 2020
જામનગર
છેલ્લા આઠ માસના લોડડાઉન બાદ તા .૧૬મી થી મરીન નેશનલ પાર્ક અનલોક થયું .ખીજડીયા પક્ષી અભયારણ્ય
લોકડાઉન દરમિયાન ખીજડીયામાં પક્ષીઓની કોલોની વિકસી નેસ્ટીંગમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો
નદીઓને નાળાઓના વહેણ કોઈ રોકી શકતું નથી તેવી રીતે પક્ષીઓને પણ કોઈ સરહદ નથી રોકી શક્તી તેનું ઉદાહરણ અહીં જોવા મળે છે વિદેશ થી આપણા મહેમાન બનતા પક્ષીઓ
જામનગર ખીજડીયા પક્ષી અભયારણ્યને વિદેશ થી સ્થળાંતર કરનારા પક્ષીઓનું સ્વર્ગ માનવામાં આવે છે.જામનગર જિલ્લામાં આવેલા આ અભયારણ્યમાં તળાવના બે પ્રકાર (મીઠા પાણી અને ખારા પાણી) છે.અહીં દર વર્ષે,શિયાળ માં વિદ્યાર્થીઓ.ટુરિસ્ટ.વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર.પક્ષી નિષ્ણાંતો વિદેશી પક્ષીઓની જોવા અને તેમના વિશે જાણવા આવે છે.
જામનગર
દેશના જૂજ પક્ષી અભ્યારણ્યો પૈકીનું એક જામનગર થી 12 કિલોમીટર ના અંતર પર આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ્ય લાંબા ગાળા બાદ ખુલ્લું મુકવામાં આવ્યું પ્રવાસીઓ, પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓ માટે ખુલ્લી ગયું છે ખારા પાણી અને મીઠા પાણીના તળાવો ધરાવતું વિશ્ર્વનું અમુક માંથી એક અભ્યારણ્ય પૈકીનું જામનગરનું પક્ષી અભ્યારણ્ય ખુલ્લતા પક્ષી પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.સીઝનના સારા વરસાદના કારણે ખીજડીયામાં અનેક તળાવો પાણીથી છલોછલ ભરાયા છે અને ઓવરફલો થઇ હતા. ત્યારે પક્ષીઓની સંખ્યા પણ શિયાળાની શરૂઆતમાં જ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે,રંગબેરંગી અને દેશ વિદેશના પક્ષીઓ જોવાનો પક્ષીપ્રેમીઓ માટે અનેરો નજારો છે ખીજડીયા પક્ષી અભ્યારણ્યના આર.એફ.ઓ દક્ષાબેન એ જણાવ્યું હતું કે પ્રવાસીઓ સહેલાઇથી પક્ષી નીહાળી શકે તે માટે અભ્યારણ્યમાં સચિત્રો માહિતી સાથે પક્ષીઓની તસ્વીરો લગાડવામાં આવી છે તેમજ વોચ ટાવર,ગાઇડ અને દુરબીન, ફીલ્ડગાઇડ પુસ્તકો વિગેરે સવલતો પણ ઉપલબ્ધ છે,પક્ષીઓને ખલેલના પહોંચે તે માટે કોરોનાની મહામારીને લઇ સરકારી ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓ અભ્યારણ્યની મુલાકાત લઇ કુદરતી અને દેશ-વિદેશના પક્ષીઓને જોવા નો આનંદ માણી શકે છે.
ફોરેસ્ટ ઓફીસર દક્ષાબેન વઘાસીયા જણાવ્યું હતું કે આગામી પાર્કમાં એન્ટ્રીનો સમય સવારે ૬ થી સાંજે પાંચ સુધીનો રહેશે .ખીજડિયા પક્ષી અભ્યાણ માં ગત વર્ષે વિદેશથી શિયાળો ગળવવા આવતા પક્ષીઓની 300 થી વધુ પક્ષી પ્રજાતી નોંધાઈ હતી .આ વર્ષ લોકડાઉન ના કારણે પાર્ક બંધ હોવાના લીધે અહીં વસવાટ કરતા પક્ષી જગત માં કેટલાક ફેરફાર જોવા મળ્યાં હતાં પક્ષીઓની નવી કૉલોની જોવા મળી છે જેમાં બ્લેકમેક સ્ટોર્ક ,ડાર્ટર .મુરહેન. ડક. કૂટ. પેજેન. ટેઇલ ઝકાના. મોટી ચોટલી ડૂબકી નાની ચોટલી ડૂબકી. શિયાળો ગાળવા આવતા મહેમાન.નવેમ્બર માસલી ગાની , પયાર્ડ ગાજહંસ સહિતના પક્ષીઓ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે .
ખીજડીયા અભયારણ્ય જાવા માટે જામનગર થી રાજકોટ હાઇવે .ખીજડિયા બાયપાસ થી માત્ર ત્રણ કિલોમીટર ના અંતરે જામનગરથી માત્ર 12 કિલોમીટરના અંતરે,આવેલ છે
ઇતિહાસ વિષે વધુ માહિતી.
ખીજડીયા અભયારણ્ય લગભગ અંદાજે 6.5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે, જ્યાં 300થી વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. તે વર્ષ 1920 માં નવાનગરના તત્કાલીન રાજાએ દરિયા કિનારે આવેલ ઓખા થી નવલખી સુધી ના વિસ્તારમાં દરિયાઈ ખારાશ આગળ ના વધે તે માટે નૌકાઓ બનાવવામાં આવ્યું હતું. વર્ષ 1956 માં,રાજ્ય સરકારે કચ્છના અખાતમાં વહેતા વરસાદી પાણીને પાણીને રોકવા માટે પાળાઓ (ચેકડેમો) ને રીનોવેશન કરાવ્યું હતું વર્ષ 1981માં આ પ્રદેશની જૈવક વિવિધતાને જોતા સરકારે તેને.1982 અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું.
બે ભાગમાં વેંહેંચાયેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પાર્ટ -૧( ડાબી તરફ ) તરફ વાહનો માટે નો એન્ટ્રી છે.
ખીજડીયા અભયારણ્ય વિશે:-
ખિજડિયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે.ખીજડિયા પંખી અભયારણ્ય 6.5 ચો.કી નો જૈવિક વૈવિધ્ય વિસ્તાર ધરાવે છે. જ્યાં આશરે 254 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયેલા છે. આ અભ્યારણ બે પાર્ટ માં વહેચાયેલું છે. અહીં માનવ નિર્મિત માટીના પાળાઓ ને કારણે, બે પ્રકારના પરિશર-તંત્ર નું નિર્માણ થયું છે. આ માટીના પાળાઓના કારણે રૂપારેલ નદી અને ક્લીન્દ્રિ નદીનું વર્ષાદી પાણી ત્યાંજ આવેલા સમુદ્રમાં જતું અટકે છે અને મીઠા પાણીનું પરિશરતંત્ર બને છે અને સાથે જ પાળા ની બીજી તરફ દરિયાનું ખારા પાણીનો વિસ્તાર છે. આમ આ પાળા ઉપરના રસ્તે, આશરે 3 km ચાલતા અહીં ખારા પાણીના અને મીઠા પાણીના પક્ષીઓ એકી સાથે જોવા મળી જાય છે. સાથે સાથે ચેર, વિવિધ બાવળ, નદી સૂકતા બનતું ઘાસનું મેદાન વગેરે જંગલ પરિસર-તંત્ર ના લીધે, ફોરેસ્ટ પક્ષી પણ જોવા મળે છે.
ખાસ.
દર વર્ષે લાખો પક્ષીઓ આ સ્થળે આવે છે, જેમાં ઘણા સ્થળાંતર કરનારા પક્ષીઓનો સમાવેશ થાય છે. કેટલાક પક્ષીઓ શિયાળા દરમિયાન અહીં મહેમાન બને છે. વિશ્વમાં ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે,તયારે આમ ખીજડીયામાં આવી પ્રજાતિઓ જોવા મળે છે.
શિયાળાની ઋતુમાંમાં પક્ષી નિરીક્ષણ માટે આ સ્થાન સારું માનવામાં આવે છે. આ જ કારણ છે કે અહીં દર વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે.અને ગાઈડ દ્વારા માહિત આપવામાં આવે છે. પક્ષી અભયારણ્ય રેંજ ખિજડિયા દ્વારા આયોજિત આ શિબિરમાં આઠમા ધોરણ (13 વર્ષથી ઉપરના) ના વિદ્યાર્થીઓ ભાગ લે છે. અભયારણ્ય વિદ્યાર્થીઓ તેમજ પક્ષી નિષ્ણાતો અને નિરીક્ષકો માટેના મહાન પુસ્તકથી ઓછું નથી. તેવું કહી શકાય વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અહીં સ્થળાંતર કરનારા પક્ષીઓની જોવા માટે હર વર્ષે હજારો સહેલાણીઓ ઉમટે છે.
ખાસ નોંધ.
પક્ષી વિષેની સમજણ આપતું મ્યુઝિયમ કોવિડના કારણે બંધ તે સરકાર ની નવી ગાઈડ લાઇન બાદ ખુલ મુકવામાં આવશે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024